Rajkot News : રાજકોટ શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક, શેરીમાંથી નીકળતા બાળકો પાછળ દોડે છે કૂતરા
રાજકોટની જૂની મહેશ્વરી સોસાયટીમાં રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો છે, શેરીમાંથી નીકળતા બાળકો પાછળ દોડે છે કૂતરા અને કૂતરાઓએ સ્થાનિકોની ગાડીમાં પહોંચાડ્યું નુકસાન, સ્થાનિકોની ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે અને સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા. રાજકોટ શહેરની જૂની મહેશ્વરી સોસાયટીમાં રખડતા શ્વાનનો આંતક રાજકોટ શહેરમાં રખડતા કૂતરાનો આતંક વધતો જાય છે અને કૂતરાઓ વાહનો પર ઢાંકેલા કવરને પણ નુકસાન પહોંચાડતા હોય છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, વારંવાર કોર્પોરેશન અને વોર્ડના કોર્પોરેટરને રજૂઆત કરી છે તેમ છત્તા આ સમસ્યા દૂર થતી નથી અને લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, ત્યારે રાજકોટ કોર્પોરેશન તમે પણ જગ્યાએ જાવ તો તમને પણ ખબર પડશે કે, એકલ-દોકલને કૂતરાઓ કરડી રહ્યાં છે અને સ્થાનિકોમાં ભય છે. જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ? સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો. ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો. તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો. પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ? તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો. તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો. તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો.. જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ. જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો. આ પણ વાંચો : Railway News : કાંદિવલી–બોરીવલી વિભાગ પર મેજર બ્લોકના કારણે આ ટ્રેનોને થશે મોટી અસર
Read Full Story arrow_forward