android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: લાંભામાં છ મહિના પહેલાં ખાતમુર્હૂત કરાયું, પણ રોડ હજુ સુધી બન્યો નથી
calendar_today January 8, 2026

Ahmedabad: લાંભામાં છ મહિના પહેલાં ખાતમુર્હૂત કરાયું, પણ રોડ હજુ સુધી બન્યો નથી

લાંભા વોર્ડમાં સૈજપૂર-ગોપાલપૂરમાં રોડ માટે છ મહિના પહેલા ખાતમુર્હૂત થયું પણ રોડ જ બન્યો નથી.AMC રોડ વિભાગના સ્થાનિક ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના લીધે વાહન ચાલકો ભારે પરેશાન થઇ ગયા છે. પીપળજ રોડના ઉદ્દઘાટનને છ મહિના પછી માત્ર 60 ટકા કામ થયું છે. અધૂરા રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો શારીરિક રોગના ભોગ બની રહ્યા છે. સ્થાનિક લોકોએ કહ્યું કે, લાંભામાં સૈજપૂર-ગોલાપૂરમાં હનુમાન મંદિરથી લઇ શક્તિનગર સુધીના રોડ બનાવવા માટે મંજૂરી મળી હતી. છ મહિના પહેલા કોન્ટ્રાક્ટર સહિત સ્થાનિક રાજકીય આગેવાનોએ ખાતમુર્હૂત કર્યું હતું. આ પછી કોઇ કામ જ શરૂ થયું નથી. હાલ ઉબડખાબડવાળા રોડ પરથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે. પ્રજા પરેશાન છતાં રોડ નહીં બનવાનું કારણ પૂર્વ વિસ્તારના મ્યુનિ. ઉચ્ચઅધિકારીઓ આપી શક્તા નથી. આજ વિસ્તારમાં બે વર્ષ પહેલા ગોલ્ડન સીનેમાથી અમન ફલેટથી વડાલા બોર સુધીનો નવા રોડનું કામ મંજૂર થયું હતું. જેમાં અત્યાર સુધીમાં માત્ર 40 ટકા રોડ થયો છે અને હજી 60 ટકા બાકી છે. આ રોડ પરથી રોજ એકથી બે હજાર વાહનોની અવરજવર રહે છે. આનાથી અલીપ્તનગરથી કેનાલ સુધી, પટેલ એસ્ટેટથી બાગેકૌશર થઇ ગ્રીન પાર્કમાંથી અવરજવર કરતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિક કોર્પોરેટરે કહ્યું કે, વાહન ચાલકોને શારિરીક પીડા ભોગવી પડતી હોવા છતાં નિર્લજ્જ તંત્ર પગલાં ભરતું નથી. પીપળજગામથી અશોક હોટલથી વિનોદ ફેકટરી થઇ લક્ષ્મીપુરા જવાના ગામના રોડ પર ખાતમુર્હૂતને છ મહિના થયા છે, પરંતુ 60 ટકા કામ પૂરૂ થયું છે. 40 ટકા કામ નહીં થતાં લાંભા, ઇન્દિરાનગર, લક્ષ્મીપૂરા, વટવાના ટ્રાફિકને સીધી અસર થઇ રહી છે. રોજના હજારો વાહન ચાલકો ખરાબ રોડથી કંટાળી ગયા હોવાનો લોકોએ રોષ ઠાલવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News: એમ.એમ. પટેલ કોલેજ લાંચ કેસમાં વોચમેનના એક દિવસના રિમાન્ડ મંજૂર, ટ્રસ્ટી હજુ ફરાર
calendar_today January 8, 2026

Ahmedabad News: એમ.એમ. પટેલ કોલેજ લાંચ કેસમાં વોચમેનના એક દિવસના રિમાન્ડ મંજૂર, ટ્રસ્ટી હજુ ફરાર

અમદાવાદ: નિવૃત્ત પ્રિન્સિપાલની ફાઈલો પાસ કરવાના બદલામાં રૂ.3 લાખની લાંચ માંગવાના પ્રકરણમાં એસીબીએ મહત્વની કાર્યવાહી કરી છે. આ કેસમાં પકડાયેલા વોચમેન મુરલી મનોહર જડોલાને સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.શું છે સમગ્ર મામલો? એમ.એમ. પટેલ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલના પેન્શન કે અન્ય ફાઈલના કામ પૂર્ણ કરવા માટે કોલેજ મેનેજમેન્ટ દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી. વોચમેન મુરલી મનોહર આ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે તે કોલેજના ટ્રસ્ટી વતી આ નાણાં લઈ રહ્યો હતો. જોકે, આ કેસમાં મુખ્ય આરોપી એવા કોલેજના ટ્રસ્ટી હજુ ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે. ACB ની કોર્ટમાં રજૂઆત એસીબી દ્વારા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. તપાસનીશ એજન્સીએ કોર્ટમાં જણાવ્યું હતું કે: આરોપીના વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ અને વીડિયો રેકોર્ડિંગ માટે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (FSL) ખાતે લઈ જવો જરૂરી છે. આ કેસમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તેની તપાસ કરવાની છે. ઘટનાસ્થળના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને પુરાવા એકત્રિત કરવાના છે. કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે એસીબી તપાસ કરશે કે અગાઉ અન્ય કેટલા લોકો પાસેથી આ પ્રકારે લાંચ લેવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: કિસાન સંઘે સાબરકાંઠાના ખેડૂતોને ગાંધીનગર પહોંચવા અનુરોધ કર્યો
calendar_today January 8, 2026

Himatnagar: કિસાન સંઘે સાબરકાંઠાના ખેડૂતોને ગાંધીનગર પહોંચવા અનુરોધ કર્યો

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતની વિવિધ સમસ્યાઓને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા તા.12 જાન્યુઆરી રોજ ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શન કરાવાનું આયોજન કરાયું છે.ત્યારે સાબરકાંઠા કિસાન સંઘ એકમના અગ્રણીઓએ ગામડાઓમાં રહેતાં ખેડૂતોને આ શક્તિ પ્રદર્શન અંતર્ગત ચાલો ગાંધીનગરના નારા સાથે જિલ્લાના હજારો ખેડૂતોએ પોતાની ન્યાયસંગત માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા તૈયારી દર્શાવી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં વડીલોપાર્જીત મિલકતમાં આડી લાઇનના વારસદારોને સ્ટેમ્પ ડયૂટીમાંથી મુક્તિ, ગૌચરની જમીનની માપણી કરી દબાણો દૂર કરવું તેમજ ખેતર સુધી પહોંચવા માટે આર.સી.સી. રોડ બનાવવા માંગ ઊઠવા પામી છે. સૌની યોજના, સુજલામ્ સુફલમ્ તથા અન્ય પાઇપલાઇન યોજનાઓ મારફતે વધુમાં વધુ તળાવો ભરાય તેવી વ્યવસ્થા, સાબરકાંઠાના તળાવો મફતમાં ભરવા, અડધા એમ.એફ. પાણીની મંજૂરીમાં કામની ગતિ વધારી આપવાની માંગ ઉગ્ર બની છે. નદીઓ પર ચેકડેમ બનાવવાની તથા ઈડર-વડાલી પૂર્વ વિસ્તારના તળાવો ભરવાની યોજના બનાવવાની માંગ કરવામાં આવી છે. બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતોને ગયા વર્ષનો ભાવ અપાવવો, ટોલબૂથથી 20 કિ.મી. વિસ્તારમાં રહેતા લોકોને ટોલમુક્તિ આપવી, રી-સર્વેના પ્રશ્નોનો કાયમી નિકાલ કરવો તથા જૂના રેકર્ડ મુજબનું માપ પરત લાવવાની માંગ પણ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward