android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News: વેરાવળ-કોડીનાર હાઇવે પર જોવા મળ્યા વનરાજના આંટાફેરા
calendar_today January 9, 2026

Gir Somnath News: વેરાવળ-કોડીનાર હાઇવે પર જોવા મળ્યા વનરાજના આંટાફેરા

ગીર સોમનાથ જિલ્લામાં વન્ય પ્રાણીઓ હવે જંગલ વિસ્તાર છોડીને માનવ વસ્તી અને હાઇવે તરફ સ્થળાંતર કરી રહ્યા હોય તેવા દ્રશ્યો વધુને વધુ સામે આવી રહ્યા છે. વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે પર આવેલા પ્રાચી નજીક ઘંટીયા ફાટક પાસે એક વિશાળકાય સિંહ ચઢી આવતા અફરાતફરી મચી ગઈ હતી.સર્વિસ રોડ પર સિંહની શાહી સવારી પ્રાચી નજીક હાઇવેના સર્વિસ રોડ પર જ્યારે સિંહ આવી ચઢ્યો, ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો દંગ રહી ગયા હતા. વનરાજે કોઈ પણ ડર વગર રસ્તા પર ટહેલવાનું શરૂ કર્યું હતું. સિંહને જોતા જ હાઇવે પર વાહનોના પૈડાં થંભી ગયા હતા. કેટલાક સાહસિક રાહદારીઓએ આ મનમોહક અને ડરામણા દ્રશ્યોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખોરાકની શોધમાં આવી રહ્યા છે વન્ય જીવો ગીરના જંગલની સરહદ નજીક હોવાથી અવારનવાર ખોરાક અને પાણીની શોધમાં સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં અને મુખ્ય રસ્તાઓ પર આવી ચઢતા હોય છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. વાહનો ઉભા રહી જતા સિંહે શાંતિથી રસ્તો પસાર કરી દીધો હતો અને વગડા તરફ રવાના થયો હતો. સિંહ પસાર થઈ ગયા બાદ વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: બંધ બોડીના ટ્રકમાં કૂલર ફાઇબરના જૂના બોક્સની આડમાં લવાઇ રહેલો 36 લાખ ઉપરાંતનો દારુ ઝડપાયો, ચાલકની ધરપકડ
calendar_today January 9, 2026

Vadodara: બંધ બોડીના ટ્રકમાં કૂલર ફાઇબરના જૂના બોક્સની આડમાં લવાઇ રહેલો 36 લાખ ઉપરાંતનો દારુ ઝડપાયો, ચાલકની ધરપકડ

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કૂલરના ફાઇબરના જૂના બોક્સની આડમાં લવાઇ રહેલો 36 લાખ ઉપરાંતનો દારુ સાથે ડ્રાઇવરને ઝડપી લીધો છે. ટ્રકમાં ગુપ્ત ચોર ખાનુ બનાવીને તેમાં દારુ છુપાવામાં આવ્યો હતો.પોલીસને બાતમી મળી જિલ્લા એલસીબી પોલીસની ટીમ ગુરુવારે રાત્રે મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકસપ્રેસ વે પર પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક બંધ બોડીની ટ્રક દારુનો જથ્થો લઇને રાજસ્થાનથી આવી રહી છે અને આ ટ્રક વડોદરા એકસપ્રેસ હાઇવેથી અમદાવાદ તરફ જવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી કૂલરના ફાઇબરના જુના બોક્સની આડમાં આગળના ભાગે ચોર ખાનુ બનાવેલું જોવા મળ્યું પોલીસે આજોડ ગામની સીમમાં આવેલા એકસપ્રેસ વેના ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમી મુજબની ટ્રક આવતા અટકાવી હતી. ટ્રકમાં રાજસ્થાનનો દેવારામ રાજુરામ જાટ નામનો રાજસ્થાનનો ટ્રક ચાલક હતો. પોલીસે તેને સાથે રાખીને તપાસ કરતાં ટ્રકના પાછળના ભાગમાં કૂલરના ફાઇબરના જુના બોક્સની આડમાં આગળના ભાગે ચોર ખાનુ બનાવેલું જોવા મળ્યું હતું.  દારુની 7068 બોટલો (કિંમત 3666960 રુપિયા) મળી આવી પોલીસે ચોરખાનામાં તપાસ કરતાં તેમાંથી દારુની 7068 બોટલો (કિંમત 3666960 રુપિયા) મળી આવી હતી. પોલીસે દારુ તથા ટ્રક સહિતનો 4689460 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહેન્દ્રએ ઉદેપુર બાયપાસ પર ગોગુંદા રોડ પરથી દારુ ભરેલો ટ્રક આપ્યો ચાલકની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે તેને ત્રણ દિવસ પહેલા રાજસ્થાનના પવન માલવ ઉર્ફે મહેન્દ્રએ ઉદેપુર બાયપાસ પર ગોગુંદા રોડ પરથી દારુ ભરેલો ટ્રક આપ્યો હતો અને તેના કહ્યા મુજબ તે અમદાવાદ પહોંચ્યા પછી ફોન કરવાનું જણાવ્યું હતું પણ તે પહેલાં તે પકડાઇ ગયો હતો. આ પણ વાંચો----   Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી

Read Full Story arrow_forward
Mahisagar માં 'લૂંટેરી દુલ્હન'નો શિકાર, લગ્નના માત્ર 10 જ દિવસમાં દુલ્હન રોકડ-દાગીના લઈ રફુચક્કર
calendar_today January 9, 2026

Mahisagar માં 'લૂંટેરી દુલ્હન'નો શિકાર, લગ્નના માત્ર 10 જ દિવસમાં દુલ્હન રોકડ-દાગીના લઈ રફુચક્કર

મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકમાં 'લૂંટેરી દુલ્હન'નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. લુણાવાડાના એક યુવકે મોટી આશાઓ સાથે એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના શરૂઆતના ૧૦ દિવસ સુધી બધું સામાન્ય જણાતું હતું અને યુવતી પતિના ઘરે હળીમળીને રહી હતી. જોકે, દસ દિવસ પૂર્ણ થતાની સાથે જ આ નવવધૂ અસલી મકસદ પાર પાડીને અચાનક ગાયબ થઈ ગઈ હતી. સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે યુવતી ઘરમાં નહોતી અને તપાસ કરતા માલૂમ પડ્યું કે તે ઘરમાં રાખેલા લાખોના દાગીના પણ પોતાની સાથે લઈ ગઈ છે.લગ્નનો શોખ મોંઘો પડ્યો પીડિત યુવકના જણાવ્યા અનુસાર, આ લૂંટેરી દુલ્હન ઘરમાંથી અંદાજે ૨.૫૦ લાખની રોકડ રકમ અને સોના-ચાંદીના કિંમતી દાગીના લઈને ફરાર થઈ ગઈ છે. લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ યુવક અને તેના પરિવારે લુણાવાડા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધીને યુવતી અને આ લગ્ન કરાવનારા મધ્યસ્થીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે કે લગ્ન નક્કી કરતા પહેલા યુવતીના પરિવાર અને બેકગ્રાઉન્ડની તપાસ કરવી કેટલી અનિવાર્ય છે. આ પણ વાંચો : Ahmedabad News : ચાંદખેડામાં સામાન્ય બાબતે યુવક પર જીવલેણ હુમલો, 3 હુમલાખોરોની ધરપકડ

Read Full Story arrow_forward