android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Maharashtraના આ વિસ્તારોમાં દિવસ દરમિયાન રજાની જાહેરાત, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય, શું છે મામલો?
calendar_today January 9, 2026

Maharashtraના આ વિસ્તારોમાં દિવસ દરમિયાન રજાની જાહેરાત, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય, શું છે મામલો?

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યુ હતુ કે, 15 જાન્યુઆરીના રોજ 29 મહાનગરપાલિકાઓમાં જે ક્ષેત્રમાં મતદાન થવાનું છે. ત્યાં રજાની જાહેરાત કરાઇ છે. મતદાતાઓ મતાધિકારનો કરો ઉપયોગ નગરપાલિકા ક્ષેત્રમાં આવનાર સરકારી અને અર્ધ-સરકારી કાર્યાલયો, નિગમો, બોર્ડ, સાર્વજનિક ઉપક્રમ, બેંક અને કેન્દ્ર સરકારના કાર્યાલયોમાં તમામ કાર્ય બંધ રાખવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યુ છે કે, ઇવીએમની વ્યવસ્થા સહિત તમામ કાર્યોને આખરી ઓપ અપાયો છે. અને મતદાતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષનો આદેશ રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષ દિનેશ વાઘમારે નિર્દેશ આપ્યા છે કે, પર્યાપ્ત સંખ્યામાં મતદાન અને મતગણતરી કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવે. અને તમામ કર્મચારીઓએ પોતાના સમય મુજબ તાલીમ પ્રાપ્ત કરે. દિનેશ વાઘમારેએ વધુમાં કહ્યુ હતુ કે, તાલીમ દરમિયાન જે કર્મચારીઓ ગેરહાજર રહેશે તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આ શહેરોમાં યોજાશે મતદાન મુંબઇ, ઠાણે, નવી મુંબઇ, ઉલ્હાસનગર, કલ્યાણ-ડોંબિવલી, ભિવંડી-નિઝામપુર, મીરા-ભાયદંર, વસઇ-વિરાર, પનવેલ, નાસિક, માલેગાંવ, અહિલ્યાનગર, જળગાંવ, ધુળે, પુણે, પિંપરી-ચિંચવડ, સોલાપુર, કોલ્હાપુર, ઇચલકરંજી, સાંગલી-મિરાજ-કુપવાડ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ-વાઘાલા, પરભણી, જાલના, લાતૂર, અમરાવતી, અકોલા, નાગપુર અને ચંદ્રપુરમાં મતદાન હાથ ધરવામાં આવશે. મતદાન કેન્દ્ર પર તમામ સુવિધાઓ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, મતદાનની પ્રક્રિયા વ્યવસ્થિત કરવામાં આવે. મતદાન કેન્દ્ર પર ઉભી કરવામાં આવેલી વ્યવસ્થામાં કોઇ ખલેલ ન પહોંચે તે માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. મતદાતાઓને કોઇપણ પ્રકારની અસુવિધા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. આ પણ વાંચોઃ ઉદ્યોગપતિ ચેન ઝી પર અમેરિકાએ લગાવ્યા છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ, જાણો શું છે મામલો? 

Read Full Story arrow_forward
World Cheapest Silver Price: અહીં મળે છે સૌથી સસ્તી ચાંદી, 30થી 40 હજાર રૂપિયા ઓછી હોય છે કિંમત
calendar_today January 9, 2026

World Cheapest Silver Price: અહીં મળે છે સૌથી સસ્તી ચાંદી, 30થી 40 હજાર રૂપિયા ઓછી હોય છે કિંમત

ભારતમાં અત્યારે સોના અને ચાંદીની કિંમત ટોચ પર છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થઇરહ્યો છે. અત્યારે ચાંદી અઢી લાખ રૂપિયા પ્રતિ કિલોને આસપાસ પહોંચી છે. જો કે પહેલા એવુ હતું કે માત્ર સોનાના ભાવમાં જ રેકોર્ડ બ્રેક વધારો થતો હતો જો કે હવે ચાંદી પણ તે દિશામાં જ આગળ વધી રહી છે. ભારતમાં ચાંદીની કિંમત સૌથી વધારે મોટાભાગના લોકો એવુ માને છે કે દુબઇમાં સોનું સસ્તુ મળે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે દુનિયામાં એવા ઘણા દેશોમાં ચાંદી ભારત કરતા સસ્તી મળે છે. આ લિસ્ટમાં ચિલી સૌથી ઉપર આવે છે. અહીં ચાંદીની કિંમત મામલે ચિલી દુનિયાનો સૌથી સસ્તો દેશ ગણાય છે. ક્યાં મળે છે ભારત કરતા સસ્તી ચાંદી? ગોલ્ડ બ્રોકર રિપોર્ટ મુજબ ચિલીમાં ચાંદીની કિંમત ભારત કરતા 30થી 40 હજાર રૂપિયા પ્રતિ કિલોએ ઓછા છે. ચિલી ચાંદીનું ઉત્પાદન કરનારા મોટા કેન્દ્રોમાં સામેલ છે. જેથી ત્યાં ચાંદીના ભાવ ઓછા હોય છે. ચિલી બાદ બીજા નંબરે રશિયા આવે છે. અહીં ભારતની તુલનાએ ચાંદી 20 થી 30 હજાર રૂપિયા પ્રતિ કિલો સસ્તી મળે છે. સ્થાનિક ઉત્પાદન અને ઓછા ટેક્સ હોવાને કારણે અહીં ચાંદીનો ભાવ ઓછો છે. ત્રીજા સ્થાને છે ચીન. સિલ્વર પ્રાઇસના રિપોર્ટ અનુસાર 1 કિલો ચાંદીની કિંમત 2 લાખ 21 હજાર છે. જે ભારત કરત ઘણી ઓછી છે. કારણ કે ચીન પોતે ચાંદીનો મુખ્ય ઉત્પાદક અને ગ્રાહક પણ છે. ભારત આ યાદીમાં ચોથા ક્રમે છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, આર્જેન્ટિના, બોલિવિયા, મેક્સિકો, પોર્ટુગલ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોનો ક્રમ આવે છે.ચાંદીમાં વધી રહ્યું છે રોકાણ છેલ્લા કેટલાક વર્ષોમાં, ફુગાવો, વૈશ્વિક અનિશ્ચિતતા અને ડોલરના મજબૂતીકરણે રોકાણકારોને સુરક્ષિત વિકલ્પો તરફ ધકેલી દીધા છે. પહેલાં, આ વિશ્વાસ ફક્ત સોના પર કેન્દ્રિત હતો, પરંતુ હવે ચાંદી પણ સલામત રોકાણ વિકલ્પ તરીકે ઉભરી રહી છે. આ જ કારણ છે કે ઔદ્યોગિક માંગની સાથે રોકાણની માંગ પણ ઝડપથી વધી છે.આ પણ વાંચો- Ruchak Rajyog: 7 દિવસ બાદ મંગળ ચમકાવશે આ રાશિની કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ

Read Full Story arrow_forward
Bhavnagar News : બગદાણા હુમલા કેસમાં ઠાકોર સમાજ લાલઘૂમ, તપાસ 'નિર્લિપ્ત રાય'ને સોંપવાની ઉગ્ર માંગ
calendar_today January 9, 2026

Bhavnagar News : બગદાણા હુમલા કેસમાં ઠાકોર સમાજ લાલઘૂમ, તપાસ 'નિર્લિપ્ત રાય'ને સોંપવાની ઉગ્ર માંગ

બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં તળાજા પંથકમાં તળપદા અને ઠાકોર સમાજના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા અને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સમાજની મુખ્ય માંગણી છે કે આ કેસની તપાસ કોઈ સામાન્ય SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ને સોંપવાને બદલે નિષ્ઠાવાન અધિકારી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવે. અગ્રણીઓનું માનવું છે કે તટસ્થ તપાસ દ્વારા જ મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકાશે.બગદાણામાં તંગદિલી આ ઉપરાંત, હુમલા પાછળના ષડયંત્રને ખુલ્લું પાડવા માટે હુમલા પહેલા અને પછીની તમામ કોલ ડિટેઈલ્સની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સમાજે સ્પષ્ટ કર્યું છે કે હુમલાખોરો અને તેમની પાછળ રહેલા માસ્ટરમાઇન્ડના કોલ રેકોર્ડ જાહેર કરવામાં આવે જેથી સત્ય સામે આવી શકે. જો આગામી દિવસોમાં મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે અને તપાસમાં પારદર્શિતા નહીં જણાય, તો સમાજ દ્વારા જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ પણ વાંચો : Surat News : માંગરોળમાં સ્કૂલ બસ ચાલકની ઘોર બેદરકારી, વિદ્યાર્થીઓને મધદરિયે મૂકી ડ્રાઈવર બસમાંથી કૂદી પડ્યો

Read Full Story arrow_forward