android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara:ડભોઇ-કરણેટ રોડ પર રેલિંગના અભાવે કાર કેનાલમાં ખાબકી
calendar_today January 8, 2026

Vadodara:ડભોઇ-કરણેટ રોડ પર રેલિંગના અભાવે કાર કેનાલમાં ખાબકી

ડભોઈથી કરણેટ જતી નર્મદાની મુખ્ય કેનાલ પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. કેનાલ પર પ્રોટેક્શન રેલિંગ ન હોવાને કારણે એક કાર સીધી કેનાલમાં ઉતરી ગઈ હતી. સદનસીબે, સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે કારમાં સવાર બે વ્યક્તિનો જીવ બચી ગયો હતો.ગુરુવારે સવારે એક કાર કરણેટ તરફ્થી આવતી હતી. ત્યારે સામેથી આવતા એક બાઈક સવારને બચાવવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કેનાલના કિનારે સુરક્ષા માટે કોઈ રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાથી કાર સીધી કેનાલમાં ખાબકી હતી. ગાડી કેનાલમાં પડતા જ કારમાં સવાર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેને પગલે ગ્રામજનો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફ્સાયેલા બંને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢયા હતા. પ્રાથમિક માહિતી મુજબ બંનેને સામાન્ય ઈજા પહોંચી છે. પરંતુ એક મોટી જાનહાનિ ટળી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં નર્મદા નિગમના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે, વારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલ પર રેલિંગ લગાડાતી નથી. અધિકારીઓની બેદરકારીને કારણે નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Padra:શિરડી ખાતે સાંઇબાબા મંદિરે ભક્તિપૂર્વક ધ્વજા અર્પણ કરાઇ
calendar_today January 8, 2026

Padra:શિરડી ખાતે સાંઇબાબા મંદિરે ભક્તિપૂર્વક ધ્વજા અર્પણ કરાઇ

પાદરા શ્રી સાંઈ સેવા સમિતિ ટ્રસ્ટ, સ્ટેશન રોડ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પાદરા થી શિરડી પગપાળા સંઘનું આયોજન કરાયું હતું. સંઘના પ્રસ્થાન પૂર્વે પાદરા નગરમાં ભવ્ય પાલખી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લઈને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. સ્ટેશન રોડ સ્થિત સાંઈબાબાના મંદિરેથી સાંઈબાબાની પાલખી, ધજાઓ તથા પદયાત્રીઓના સંઘ સાથે પાદરાના મુખ્ય માર્ગો પરથી પાલખી શોભાયાત્રા નીકળી હતી. ત્યારે 15 દિવસની પદયાત્રા પૂર્ણ કરીને તા.7 જાન્યુ.-26ના રોજ શિરડી ખાતે વાજતે ગાજતે શોભાયાત્રા સાથે પાલખી યાત્રા સાથે નિજ મંદિરે પહોચી ધ્વજા ચઢાવાઇ હતી. આ પ્રસંગે પાદરાના અગ્રણી ઉદ્યોગપતિ હિતેશ પટેલ (મારૂતિ સિરામિક), પાદરા નગરપાલિકાના સદસ્ય સુભાષ પટેલ, કૌશિક દરજી સહિત શ્રી સાંઈ સેવા સમિતિના કાર્યકરો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર યાત્રામાં આ વર્ષે 50થી વધુ ભક્તોએ પગપાળા સંઘમાં જોડાઈ ઉમંગ અને શ્રદ્ધા સાથે ભાગ લીધો હતો. દરમિયાન પાદરાથી કેટલાક સાઈ ભક્તો શિરડી પહોચ્યા હતા અને દર્શન નો લાભ લીધો હતો. અને શિરડી ખાતે ધ્વજા ની શોભાયાત્રા માં જોડાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:શિનોર હનિટ્રેપ કેસમાં વધુ બે આરોપી ઝડપાયા
calendar_today January 8, 2026

Vadodara:શિનોર હનિટ્રેપ કેસમાં વધુ બે આરોપી ઝડપાયા

શિનોર : ગત તા. 9 ડિસેમ્બર-25ના રોજ ફેસબુક પર ફ્રેન્ડ બની કમલેશ દવેને કાવતરૂ કરી પિંકી પટેલ તથા અન્ય 4 નકલી પોલીસ દ્વારા ડ્રગના ગુનામાં ફ્સાવવાની ધમકી આપી રૂા. 7 લાખ પડાવી લીધાની ફરિયાદ કમલેશ દવેએ શિનોર પોલીસ મથકે નોંધાવી હતી. તેમાં બે આરોપી પકડાયા હતા. અન્ય બે પિતા-પુત્ર આરોપી ઝડપાયા છે. હજુ 4 આરોપી પોલીસ પકડથી દૂર છે.પિંકી પટેલ નામની યુવતીએ વડોદરાના નિવૃત્ત કર્મચારી કમલેશ દવે (ઉં.68)ને ફેસબૂક પર ફ્રેન્ડ બનાવી વાતોમાં ફેસલાવી માલસર દર્શન કરી પરત શિનોરમાં ગરનાળા પાસે બેઠેલા, ત્યારે પ્લાન મુજબ સફેદ કારમાં અન્ય 4 ઈસમે આવી પોતાને પોલીસ જણાવી, કમલેશ દવેને જણાવ્યું કે આ યુવતી પાંચ ડ્રગના કેસમાં આરોપી છે. તમે તેના સાથીદાર હોય તમે પણ આરોપી છે, તેમ કહીને કિડનેપ કર્યા હતા. ડ્રગના કેસમાંથી બચવા રૂા. 9 લાખની માગ કરી હતી. પતાવટ કરવા પેટે રૂા.7 લાખ લઈ યુવતી તથા 4 આરોપી ભાગી ગયા હતા. તેનો ગુનો શિનોર પો. સ્ટે.માં નોંધાતા એક આરોપી હાર્દિક કનૈયાલાલ શેઠ પકડાયો હતો. જે બાદ તા.19 ડિસેમ્બર-25ના રોજ બીજો આરોપી કેતન ઉર્ફે શાંતુ નરેન્દ્ર ત્રિવેદી જે નિવૃત્ત PIનો પુત્ર છે, તે પકડાયો હતો. પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય સુશીલ અગ્રવાલના જણાવ્યા મુજબ, આ કેસમાં હજુ અંકિતા યજ્ઞેશ રાવલ, અંજનાબેન ઉર્ફે પિંકી પટેલ, રાજેશ પટેલ તથા મહેશ(વલસાડ)ને પકડવાના બાકી છે. આજે વધુ બે આરોપીઓ જીતેન્દ્ર ભોગીલાલ રાવલ અને તેનો પુત્ર ધ્રુવ જીતેન્દ્ર રાવલ (રહે. કાંકરોલ તા.હિંમતનગર જિ. સાબરકાંઠા)ને ઝડપી પાડયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward