android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે 2 કરોડની ફી વાલીઓને કરવી પડશે પરત, FRCએ નક્કી કરેલી ફી કરતા લેતા હતા વધુ ફી
calendar_today January 9, 2026

Ahmedabad News : અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે 2 કરોડની ફી વાલીઓને કરવી પડશે પરત, FRCએ નક્કી કરેલી ફી કરતા લેતા હતા વધુ ફી

શહેરના નારણપુરામાં આવેલી સેંટ ઝેવિયર્સ સ્કૂલની FRCએ નક્કી કરેલી ફીનો ઓર્ડર રિવિઝન કમિટી દ્વારા યોગ્ય ઠેરવવામાં આવ્યો છે. રિવિઝન કમિટીના નિર્ણય બાદ હવે સેંટ ઝેવિયર્સ સ્કૂલે વર્ષ-૨૦૨૪-૨૫ના ધોરણ.૧ થી ૮નાં અંદાજે ૧,૫૯૦ જેટલા વિદ્યાર્થીઓને રૂ.૨.૦૮ કરોડ જેટલી ફી પરત કરવી પડશે. રિવિઝન કમિટીના હુકમના આધારે અમદાવાદ ઝોનની FRCએ ૧૫ દિવસમાં વિદ્યાર્થીઓને વધારાની ફી પરત ચૂકવવાનો આદેશ કર્યો છે. ફી કમિટી દ્વારા સ્કૂલની પ્રોવિઝનલ ફીમાં કાપ મૂક્યો હતો સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા ધોરણ-૧થી ૮ની ફી માટે અમદાવાદ એવવી કમિટી સમક્ષ દરખાસ્ત કરી હતી, જેમાં સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે કમિટી સમક્ષ રૂ. ૩૯,૩૬૦ની ફી માટે દરખાસ્ત કરી હતી. દરખાસ્તના અનુસંધાને અમદાવાદ ઝોનની ફી કમિટી દ્વારા સ્કૂલના તમામ ખર્ચ સહિતની વિગતોની ચકાસણી કરી હતી. જેમાં સ્કૂલના ખર્ચની સરખામણીમાં ફી વધુ હોવાનું જણાતા ફી કમિટી દ્વારા સ્કૂલની પ્રોવિઝનલ ફીમાં કાપ મૂક્યો હતો. સ્કૂલ દ્વારા દરખાસ્ત મુજબની જ ફી વસૂલવાનું શરૂ કરી દીધું હતું કમિટીએ સ્કૂલની પ્રોવિઝનલ ફી રૂ. ૨૨,૫૦૦ નક્કી કરી હતી અને ત્યારબાદના તબક્કાવાર વર્ષ પ્રમાણેની ફી રૂ. ૨૩,૫૦૦ અને રૂ. ૨૫,૦૦૦ નક્કી કરાઈ હતી. એ પછી ફાઇનલ ઓર્ડરમાં કમિટીએ વર્ષ-૨૦૨૪-૨૫ માટે ફાઇનલ ફી રૂ.૨૬,૨૫૦, શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ.૨૭,૫૦૦ અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૨૯,૨૫૦ નક્કી કરી હતી. સ્કૂલ દ્વારા દરખાસ્ત મુજબની જ ફી વસૂલવાનું શરૂ કરી દીધું હતું. આ પણ વાંચો : Ahmedabad News : વધતા રોગચાળા વચ્ચે મહત્વના સમાચાર, અમદાવાદમાં રૂ.300 કરોડના ખર્ચે જૂની પાણી-ડ્રેનેજ લાઈન બદલાશે

Read Full Story arrow_forward
Vadodara News : વડોદરામાં 13 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, નરાધમોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી
calendar_today January 9, 2026

Vadodara News : વડોદરામાં 13 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, નરાધમોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી

બે નરાધમોએ સગીરાને મકાનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ છે અને ચાર કલાક સુધી સગીરાને ગોંધી રાખી દુષ્કર્મ કર્યું, નવાયાર્ડ વિસ્તારમાં બની ઘટના અને સગીરા સવારે ઘરેથી નિકળી ચાર કલાક ગુમ રહી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓને ઝડપ્યા છે, આરોપીઓને કડક સજાની પીડિતાના પરિવારની માગ છે. વડોદરામાં 13 વર્ષની કિશોરી સાથે સામુહિક દુષ્કર્મ વડોદરામાં ફરી સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે જેમાં પીડિતાનાં સ્વજનોનો SSG હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે, બે નરાધમોએ એક મકાનમાં લઈ જઈને સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ અને ચાર કલાક સુધી સગીરાને ગોંધી રાખી હોવાની વાત સામે આવી છે, પોલીસે ગણતરીના કલાકોમાં 2 નરાધમોને ઝડપી પાડયા છે. જયારે નરાધમોએ સગીરાને મુકત કરી ત્યારબાદ સગીરાની પૂછપરછ તેના માતા-પિતાએ કરી હતી અને તેમાં સામે આવ્યું કે સગીરા સાથે દુષ્કર્મ થયું હતુ. સગીરાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાઈ તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે, આરોપીઓને લઈ પોલીસ રિ-કન્ટ્રકશન પણ કરી શકે છે, તો સગીરાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડી છે, સગીરાના પિતાનું કહેવું છે કે, જે મારી દીકરી સાથે થયું તેવું બીજી દીકરી સાથે ના થવું જોઈએ અને આરોપીને ફાંસીની સજા આવે તેવી માગ પણ પરિજનોએ ઉચ્ચારી છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે 2 કરોડની ફી વાલીઓને કરવી પડશે પરત, FRCએ નક્કી કરેલી ફી કરતા લેતા હતા વધુ ફી

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું, સૌથી વધુ થલતેજ વિસ્તારની હવા પ્રદૂષિત બની
calendar_today January 9, 2026

Ahmedabad News : અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું, સૌથી વધુ થલતેજ વિસ્તારની હવા પ્રદૂષિત બની

અમદાવાદ શહેરની હવા ઝેરીલી બની છે, હેબતપુરમાં 449 AQI, ઈસ્કોનમાં 302 AQI, સરખેજમાં 276 AQI, ગુરુકુળમાં 281 AQI, થલતેજમાં 239 AQI, ગોતામાં 234 AQI, ઇસનપુરમાં 219 AQI, શાંતિગ્રામમાં 210 AQI, બોડકદેવમાં 209 AQI, બોપલમાં 207 AQI, વાડજમાં 207 AQI, વટવામાં 207 AQI, ઘાટલોડિયામાં 202, ઉસ્માનપુરામાં 201 AQI નોંધાયો છે.શિયાળામાં પ્રદૂષણ તેના સર્વોચ્ચ સ્તરે હોય ત્યારે ફેફસાંના સ્વાસ્થ્યની અવગણના કરી શકાય નહી એકંદરે ક્રોનિક ઓન્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના પછીના વર્ષોમાં આવા કેસમાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે. હવે ૪૦થી ૫૦ વર્ષની વયના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઈ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે. વાયુ પ્રદૂષણને કારણે ધુમ્રપાન નહિ કરનારા યુવાનોના કેસ પણ જોવા મળી રહ્યા છે. નવેમ્બર મહિનામાં વર્લ્ડ સીઓપીડી અવેરનેસ મંથની ઉજવણી થાય છે આ તબક્કે પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે, લોકોએ જાગૃતિ, સમયસર ટેસ્ટિંગને પ્રાથમિકતા આપવી જોઈએ. વાયુ પ્રદૂષણને લીધે ગુજરાતમાં સીઓપીડી કેસમાં વધારો થયો છે. ડબ્લ્યુએચઓના મત મુજબ વિશ્વમાં લોકોના મૃત્યુ માટેના કારણમાં સીઓપીડી ચોથા ક્રમેથી હવે ત્રીજા ક્રમે આવી ગયું છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ સરળ, ઝડપી છે, જે વ્યક્તિના ફેફસાં હકીકતમાં કેટલી સારી રીતે કામ કરે છે તેની માહિતી આપે છે, ઘણા દર્દીઓ પરિસ્થિતિ વણસે અને ફેફસાંને પહેલેથી જ નુકસાન થઈ ગયું હોય ત્યારે જ આવે છે, વહેલા પીએફટી સ્ક્રીનિંગથી સીઓપીડીનું વહેલું નિદાન કરી શકાય છે, જેમ ડાયાબિટિસ મેનેજ કરીએ તેમ યોગ્ય દવાથી સીઓપીડીને કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકીએ છીએ. આ ટેસ્ટ હૃદયની સમસ્યાને રોકે છે ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિ કરતાં ફેફસાંના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. શિયાળાની સિઝનમાં હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડાને કારણે સમસ્યામાં વધારો થાય છે, ઠંડી હવા પ્રદૂષકોને જમીનને વધુ નજીક રોકી રહે છે, જેનાથી ધૂળ, ધુમાડો, રજકણો અને વાહનોમાંથી નીકળતાં ધુમાડાની માત્રા વધી જાય છે, જેને લોકો શ્વાસમાં લે છે. આ પ્રદૂષકો શ્વાસ નળીમાં બળતરા પેદાં કરે છે. ફેફસાંની ક્ષમતા ઘટાડે છે, અસ્થમા અને બોંકાઈટિસ જેવી બીમારીમાં વધારો કરે છે. ઘરની બહાર માસ્ક પહેરવું જોઈએ, પ્રદૂષણ વધુ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ, જેથી ફેફસાં ઉપરનો તણાવ ઘટે છે. આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં 13 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, નરાધમોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી

Read Full Story arrow_forward