android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતમાં હજુ 48 કલાક હાડ થીજવતી ઠંડી પડશે, હવામાન વિભાગની મહત્વની આગાહી
calendar_today January 9, 2026

Weather News : ગુજરાતમાં હજુ 48 કલાક હાડ થીજવતી ઠંડી પડશે, હવામાન વિભાગની મહત્વની આગાહી

ગુજરાત રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાને કારણે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 48 કલાક સુધી રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છનું નલિયા 4.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનું જોર યથાવત છે, જેમાં રાજકોટનું લઘુતમ તાપમાન 9.4 ડિગ્રી અને ડીસામાં 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા નીચું રહેતા જનજીવન ઠિઠુરાયું છે.કાતિલ પવન ફૂંકાતા ધ્રૂજ્યું ગુજરાત જોકે, ઠંડીમાં ધ્રૂજી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક બાદ રાજ્યમાં ઠંડીના જોરમાં થોડો ઘટાડો થશે અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. અમદાવાદમાં હાલ લઘુતમ તાપમાન 11.7 ડિગ્રી આસપાસ સ્થિર છે, પરંતુ પવનની ગતિને કારણે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. બે દિવસ પછી પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતાને પગલે તાપમાનનો પારો થોડો ઊંચકાશે, જેનાથી લોકોને હાડ થીજવતી ઠંડીમાંથી થોડી મુક્તિ મળશે. આ પણ વાંચો : Vadodara માં બુટલેગરોની અનોખી તરકીબ, બાઈકની પેટ્રોલ ટાંકીમાં 'દારૂખાનું' બનાવી કરી હેરાફેરી

Read Full Story arrow_forward
Rajkot News: આરોગ્ય વિભાગનો સપાટો, પાણીપુરીની 35 ધંધાર્થીઓને ત્યાં તપાસનો ધમધમાટ
calendar_today January 9, 2026

Rajkot News: આરોગ્ય વિભાગનો સપાટો, પાણીપુરીની 35 ધંધાર્થીઓને ત્યાં તપાસનો ધમધમાટ

રાજકોટ શહેરમાં ખાણી-પીણીની શુદ્ધતાને જાળવી રાખવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ખાસ કરીને લોકોમાં અત્યંત લોકપ્રિય એવી પાણીપુરીના વેચાણ પર તંત્રએ સપાટો બોલાવ્યો છે. તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરીના કુલ 35 જેટલા ધંધાર્થીઓને ત્યાં ઓચિંતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. મસાલા અને પાણીની ગુણવત્તાની ઝીણવટભરી કરાઇ તપાસ મળતી માહિતી પ્રમાણે આ તપાસ દરમિયાન આરોગ્ય અધિકારીઓએ માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ પાણીપુરીમાં વપરાતા મસાલા અને પાણીની ગુણવત્તાની પણ ઝીણવટભરી તપાસ કરી હતી. ખાસ કરીને મીઠું, તીખું, જીરૂં અને લસણ વાળા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.આ નમૂનાઓને તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો આ નમૂનાઓમાં કોઇ હાનિકારણ તત્વો અથવા અખાદ્ય રંગોની હાજરી જણાશે, તો સંબંધિત ધંધાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નિયમો અંગે તંત્રનું કડક વલણ માત્ર ગુણવત્તા જ નહીં પરંતુ વહીવટી નિયમોના પાલન અંગે પણ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યુ હતુ. ચેકિંગ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે ઘણા ધંધાર્થીઓ પાસે જરૂરી દસ્તાવેજોનો અભાવ હતો. આ તપાસમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 8 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ બાબતે પણ નોટિસ ફટકારવામાં આવી છે. યોગ્ય લાયસન્સ વગર વેચાણ કરતા અને હાઇજીન જાળવવામાં નિષ્ફળ રહેલા એકમો પર તંત્રની ગાજ પડી હતી. આ પણ વાંચોઃ Jetpur: લુણાસરી ગામ બન્યું ભૂકંપનું એપી સેન્ટર, અત્યાર સુધીમાં એક બાદ એક આવ્યા 12 ભૂકંપના આંચકા

Read Full Story arrow_forward
Makar Sankranti 2026 : અમદાવાદના કોટ વિસ્તારમાં ઉત્તરાયણના બે દિવસ ધાબા થયા "હાઉસફૂલ", 5 થી લઈ 30 હજાર સુધીનું છે ભાડુ
calendar_today January 9, 2026

Makar Sankranti 2026 : અમદાવાદના કોટ વિસ્તારમાં ઉત્તરાયણના બે દિવસ ધાબા થયા "હાઉસફૂલ", 5 થી લઈ 30 હજાર સુધીનું છે ભાડુ

રાયપુર વિસ્તારમાં સૌથી વધારે ભાવ ધાબાનો ભાવ રહેતો હોય છે, ઉતરાયણ પર્વ એ સૌને ગમતું પર્વ છે અને આ પર્વમાં લોકો વહેલી સવારથી ધાબે જઈને પતંગ ચગાવતા હોય છે,પરંતુ અમદાવાદના કોટ વિસ્તારની ઉતરાયણ સૌ કોઈ માટે મહત્વની હોય છે કેમકે પોળોમાં ધાબા અને ઘર એક બીજા સાથે કનેકટેડ હોય છે જેના કારણે વહેલી સવારથી મોડી સાંજ સુધી તમને પતંગ ચગાવતા રસિયાઓ જોવા મળે છે,અમદાવાદના કોટ વિસ્તારમાં સૌથી વધારે રાયપુરમાં જે લોકોના મકાનો પોળમાં આવેલા છે અને જે લોકો બહાર રહેતા હોય છે તે લોકો ભાડે ધાબા રાખતા હોય છે અને બે દિવસના ભાડા ચૂકવતા હોય છે. કોટ વિસ્તારમાં ધાબાનો બે દિવસનો ભાવ 5 થી 35 હજાર રૂપિયા સુધી અમદાવાદના કોટ વિસ્તારમાં રાયપુર, ઢાળની પોળ,રાયપુર ચકલાની પોળો સહિતની પોળોમાં પતંગ રસિયાઓ પતંગ ચગાવવા માટે આવતા હોય છે.ત્યારે બે દિવસનું ભાડુ રૂપિયા 5 થી લઈ 35 હજાર સુધી ચૂકવતા હોય છે ત્યારે પહેલા તમારે એડવાન્સમાં ભાડુ આપવાનું રહે છે અને ત્યારબાદ મકાન માલિક તમને ચાવી આપતા હોય છે ત્યારે બે દિવસના ભાડામાં તમારે તે ઘરમાં રાત્રી રોકાણ કરવું હોય તો પણ કરી શકો છો. બે દિવસ અલગ-અલગ પેકેજ પણ હોય છે ઉપલબ્ધમાં ઉતરાયણમાં પતંગ ચગાવવાની સાથે ખાવાની પણ મોજ ગુજરાતીઓ માણતા હોય છે એટલે તેના માટે પણ ખાસ અલગથી પેકેજ રાખવામાં આવતું હોય છે જેમાં તમને સવારનો નાસ્તો,બપોરનું જમવાનું,હાઈ ટી અને સાંજનું જમવાનું આપવામાં આવતું હોય છે એટલે કે વ્યકિતદીઠ તેમાં 500 રૂપિયા ગણવામાં આવતા હોય છે.અમદાવાદના જમાલપુરમાં ઉત્તરાયણ પહેલા અનોખો વિશાળકાય પતંગ પણ તૈયાર કરવામાં આવતો હોય છે.ઘર ભાડે આપવાથી બે દિવસ માટે રોજગારીનું સર્જન થાય છેઉત્તરાયણ દિવસે આવી રીતે એક દિવસ ભાડે આપવાથી સ્થાનિક લોકોમાં એક પ્રકારનું રોજગારીનું સર્જન થયું છે. અનેક જગ્યાએ જમવા સાથેના પેકેજ આપવામાં આવે છે. જેમાં પતંગ ચગાવનારને અને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે અને તેમાં પણ ફુલ ડે અને હાફ ડે પ્રમાણે પેકેજ નક્કી કરવામાં આવતા હોય છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી આ ધાબા ભાડે આપવાનું ચલણ વધુ હોવાથી બોર્ડમાં રહેતા મધ્યમ વર્ગના લોકો માટે રોજગારીનું સર્જન થયું છે. આ પણ વાંચો : Makar Sankranti 2026 : ઉત્તરાયણ પર્વમાં ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે રાજયભરમાં 10 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાશે ‘કરૂણા અભિયાન’

Read Full Story arrow_forward