android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સોમનાથ સ્વાભિમાન પર્વને લઇને અખંડ ઓમકાર જાપ અને શિવ ભજનમાં 500 બહેનો જોડાઇ
calendar_today January 9, 2026

સોમનાથ સ્વાભિમાન પર્વને લઇને અખંડ ઓમકાર જાપ અને શિવ ભજનમાં 500 બહેનો જોડાઇ

સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથમાં શિવ ભક્તિનું અનોખું પર્વ બન્યું છે. અતુટ આસ્થાના 1000 વર્ષ અંતર્ગત સોમનાથમાં ત્રિ દિવસીય કાર્યક્રમોમાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા છે.

Read Full Story arrow_forward
Navsari News : નવસારીના દાતેંજ છાપરા રોડ પર ફાયરિંગની ઘટના, રૂપિયાની લેતીદેતીને લઈ થઈ હતી બબાલ
calendar_today January 9, 2026

Navsari News : નવસારીના દાતેંજ છાપરા રોડ પર ફાયરિંગની ઘટના, રૂપિયાની લેતીદેતીને લઈ થઈ હતી બબાલ

નવસારી શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે, રૂપિયાની લેતીદેતીમાં આ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, તો જાહેર રોડ પર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ અને ફાયરિંગનો અવાજ આવતા લોકો રોડ પર ઉભા રહી ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, નવસારી પોલીસે ઘટનાને પગલે તપાસ હાથ ધરી છે. નવસારીમાં બની ફાયરિંગની ઘટના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો જમીન વિવાદને લઈ આ ફાયરિંગ થયુ હતુ અને દાંતેજ રોડ પર ફાયરિંગની ઘટના બની છે, જમીનના માલિક પર 2 લોકોએ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે જેમાં જેનું હથિયાર હતુ તેને પણ ગોળી વાગી હતી અને તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, નવસારી પોલીસે આર્મસ એકટ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ઈજાગ્રસ્તને જાંઘના ભાગે ગોળી વાગતા લોહી વહ્યું હતુ. વિજલપોર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી જમીના માલિક પ્રકાશ કથીરિયા છે અને તેઓ વધુ ઈજાગ્રસ્ત થયા છે, તો પોલીસને આશંકા છે કે, હત્યા કરવાના ઈરાદે આ ફાયરિંગ કર્યુ હોઈ શકે છે અને ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, કોને કોની પાસેથી રૂપિયા લેવાના છે તે વાત હજી સામે આવી નથી, તો ઈજાગ્રસ્તોના નિવેદન પણ નોંધાવામાં આવ્યા છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે પોલીસે લીધા છે. આ પણ વાંચો : Vadodara News : લો બોલો, ફૂડ વિભાગની ટીમ પાણીપુરીનું ચેકિંગ કરવા ગઈ તો લવ્લી સ્વીટમાંથી 13,200 કિલો અખાદ્ય મીઠાઈનો જથ્થો મળી આવ્યો

Read Full Story arrow_forward
Ahmedabad News : AMCની બેદરકારીનો ભોગ બન્યું માસૂમ, સરસપુરમાં ગટરનું ઢાંકણ પડતા 4 વર્ષના બાળકનું મોત
calendar_today January 9, 2026

Ahmedabad News : AMCની બેદરકારીનો ભોગ બન્યું માસૂમ, સરસપુરમાં ગટરનું ઢાંકણ પડતા 4 વર્ષના બાળકનું મોત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના તંત્રની ઘોર બેદરકારીના કારણે વધુ એક માસૂમ બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરના સરસપુર રખિયાલ વોર્ડ વિસ્તારમાં ગઈકાલે સવારે એક ચાર વર્ષનું બાળક ઘર પાસે રમી રહ્યું હતું, તે દરમિયાન ગટરનું ભારેખમ ઢાંકણ અચાનક બાળક પર પડ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગટરનું આ ઢાંકણ તંત્ર દ્વારા યોગ્ય રીતે બેસાડવામાં આવ્યું ન હતું, જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું છે.સરસપુરમાં ગમખ્વાર ઘટના આ ઘટનાને પગલે મૃતક બાળકના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે અને વિસ્તારના લોકોમાં મનપાની કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની આ લાપરવાહી સામે પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આવી જોખમી ગટરો અને ઢાંકણાઓનું સમારકામ કરવામાં આવતું નથી, જેનો ભોગ હવે નિર્દોષ નાગરિકો અને બાળકો બની રહ્યા છે. અ પણ વાંચો : Weather News : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, જાણો કયા શહેરમાં કેટલા ડિગ્રી તાપમાન નોંધાયું...

Read Full Story arrow_forward