android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: રંગીલા શહેરમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન
calendar_today January 9, 2026

Rajkot News: રંગીલા શહેરમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન

રંગીલું રાજકોટ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આગામી 10 જાન્યુઆરીના રોજ રાજકોટના પ્રખ્યાત રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં વિશ્વના ખૂણેખૂણેથી આવેલા પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરશે. હાલ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.21 દેશોના પતંગબાજો રાજકોટના મહેમાન બનશે આ વર્ષે પતંગ મહોત્સવમાં કુલ 135 પતંગબાજો ભાગ લેવાના છે. જેમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કોલમ્બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન અને યુનાઈટેડ કિંગડમ સહિત કુલ 21 દેશોના આંતરરાષ્ટ્રીય પતંગબાજો પોતાના અવનવા આકાર અને કદની પતંગો સાથે આકાશને રંગીન બનાવશે. વિદેશી મહેમાનોની અલગ-અલગ પ્રકારની પતંગો રાજકોટવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ભારતના વિવિધ રાજ્યોની પણ જબરદસ્ત ભાગીદારી માત્ર વિદેશી જ નહીં, પરંતુ ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજો પણ આ મહોત્સવની શાન વધારશે. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઓડિશા, તામિલનાડુ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળ સહિતના વિવિધ રાજ્યોના નિષ્ણાત પતંગબાજો ભાગ લેશે. પ્રવાસનને મળશે વેગ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી યોજાનારા આ મહોત્સવને લઈને રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના કારણે રાજકોટમાં પ્રવાસન અને સ્થાનિક રોજગારીને પણ વેગ મળશે. 10 જાન્યુઆરીએ સવારથી જ રેસકોર્સનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે, જેનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. આ પણ વાંચો - Rajkot News: આરોગ્ય વિભાગનો સપાટો, પાણીપુરીની 35 ધંધાર્થીઓને ત્યાં તપાસનો ધમધમાટ

Read Full Story arrow_forward
Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી
calendar_today January 9, 2026

Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી

અમદાવાદ શહેરના ભાડજ ચાર રસ્તા પર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નંબર પ્લેટ વગરની ક્રેટા કારને રોકતા જ કાર ચાલકે પુરપાટ ઝડપે ગાડી હંકાવી હતી. અને કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી હતી. ત્યારબાદ ગાડી ધીમે પડતા કોન્સ્ટેબલ નીચે પટકાયો હતો. જો કે સદ્દનસીબે તેને કોઇ ગંભીર ઇજા થવા પામી નથી. જે મામલે સોલા પોલીસએ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે. કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી અમદાવાદના એ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ભાડજ સર્કલ ખાતે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. એ દરમિયાન ભાડજ ચાર રસ્તા પર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર ભાઈ રાયસીંગભાઇ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.નંબર પ્લેટ વગરની ક્રેટા કારને રોકતા જ કાર ચાલકે પુરપાટ ઝડપે કાર હંકારી હતી. અને કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી હતી. ત્યારબાદ ગાડી ધીમે પડતા કોન્સ્ટેબલ નીચે પટકાયો હતો.  કાર ચાલક સહિત 3 સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ  જો કે સદ્દનસીબે પોલીસ કર્મીને કોઇ ગંભીર ઇજા થવા પામી ન હતી. જે મામલે સોલા પોલીસે કાર ચાલક સહિત 3 સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તલાસ હાથ ધરી હતી.જે ગુનામાં પોલીસે પ્રભુજી ઠાકોરની ધરપકડ કરી છે.. પોલીસે કાર કોર્ડન કરી દીધી હતી જો સમગ્ર બનાવ ની વાત કરવા માં આવે તો એ ડીવીઝન ટ્રાફિક પોલીસ ભાડજ ચાર રસ્તા બ્રીજ નીચે વાહન ચેકિંગ કરતા હતા. આ દરમિયાન સાંજના સાડા છ વાગ્યાની આસપાસ સાયન્સ સીટી રોડ તરફથી નંબર પ્લેટ વગરની સફેલ કલરની ક્રેટા કાર આવી હતી. જેથી પોલીસએ કાર ચાલકને ઇશારો કરીને કાર સાઇડમાં ઉભી રાખવાનો પ્રયાસ કરતા કાર ચાલકએ કાર ધીમી પાડી હતી. ફરજ પર હાજર સ્ટાફ કાર રોડની સાઇડમાં કરવાનું કહેતા કાર ચાલક ધીમે ધીમે કાર આગળ ચલાવતો હતો. જેથી પોલીસે કાર કોર્ડન કરી દીધી હતી. પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસકાર ચાલકને કાર રોકવા માટે જણાવતા છતાં પણ તેણે કાર ઉભી રાખી ન હતી. અને કારમાં બેસેલ ડ્રાઇવર સિવાયના બે ઇસમોને ડ્રાઇવરને કાર ભગાડવા માટેનો ઇશારો કરતા કાર ચાલકે કાર પુરપાટ ઝડપે ચલાવીને ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ કોન્સ્ટેબલ બોનેટ પર પડી ગયો હતો. છતાં પણ કાર ચાલકે કાર રોકીના હતી. અને એસ પી રીંગ રોડ પર શીલજ તરફ પુરપાટ ઝડપી કાર લઇ ફરાર થઇ ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો. લગભગ દોઢેક કીલોમીટર સુધી આગળ જતા હેબતપુર બ્રીજ પહેલા ટ્રાફીક જામ થતાં કાર ધીમી પડી હતી. જેથી પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ નીચે પટકાયો હતો. જેમાં તેને ઇજા પહોચી હતી. જ્યારે કારની પાછળની સીટમાં બેસેલ ઇસમ કારમાંથી નીચે ઉતરીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો. ઇન્દ્રેશખાન સામે બે ગુના નોંધાયેલા છે ઝડપાયેલ આરોપી પ્રભુજી ઠાકોર ઉર્ફે ભોલો જેની પૂછપરછ કરતાં પોતે મુળ થરા બનાસકાંઠાનો વતની હોવાનું અને તેનું નામ પ્રભુજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે કાર ચાલક ઇન્દ્રેશખાન પઠાણ જે પાટણ હારીજનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આમ પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. મુખ્ય આરોપી ઇન્દ્રેશખાન પઠાણ કાર સીઝીંગ નું કામ કરે છે..જેના પર ભૂતકાળ માં બે ગુના નોંધાય ચૂક્યા છે અને પ્રભુજી ઠાકોર ઉર્ફે ભોલો સામે દારૂ નો એક કેસ નોંધાઈ ચૂક્યો છે...આ પણ વાંચો---- Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન, નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા

Read Full Story arrow_forward
Morbi News: હળવદ પંથકમાં PGVCLનો સપાટો, ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વીજ ચેકિંગ
calendar_today January 9, 2026

Morbi News: હળવદ પંથકમાં PGVCLનો સપાટો, ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વીજ ચેકિંગ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા સઘન સર્ચ ઓપરેશન દરમિયાન તંત્રએ અંદાજે રૂ.45 લાખની વીજચોરી ઝડપી પાડી છે. PGVCLની કુલ 34 જેટલી ટીમોએ હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ધામા નાખ્યા હતા. આ કામગીરી દરમિયાન અધિકારીઓએ ઘનશ્યામપુર, કોઇબા, અજીતગઢ, માયાપુર, ખેતરડી અને રાતાભેર સહિતના ગામડાઓમાં વીજ જોડાણોની તપાસ કરી હતી.ઘનશ્યામપુર, કોઇબા, અજીતગઢમાં વીજ ચેકિંગતંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીની મુખ્ય વિગતો નીચે મુજબ છે: કુલ તપાસ: ત્રણ દિવસમાં 200થી વધુ મકાનોમાં તપાસ કરવામાં આવી. કુલ 64 જોડાણોમાં વીજ ચોરી કે ગેરરીતિ સામે આવી છે. 63 જેટલા રહેણાંક મકાનોમાં ડાયરેક્ટ આંકડા કે મીટરમાં છેડછાડ ઝડપાઈ. એક પાણીના પ્લાન્ટમાં પણ ગેરરીતિ ઝડપાતા મોટું બિલ ફટકારવામાં આવ્યું છે. માયાપુર, ખેતરડી, રાતાભેર સહિતના ગામમાં ચેકીંગPGVCLના આ મેગા ચેકિંગને પગલે વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે જેથી વીજ કંપનીને થતું આર્થિક નુકસાન અટકાવી શકાય. પકડાયેલા તમામ આસામીઓને મસમોટા દંડ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward