Vadodara:વાઘોડિયાની વલવા-ગંભીરા રોડ પર કાર પલટતા રૂા. 10 હજારનો દારૂ ઝડપાયો
વાઘોડિયા તાલુકાના છેવાડે વલવા-ગંભીરપુરા રોડ પર નર્મદા કેનાલ ગેટ પાસે એક ઇકોકાર ચાલકે પુરપાટ ઝડપે ગાડી હંકારી પંચમહાલ તરફ જતા ગાડી બેકાબુ બની હતી. જે રોડ પરથી પલટી મારી કેનાલ પાસેના કોતરમા ઝાડી-ઝાંખરાના કારણે કોતરમા અટકી ગઈ હતી. અકસ્માતમા ઇકોનો કચ્ચઘાણ વળી ગયો હતો.ઇકોકાર ચાલક ઘટના સ્થળેથી ગાડી છોડી ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગેની જાણ સ્થાનિક આગેવાનોએ વાઘોડિયા પોલીસને કરી હતી. વાઘોડિયા પોલીસ દ્વારા ઇકોગાડીમા તપાસ કરતા પ્લાસ્ટીકના ક્વૉટરીયા કોથળામાંથી અને બીઅરના ટીન થેલામાંથી મળી આવ્યા હતા. વાઘોડિયા પોલીસે ગામલોકોની મદદથી ગાડીને અન્ય વાહનોથી ખેંચી કોતર બહાર કાઢી હતી. આ ગુન્હામા વાઘોડિયા પોલીસે ઇકોના અજાણ્યા ચાલક સામે ગુન્હો નોંધી પ્લાસ્ટીકના ક્વૉટરીયા અને બીયરના છુટા ટીન મળી રૂા.10,360ની કિંમતનો ભારતીય બનાવટનો દારૂ તથા ઈકોની કિં. રૂા.1 લાખ કુલ મળી મુદ્દામાલ 1, 10,360નો મુદ્દામાલ વાઘોડિયા પોલીસે કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward