android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News : રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદથી ટ્રેનમાં પધારેલા યાત્રિકોનું વેરાવળ સ્ટેશન પર ઢોલ નગારા, શરણાઈ, ભાતીગળ ગરબાથી સ્વાગત કરાયું
calendar_today January 9, 2026

Gir Somnath News : રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદથી ટ્રેનમાં પધારેલા યાત્રિકોનું વેરાવળ સ્ટેશન પર ઢોલ નગારા, શરણાઈ, ભાતીગળ ગરબાથી સ્વાગત કરાયું

આ અંતર્ગત રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોથી સોમનાથ આવવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પવિત્ર સોમનાથધામે આવનારા શ્રદ્ધાળુઓને સુલભ, સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે.જય સોમનાથા નાદથી વેરાવળ સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું હતું સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વેરાવળ રેલવે સ્ટેશન પર વિશેષ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો વિવિધ શહેરોથી ટ્રેન મારફતે પહોંચેલા શિવભક્ત શ્રદ્ધાળુઓનું કુમકુમ તિલક કરી તથા પુષ્પગુચ્છ અર્પણ કરીને ઢોલ-નગારા, શરણાઈ અને ભાતીગળ ગરબા દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં ભક્તિભાવ, આત્મીયતા અને સોમનાથ પ્રત્યેની અડગ આસ્થાનો ભાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. ૯ જાન્યુઆરીની ઊઘડતી ઉષાએ યાત્રાળુઓના 'હર હર મહાદેવ-જય સોમનાથના નાદથી પ્રભાસ ભૂમિ પર વેરાવળ સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું હતું.વિશેષ ટ્રેન મારફતે ભકતો સોમનાથ પહોંચ્યા સ્ટેશથી મંદિર સુધી અને પરત ત્રણ સુધી જવા માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના થકી રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શન કરી શકે છે. વિશેષ ટ્રેન સુવિધાથી શિવભક્તોને સમયસર અને આરામદાયક મુસાફરી મળી રહી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શ્રદ્ધાળુઓ માટે આવાગમન, માર્ગદર્શન તથા વ્યવસ્થાપન સહિતની વિવિધ સુવિધાઓ સુચારુ રીતે અમલમાં મૂકવામાં આવી છે. સ્ટેશનથી મંદિર જવા માટે બસ સુવિધા પણ ઉપલબ્ધ વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ મંદિર સુધી શ્રદ્ધાળુઓને સરળતા અને સગવડ મળે તે માટે સંકલિત આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે તાપી જિલ્લાનાઅક્ષય પંચાલ એ જણાવ્યું કે, અમને આપવામાં આવેલી સુવિધાના લીધે સારી રીતે દર્શન થઈ શકશે. આ અવસરમાં સહભાગી થવાનો આનંદ છે. સુરતના રહેવાસી હેલી બહેન રાઠોડ એ જણાવ્યું હતું કે, અહીંયા ટ્રેનમાં યાત્રા દરમિયાન સારી સુવિધા મળી. સ્ટેશનથી મંદિર સુધી જવાની બસમાં વ્યસ્થા છે જેથી સરળતાથી દર્શન થઈ શકશે. આ પણ વાંચો : Navsari News : નવસારીના દાતેંજ છાપરા રોડ પર ફાયરિંગની ઘટના, રૂપિયાની લેતીદેતીને લઈ થઈ હતી બબાલ

Read Full Story arrow_forward
Panchmahal Road Accident: ગોધરા-અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ, એક જીવતો ભૂંજાયો
calendar_today January 9, 2026

Panchmahal Road Accident: ગોધરા-અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ, એક જીવતો ભૂંજાયો

પંચમહાલ જિલ્લામાં ગોધરા-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામલી ગામ પાસે બે ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ એક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ટ્રક ચાલકનું કેબિનમાં જ સળગી જવાથી કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે.કેવી રીતે સર્જાયો અકસ્માત? ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ હાઈવે પર સામલી ગામ નજીક ટાઇલ્સ ભરીને જતી એક ટ્રક અને ડેરી પ્રોડક્ટ્સ ભરેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે, એક ટ્રક બેકાબૂ બની રોડ સાઈડમાં આવેલા વીજ થાંભલા સાથે અથડાઈ હતી. વીજ થાંભલા સાથે અથડાતા ટ્રક બની આગનો ગોળો ટ્રક વીજ થાંભલા સાથે અથડાતા શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણને કારણે ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કમનસીબે, ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો અને બહાર નીકળે તે પહેલા જ આગમાં જીવતો સળગી ગયો હતો. આ અકસ્માતમાં અન્ય બે લોકો સમયસૂચકતા વાપરીને બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેથી તેમનો જીવ બચી ગયો છે. ફાયર ફાઈટર્સે આગ પર મેળવ્યો કાબુ આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં આખી ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ પણ વાંચો - Godhara: પરવડી બાયપાસ પર કાળમુખો ટ્રક બે મકાનોમાં ઘૂસ્યો, દિવાલો ધરાશાયી થતા મોટું નુકસાન

Read Full Story arrow_forward
Surat માં રોંગમાં આવતા બાઈકને કારણે અકસ્માત!, સીટી બસ નીચે કચડાતા 29 વર્ષીય યુવાનનું કરુણ મોત
calendar_today January 9, 2026

Surat માં રોંગમાં આવતા બાઈકને કારણે અકસ્માત!, સીટી બસ નીચે કચડાતા 29 વર્ષીય યુવાનનું કરુણ મોત

સુરતના કતારગામ વિસ્તારમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવાની લાયમાં એક ૨૯ વર્ષીય આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો યુવાન પોતાનું બાઈક લઈને રોંગ સાઈડમાં આવી રહ્યો હતો, ત્યારે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લિપ થઈ ગયું હતું. આ દરમિયાન બાજુમાંથી પસાર થઈ રહેલી સીટી બસના પાછળના ટાયર નીચે યુવાન આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને કોઈપણ ધ્રૂજી ઉઠે તેમ છે.બસનું ટાયર ફરી વળ્યું... મૃતક યુવાનની ઓળખ હીરાના કારખાનેદાર તરીકે થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનને હોસ્પિટલ પહોંચાડવાનો પણ સમય મળ્યો ન હતો. આ ઘટનાને પગલે કતારગામ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને રોંગ સાઈડમાં વાહન હંકારવું કેટલું જોખમી હોઈ શકે છે, તે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે. યુવાનના અકાળે અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ પણ વાંચો : Surat મનપાની ગંભીર બેદરકારી પર CMની લાલ આંખ, ગટર અને પીવાની પાણીની લાઈન જોડે નાખતા મચ્યો હોબાળો

Read Full Story arrow_forward