android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: પીઠડ માતાજીના મંદિરમાં લાખોની ચોરી
calendar_today January 9, 2026

Amreli News: પીઠડ માતાજીના મંદિરમાં લાખોની ચોરી

અમરેલી જિલ્લામાં ફરી એકવાર તસ્કરોએ ધાર્મિક સ્થાનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામમાં આવેલા સુપ્રસિદ્ધ પીઠડ માતાજીના મંદિરમાં મોડી રાત્રે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. મંદિરમાંથી માતાજીના સોના-ચાંદીના કિંમતી છતરની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે. સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.તાળું તોડી મંદિરમાં પ્રવેશ્યો ચોર ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામમાં આવેલા પીઠડ માતાજીના મંદિરમાં મોડી રાત્રિના સમયે એક શખ્સ ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. તસ્કરે મંદિરની લોખંડની જાળીનું તાળું તોડી ગર્ભગૃહ સુધી પહોંચ્યો હતો. ચોરે માતાજીના શણગારમાં રહેલા ચાંદીના મોટા છતર અને સોનાના નાના છતર સહિતની કિંમતી ચીજવસ્તુઓની ઉઠાંતરી કરી હતી. સવારે જ્યારે પૂજારી અને ગ્રામજનો મંદિરે પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ મંદિરમાં ચોરીની ઘટનાને પગલે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. ચોરી કરનાર શખ્સ મંદિરમાં ચોરી કરતો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઘટનાની જાણ થતા જ સાવરકુંડલા તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને ચોરની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. ભક્તોમાં ભારે રોષ પીઠવડી ગામમાં પીઠડ માતાજીના મંદિરમાં થયેલી આ ચોરીને પગલે સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તસ્કરને વહેલી તકે ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક લોકો ચોરીની ઘટનામાં વધારો થવાને પગલે પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી માગ કરી રહ્યા છે. આ પણ વાંચો - Amreli News : લીલીયામાં કાળમુખો ખાડો, બાઇક ખાબકતા એકનું મોત, બે મહિલાઓ ગંભીર ઇજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Gandhinagar: આજથી રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરનો પ્રારંભ, વર્ષ 2014 બાદ ભારતના માઇનિંગ સેક્ટરમાં પરિવર્તન આવ્યુંઃ CM
calendar_today January 9, 2026

Gandhinagar: આજથી રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરનો પ્રારંભ, વર્ષ 2014 બાદ ભારતના માઇનિંગ સેક્ટરમાં પરિવર્તન આવ્યુંઃ CM

દેશના આર્થિક વિકાસને વેગ આપવા અને ખનીજ ક્ષેત્રે નવીનતમ તકો શોધવા માટે આજથી ગાંધીનગરમાં રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને માઇનિંગ સેક્ટરના ભવિષ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં તેની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખનિજ ક્ષેત્ર એ આર્થિક વિકાસનો આધાર સ્તંભ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે, ખનિજ સંપત્તિ એ કોઈપણ દેશના વિકાસનો મજબૂત આધાર સ્તંભ છે. ખાસ કરીને નવા ભારતના નિર્માણ માટે માઇનિંગ સેક્ટર અત્યંત નિર્ણાયક છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2014 બાદ દેશના માઇનિંગ સેક્ટરમાં નીતિગત પરિવર્તનો આવ્યા છે, જેના કારણે આ ક્ષેત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધી છે. આ પરિવર્તનો આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની કડી સાબિત થઈ રહ્યા છે. વિકાસ અને પર્યાવરણનું સંતુલન સીએમ ભૂપેન્દ્ર પટેલે આ શિબિરમાં એક ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવતા કહ્યુ કે પ્રકૃતિના વિનાશથી ક્યારેય સાચો વિકાસ થઇ શકે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું કે આપણી પાસે રહેલી પ્રાકૃતિક સંપત્તિનો ઉપયોગ એવી રીતે થવો જોઇએ કે જે રાષ્ટ્રના હિતમાં હોય અને સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય.વિકાસના નામે કુદરતી સંસાધનોનો આંધળો ઉપયોગ જોખમી બની શકે છે.જેથી સંતુલિત વિકાસ જ શ્રેષ્ઠ માર્ગ છે. પરિવર્તન અને ભવિષ્યની રાહ છેલ્લા કેટલાંક વર્ષોમાં ખાણ અને ખનીજ ક્ષેત્રમાં આવેલા ટેકનોલોજીકલ અને ડિજિટલ ફેરફારોની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યુ હતુ કે દરેક સેક્ટર હવે આત્મનિર્ભર બનવા માટે સજ્જ થઇ રહ્યુ છે. આ શિબિર દ્વારા ખનિજ સંપત્તિના મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ માટેના નવા આયામો ખુલશે. આ પણ વાંચોઃ Rajkot News : ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, 24 કલાકમાં નાના-મોટા 16 આંચકાથી ફફડાટ

Read Full Story arrow_forward
JEE Main New Schedule : પેપર-1 અને પેપર-2 માટે નવી તારીખો જાહેર, આ રીતે ડાઉનલોડ કરો સિટી સ્લિપ
calendar_today January 9, 2026

JEE Main New Schedule : પેપર-1 અને પેપર-2 માટે નવી તારીખો જાહેર, આ રીતે ડાઉનલોડ કરો સિટી સ્લિપ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE Main 2026 સેશન-1 ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાના શહેરોની વિગતો (સિટી સ્લિપ) જાહેર કર્યા બાદ, એજન્સીએ પરીક્ષાના સત્તાવાર સમયપત્રકમાં આંશિક ફેરફાર કર્યો છે. અગાઉ આ પરીક્ષા 21 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે યોજાવાની હતી, પરંતુ હવે તેમાં એક દિવસનો ઘટાડો કરવામાં આવ્યો છે. સુધારેલા શિડ્યુલ મુજબ, હવે JEE Main સેશન-1 ની પરીક્ષાઓ 21 જાન્યુઆરીથી શરૂ થઈને 29 જાન્યુઆરી, 2026 ના રોજ પૂર્ણ થશે.જાણો નવું શેડ્યૂલ પરીક્ષાના ક્રમની વાત કરીએ તો, પેપર-1 (B.E/B.Tech) માટેની પરીક્ષાઓ 21 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમિયાન વિવિધ તારીખોએ યોજાશે. જેમાં 21, 22, 23, 24 અને 28 જાન્યુઆરીના રોજ મુખ્ય વિષયોની પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ, છેલ્લે 29 જાન્યુઆરીના રોજ પેપર-2 (A) અને પેપર-2 (B) એટલે કે B.Arch અને B.Planning માટેની પરીક્ષા લેવામાં આવશે. આ તમામ પરીક્ષાઓ બે શિફ્ટમાં લેવામાં આવશે, જેમાં પ્રથમ શિફ્ટ સવારે 9 થી 12 અને બીજી શિફ્ટ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીની રહેશે. એક દિવસ ઓછી ચાલશે પરીક્ષા જે ઉમેદવારોએ હજુ સુધી પોતાની એક્ઝામ સિટી સ્લિપ ડાઉનલોડ નથી કરી, તેઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પોતાનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને તે મેળવી શકે છે. એડમિટ કાર્ડ પણ ટૂંક સમયમાં જ આ જ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ બદલાયેલા સમયપત્રક મુજબ પોતાની મુસાફરી અને રિવિઝનનું આયોજન કરે જેથી પરીક્ષાના દિવસે કોઈ મુશ્કેલી ન પડે. આ પણ વાંચો : Surat ની કોલેજોમાં અસામાજિક તત્વોનો બેફામ આતંક, અમરોલી કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર હુમલો

Read Full Story arrow_forward