android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal: તાલુકામાં 700થી વધુ લોકોને મતદાર યાદીની ખરાઈ અંતર્ગત નોટિસ મોકલાઈ
calendar_today January 8, 2026

Mandal: તાલુકામાં 700થી વધુ લોકોને મતદાર યાદીની ખરાઈ અંતર્ગત નોટિસ મોકલાઈ

રાજ્યમાં મતદારયાદી સુધારણા (સર)ની કામગીરી પુર્ણ થયાં બાદ હવે ચુંટણી પંચે ફોર્મ સ્વીકૃતિ અને ચકાસણી પછી વર્ષ 2002ની મતદારયાદી સાથે પોતાના કોઈ સંબંધીનું નામ નથી, ગણતરીના ફોર્મમાં નીચેના બંને કોષ્ટકો ખાલી છોડી દીધેલાં છે એવા કિસ્સાઓમાં મતદારની ખરાઈ કરવા અંતર્ગત માંડલ તાલુકામાં 700થી વધુ મતદાતાઓને અપીલની નોટીસ મોકલવામાં આવી છે અને હાલ તાલુકા પંચાયતમાં ટીડીઓ અને મામલતદાર કચેરીમાં મામલતદાર દ્વારા આ સર બાબતને લઈ અપીલોની સુનાવણી હાથ ધરાઈ છે. અગાઉ સરની કામગીરી વખતે દરેક મતદારોને પોતાનું ગણતરી ફોર્મ આપ્યું હતું જેમાં ઉપરના કોષ્ટકમાં પોતાની વિગત અને નીચેના કોષ્ટકમાં 2002ની મતદારયાદીમાં પોતાના માતા-પિતા કે અન્ય સંબંધીઓના નામની વિગત તેમનો ચુંટણીકાર્ડ અને મતવિભાગ સહિતની વિગતો ભરવાની હતી પરંતુ 2002ની મતદારયાદીમાં કોઈ સંબંધીના નામો નહોતાં અને કાંતો અન્ય કોઈ કારણોસર જે ઉમેદવારે નીચેના બંને કોષ્ટકો નથી જ ભર્યા એવા લોકોને હવે ચુંટણીપંચે બીલએઓ મારફતથી ઘરેઘરે નોટીસ મોકલી છે અને ખુટતી વિગતો સક્ષમ અધિકારીઓ સામે પુર્ણ કરી પોતાનું નામ મતદારયાદીમાં સુનિશ્ચિત કરી લેવું. માંડલ તાલુકામાં મળતી માહિતી અનુસાર 700થી વધુ લોકોને આ પ્રકારની અપીલ નોટીસ મોકલાઈ છે જેને લઈ છેલ્લાં ત્રણેક દિવસથી બંને સરકારી કચેરીઓમાં અપીલની સુનાવણીની કાગમીરી હાથ ધરવામાં આવી છે સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી આ કામગીરી થતી હોવાની સરકારી કચેરીઓમાં મતદારોની કતારો જોવા મળી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sayla: ગ્રામ્યમાં સરગવાની આડમાં ગાંજાની ખેતી
calendar_today January 8, 2026

Sayla: ગ્રામ્યમાં સરગવાની આડમાં ગાંજાની ખેતી

સાયલા તાલુકાના કસવાળી ગામે થોડા દિવસો પહેલા જ સુરેન્દ્રનગર જિલ્લા SOG તથા ધજાળા પોલીસ દ્વારા બે ખેતરમાંથી કરોડોની કિંમતના મબલક ગાંજાના વાવેતરને ઝડપી લીધાના સમાચારની શ્યાહી હજુ સુકાઇ પણ નથી. ત્યાં પૂર્વ બાતમીના આધારે સાયલા પોલીસ ટીમે તાલુકા ગ્રામ્યના ગોસળ ગામેથી લીલા ગાંજાના જથ્થા સાથે એક ઈસમને દબોચી લેતા ચકચાર મચી જવા પામી છે. નશાની ખેતી કરનાર દેવા કરશનભાઇ પરમારને પોલીસે લીલા ગાંજાના 26 છોડ જેનું વજન 53 કિલો 150 ગ્રામ તેમજ એક ટ્રેક્ટર સહિત કુલ રૂ. 32.57 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતા નશાના વાવેતર અને વેપલાનું કારસ્તાન તાલુકામાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાની પ્રતિતી થવા સાથે મસમોટા નેટવર્કની આશંકા પણ સેવાઇ રહી છે.સાયલા પોલીસ દ્વારા કરાયેલ દરોડા બાદ નશાનો વેપલો કરતા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયાના વાવડ વચ્ચે આ ગુનાની તપાસ ધજાળા પોલીસને સોંપતા તેમના દ્વારા આરોપી દેવા પરમાર ની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. છાસવારે તાલુકા ગ્રામ્યના વિસ્તારોમાંથી નશાનું વાવેતર કે વેચાણ પર તંત્રની આકરી કાર્યવાહી છતાં નશાના સોદાગરોના ખેપીયાઓ તાત્કાલિક રૂપિયા રળી લેવાની લ્હાયમાં જેલની હવા ખાવા સાથે પરિવારની પણ બરબાદી નોંતરી રહ્યા છે. આરોપીને પોલીસ ત્રાટકશેની ગંધ આવતા ગાંજાના છોડ ઉખેડી લીદ્યા સાયલા તાલુકાના ગોસળ ગામની સીમમાં ગાંજાના કરાયેલ વાવેતરની આધારભૂત બાતમીના આધારે લીંબડી પોલીસ ઇસ્પેટર પટેલ,સાયલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચુડાસમા તથા સ્ટાફ્ દ્વારા હાથ ધરાયેલા ખાનગી સર્ચ ઓપરેશનની ગંધ આરોપી દેવા પરમારને આવી જતા તેણે પોતાના ખેતરમાં સરગવાના પાકની આડમાં વાવેલ નશાના વાવેતર એવા ગાંજાના છોડ ઉખેડી ટ્રેકટરમાં ભરેલા જથ્થા સાથે વાડીમાં જ પોલીસ ની ઝપટે ચડી જતા નશાના વાવેતરનું કારસ્તાન ઝડપાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: ઝાંઝરકાનો બિસમાર માર્ગ, અકસ્માતોને નોતરું
calendar_today January 8, 2026

Dhandhuka: ઝાંઝરકાનો બિસમાર માર્ગ, અકસ્માતોને નોતરું

ધંધુકાથી ઝાંઝરકા સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં હોવાથી રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી માર્ગ પર મોટા-નાના ખાડાઓ પડયા હોવાથી વાહનચાલકોમાં ભયનું વાતાવરણ છે.ખાસ કરીને બાઈક ચાલકો માટે આ માર્ગ જોખમરૂપ બન્યો છે. ખાડાઓના કારણે દરરોજ નાના-મોટા અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે, જેમાં અનેક લોકો ઇજા પામ્યા હોવાની ફરિયાદો પણ સામે આવી છે. રાત્રિના સમયે તથા વરસાદ દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે. સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા અનેક વખત રજૂઆતો છતાં માર્ગની સ્થિતિ યથાવત રહેતા રોષ ફાટી નીકળ્યો છે. લોકો તાત્કાલિક અસરથી માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે, નહીં તો આગામી સમયમાં ગંભીર અકસ્માતોની શક્યતા નકારી શકાય નહીં તેવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward