android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patdi: પાસે ફોરલેન રોડની કામગીરી સાવ ગોકળગતિએ ચાલતા વેપારીઓને હાલાકી
calendar_today January 8, 2026

Patdi: પાસે ફોરલેન રોડની કામગીરી સાવ ગોકળગતિએ ચાલતા વેપારીઓને હાલાકી

માલવણ થી જેનાબાદ સુધી બનતા ફોરલેન રોડના ગોકળગતિએ ચાલતા કામના કારણે પાટડીના નાના મોટા વેપારીઓના ધંધા ઠપ્પ થઇ ગયા છે અને યોગ્ય ડાયવર્ઝનના અભાવે અકસ્માતો સર્જાતા હોવાથી તાત્કાલીક સમસ્યા ઉકેલવાની માંગ ઉઠી છે.પ્રાપ્ત વિગતો અનુસાર નવા રોડ બનતા સમયે અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલીભગતના કારણે ગુણવતા વગરના રોડ બનતા હોય છે.માલવણ થી જેનાબાદ સુધી હાલ ફોરલેન રોડનું કામ ચાલુ છે ત્યારે પાટડી થી બજાણા રોડ ઉપરના રેલ્વે ફાટક વચ્ચે વેપારીઓની દુકાનો આગળ ચારેક મહિનાથી રોડ ખોદીને મુકેલો છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કામ શરૂ કરાતુ નથી.દુકાનો આગળ જ રોડ ખોદેલો હોવાના કારણે પંકચરવાળા,વ્હીલ એલાઇમેન્ટ,ઓટો ગેરેજ અને પાણીના પ્લાન્ટ સહિતના નાના વેપારીઓના ધંધા ઠપ્પ થઇ ગયા છે.બીજી તરફ આડેધડ ડાયવર્ઝનના અભાવે અકસ્માતો પણ થઇ રહયા છે અને નવા બનતા નાળાના કામ ગુણવતા વગરના થતા હોવાની રાવ ઉઠી છે.આમ કોન્ટ્રાકટર અને અધિકારીઓની બેદરકારીના કારણે નાના નાના વેપારીઓને અને લોકોને મુસ્કેલી પડતી હોવાથી તાત્કાલીક વેપારીઓની સમસ્યા ઉકેલાય એવી માંગ ઉઠી છે. આ ઉપરાંત પાટડી બજાણા રોડ ઉપર વેપારીની દુકાનો આગળ જ રોડ પહોળો થતો હોવાના કારણે ખોદાણ કરીને મુકી દીધુ છે પરંતુ ખોદાણ કર્યા બાદ કામ શરૂ નહી કરતા હોવાથી વેપારીઓના ધંધા બંધ થઇ ગયા હોવાથી તાત્કાલીક કામ શરૂ નહી થવાથી વેપારીઓને ભારે નુકશાની ભોગવવી પડે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: વાવેશ્વર મહાદેવ જળાશયમાં સ્થિતિ નર્કાગારની
calendar_today January 8, 2026

Mandal: વાવેશ્વર મહાદેવ જળાશયમાં સ્થિતિ નર્કાગારની

માંડલ નગરમાં તીર્થોમાનું એક પ્રસિદ્ધ વાવેશ્વર મહાદેવની જગ્યા એ અતિપ્રાચિન અને પાંડવકાલિન જગ્યા છે. અહીં આવેલ કુંડ અને જળાશયમાં સ્નાનનો વિશેષ મહિમા અને શ્રાવણ માસે, ઋષિ પાંચમના તહેવારો, બળેવના તહેવારો દરમ્યાન અહીં ભક્તોનું ઘોડાપૂર હોય છે. અગાઉ શ્રાવણ માસ પુર્વે આ પ્રસિદ્ધ જળાશય અને કુંડમાં સોસાયટી વિસ્તારના ડ્રેનેજ લાઈનોના પાણી ઠલવાતાં હોવાના દાવા સાથે આ જગ્યાના કેટલાંક સંચાલક યુવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ આવેદનપત્ર આપીને રજુઆત કરાઈ હતી અને શ્રાવણ માસ શરૂ થઈ ગયો હતો અને લગભગ પુર્ણ થયો તોય આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નહોતું. ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી અને વારંવાર રજુઆતો પછી ચોમાસાની ભરસીઝને તંત્ર દ્વારા વોકળામાં ડ્રેનેજ લાઈનો આપવાની કામગીરી કરાઈ હતી તેમ છતાં ફરી એકવાર આ જળાશય અને કુંડનું પાણી ઝેરી બન્યું છે અને હજુ પણ આ જળાશયમાં ગટટરના ગંદાપાણીનો નિકાલ થતો હોય તેવી સંચાલકોની રાવ પણ છે. આ જળાશય અને કુંડને જોતાં તમને કોઈ ક્રિકેટનું મેદાન હોય એવું લાગશે પણ ખરેખર લીલું કાચ જેવું પાણી થઈ ગયું છે અને આ વિસ્તારમાં ખુબજ દુર્ગંધ પણ ફેલાઈ છે. આ પાણી ક્યારેક પશુઓ પણ પીતા હોય છે ત્યારે આ જળાશયની આવી સ્થિતીથી પશુઓ અને માણસોના આરોગ્યનો પણ ખતરો રહેલો છે. જળાશયની અંદર પાણીજન્ય જીવો જેવા કે માછલીઓ સેંકડોની સંખ્યામાં મૃતપાય હાલતમાં પડી હોય તેવી ભીંતી પણ સેંવાઈ રહી છે, જળાશય,કુંડમાંથી ડ્રેનેજ લાઈનો કાઢી, ખરાબ પાણીને ખાલી કરાવડાવવાની સાથે આ વાવેશ્વર મહાદેવની પ હજાર કરતાં પણ વધારે વર્ષ જુની પ્રાચિન જગ્યાની જાળવણી અને વિકાસ કરવા લોકમાંગ ઉભી થઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bavla: રજોડા રોડ પર ઇજાગ્રસ્ત વાનરનું રેસ્ક્યૂ
calendar_today January 8, 2026

Bavla: રજોડા રોડ પર ઇજાગ્રસ્ત વાનરનું રેસ્ક્યૂ

અમદાવાદ હાઈવે ઉપર ગુરુવારે વહેલી સવારના સમયે એક વાનરનો અકસ્માત થયો હતો જેમાં વાનરને માથાના ભાગે અને હાથે પગે ગંભીર ઇજાઓ થતા તે દિવાલ કૂદવા જતા રોડ પરના કાદવ કિચડ વાળા પાણીમાં ફ્સાઈ ગયો હતો બનાવની જાણ રાહદારી દ્વારા બાવળા ના જીવ દયા પ્રેમી દાદન વ્હોરા ને કરતા તેઓ બાવળાના સ્થાનિક કિશોર પુજારા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા ઇજાગ્રસ્ત વાનરને ભારે જહેમતે મદદે આવેલા શૈલેષભાઈ અને રાહુલભાઈ ની મદદથી લોખંડની સીડી મારફ્તે રેસ્ક્યુ કરી બાવળા વેટરનરી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વન વિભાગની મદદથી વધુ સારવાર માટે WLC અમદાવાદ મોકલવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward