Mandal: પંથકમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો ગ્રામ્યમાં કાતિલ શીતલહેરથી લોકો ઠૂંઠવાયા
અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં જાન્યુઆરીની શરૂઆતથી જ એકાએક ઠંડીમાં વધારો નોંધાયો છે. તેમાંય છેલ્લાં પાંચ દિવસથી માંડલ પંથકમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને હાડ થીજવતી ઠંડી વચ્ચે હવે બાળકોથી લઈ વૃદ્ધો સુધીના સૌ કોઈએ દિવસના સુમારે ગરમ વસ્ત્રનો સહારો લેવો પડી રહ્યો છે. ગ્રામ્ય પંથકમાં હાલ કૃષિની સીઝનો આસપાસના લગભગ વિસ્તારમાં સીમ વિસ્તારોમાં રાત્રીભર ખેડુતો શિયાળુ પાકોને પાણી પીવડાવે જેથી ગામડાઓમાં ઠંડીનું પ્રમાણ વધતું હોય છે. માંડલ નગરમાં પણ સાંજે 7 વાગ્યા પછી અને સવારે 9થી 10 પહેલાં રોડ સુમસામ જોવા મળતાં હોય છે. વહેલી સવારે તો વાહનો, કારના કાચો અને રોડ-રસ્તાઓ ઉપર પણ ઝાકળ છવાયેલો જોવા મળે છે અને સવારે 6 વાગ્યા પહેલાં ગ્રામ્ય માર્ગો પર ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward