Vadodara:ડભોઇની 4 ભાગોળે ઐતિહાસિક કિલ્લાઓનો નિખાર ખીલી ઉઠયો
ઐતિહાસિક નગરી ડભોઈ (દર્ભાવતી) તેની ભવ્ય સ્થાપત્યકલા અને ચાર વિશાળ ભાગોળો (દરવાજા) માટે વિશ્વભરમાં જાણીતી છે. ઘણાં સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા આ ઐતિહાસિક કિલ્લા અને ભાગોળોની સઘન સાફ-સફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરાઇ છે. જેના પરિણામે આ વિરાસત ફરી એકવાર સોળે કળાએ ખીલી ઉઠી છે.ડભોઈની વિખ્યાત ચારે ભાગોળોની સફાઈ બાદ તેમનું નકશીકામ અને પથ્થરોની કારીગરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પુરાતત્વ ખાતા દ્વારા કરેલી કામગીરીને કારણે આ ઐતિહાસિક સ્થાપત્યોની સુંદરતામાં અનેરો નિખાર આવ્યો છે. ડભોઈમાં મુખ્ય 4 ભાગોળમાં હીરા ભાગોળ સૌથી પ્રખ્યાત અને કલાત્મક વડોદરી ભાગોળ. મહુડી અને નાંદોદી ભાગોળ ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. કેવડિયા SOU જતા પ્રવાસીઓ હવે ડભોઈના કિલ્લાની મુલાકાત લેવાનું ચૂકતા નથી. વડોદરાથી વઢવાણા જતા સહેલાણીઓ માટે ડભોઈ એક મહત્વનું સ્ટોપ બન્યું છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ આ ઐતિહાસિક વારસાની જાળવણી જોઈને ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે. સહેલાણીઓને સ્વચ્છતા મળે તેવો અમારો અભિગમ સમગ્ર ભારતમાંથી યુવાનો અને પુરાતત્વ ખાતાના અધિકારી અને કર્મચારી દ્વારા ગુરુવારે ડભોઇના ચારે કિલ્લાની સાફ-સફાઈ કરાઇ હતી. સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચાલે છે. જેના ભાગરૂપે સમગ્ર દેશમાંથી અલગ અલગ યુવાનો અહીં આવીને સફાઈ કરી રહ્યા છે. જેના કારણે ડભોઇના ચારે કિલ્લાની સફાઈ કરાતાં અહીં આવતા પ્રવાસીઓને પૂર્તિ સુવિધા અને સ્વચ્છતા મળે તેવો અમારો પ્રયાસ છે. -સાહીલભાઈ બાગડ, એમ,ટી,એસ ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward