android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: નોબલનગરમાં સામાન્ય ઝઘડામાં પાડોશીઓ વચ્ચે પથ્થરમારો થયો
calendar_today January 8, 2026

Ahmedabad: નોબલનગરમાં સામાન્ય ઝઘડામાં પાડોશીઓ વચ્ચે પથ્થરમારો થયો

સરદારનગર વિસ્તારમાં આવેલા નોબલનગર પાસે પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક મહિલા, યુવક અને બાળકીને ઈજાઓ પહોંચી છે.અંબિકાનગરમાં રહેતા હેતલબેન ડોડિયાનો તેમના ઘરની સામે રાજીવનગરમાં રહેતા વિશાલ મકવાણા સાથે અગાઉ પણ ઝગડા થયા હતા. ગત 7 જાન્યુઆરીએ રાત્રે વિશાલે હેતલબેનના ઘરનો દરવાજો જોરજોરથી ખખડાવી ગાળાગાળી કરવાનું શરૂ કર્યું હતું. હેતલબેનના પતિ રાકેશભાઈ બહાર આવતા વિશાલે તેમની સાથે ઝપાઝપી કરી આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી હેતલબેનના પરિવારે તાત્કાલિક 112 નંબર પર ફોન કરી પોલીસ બોલાવતા વિશાલ અને રાકેશભાઈ પોલીસ સ્ટેશન ગયા હતા. જોકે, ત્યારબાદ રાત્રે વિશાલના પરિવારજનોએ એકઠાં થઈને હેતલબેનના ઘર પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી. આ અંગે હેતલબેને વિશાલ મકવણા, નિર્મળાબહેન મકવાણા, જયેશ મકવાણા, મનીષાબહેન મકવણા અને અજાણ્યા શખ્સ સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: અસલાલીમાં રિક્ષાચાલકને રોકવા જતા બે હોમગાર્ડ જવાન ઇજાગ્રસ્ત
calendar_today January 8, 2026

Ahmedabad: અસલાલીમાં રિક્ષાચાલકને રોકવા જતા બે હોમગાર્ડ જવાન ઇજાગ્રસ્ત

અસલાલીમાં શંકાસ્પદ રિક્ષાચાલકને ઊભો રાખવા માટે બૂમો પાડતા રિક્ષાચાલકે યૂ-ટર્ન મારીને રિક્ષાને બાઇક સાથે અથડાવી હતી. જેમાં બાઇક પર સવાર બે હોમગાર્ડ જવાનને ઇજાઓ પહોંચતા હોમગાર્ડ જવાને અજાણ્યા રિક્ષાચાલક સામે ફરિયાદ નોધાવી હતી.લાંભામાં રહેતા રણજીતસિંહ ચૌહાણ અસલાલી પોલીસ સ્ટેશનમાં હોમગાડ ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે. ગત 7 જાન્યુઆરીએ રાત્રીના સમયે તેઓ અન્ય હોમગાર્ડ પ્રદિપ રાઠોડ સાથે બાઇક પર પેટ્રોલિંગ કરતા હતા. જ્યારે તે બંને આલ્ફ હોટલની પાસે પહોચ્યા ત્યાં એક શંકાસ્પદ રિક્ષાને તેમણે બૂમ પાડીને ઊભા રહેવા જણાવ્યું હતું, પરંતુ તેણે યુ-ટર્ન લઇને હોમગાર્ડ જવાનના બાઇક સાથે અથડાવી હતી. જેથી બંને હોમગાર્ડ જવાન નીચે પડી જતા તેમને ઇજા પહોચી હતી. આ દરમ્યાન અન્ય બે હોમગાર્ડ જવાન બાઇક લઇને આવીને રિક્ષાનો પીછો કર્યો પરંતુ હાથ લાગી ન હતી. ઇજાગ્રસ્ત રણજીતસિંહ અને પ્રદિપને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ અંગે રણજીતસિંહે અજાણ્યા રિક્ષાચાલક સામે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ખાડિયામાં યુવકે લગ્નની લાલચ આપી સગીરાને ગર્ભવતી બનાવી
calendar_today January 8, 2026

Ahmedabad: ખાડિયામાં યુવકે લગ્નની લાલચ આપી સગીરાને ગર્ભવતી બનાવી

ખાડિયામાં સગીરા સાથે યુવકે લગ્નની લાલચ આપીને માતા-પિતાને મળવાના બહાને ઘરે બોલાવીને દુષ્કર્મ આચર્યુ હતુ.આમ યુવકે ત્રણ વખત સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. જેમાં સગીરાને પેટમાં દુખાવો થતા ભાંડો ફૂટયો હતો. આ અંગે સગીરાની માતાએ યુવક સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ખાડિયામાં 42 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. તેમની 15 વર્ષીય સગીર પુત્રીને ખેંચની બીમારી અને પેટની બીમારી હોવાથી સારવાર ચાલુ છે. ગત 7 જાન્યુઆરીએ સગીરાને પેટમાં દુખાવો થતા માતા-પિતા તેને સારવાર કરાવવા હોસ્પિટલ લઇ જતા તેને નવ અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવતા માતા ચોંકી ઉઠી હતી. જેથી માતાએ સગીરાને પૂછતાં જણાવ્યુ કે ચાર મહિના પહેલા જન્માષ્ટમીના તહેવારના દિવસે રાત્રે મંદિરે દર્શન કરવા ગઇ હતી ત્યાં યુવક મળ્યો હતો. તેને સગીરાને તું બહુ સારી લાગે છે.કહીને સોશિયલ મીડિયા દ્વારા વાતો શરૂ કરી હતી. બાદમાં બંને વચ્ચે મિત્રતા વધી હતી. બાદમાં યુવકે લગ્ન કરવાનું જણાવ્યુ હતુ. ઉપરાંત યુવકે સગીરાને તેના માતા-પિતાના મળવા આવાનું કહીને બોલાવી હતી. જેથી સગીરા ટયૂશન ક્લાસિસ જવાના સમયે યુવકને મળતા તે ઘરે લઇ ગયો હતો તે સમયે દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં યુવકે ત્રણ વખત સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યુ હતુ. આટલું જ નહિ ગત નવેમ્બરે મહિનામાં સગીરાએ યુવકને હું પ્રેગ્નેટ થઇ છું તેમ યુવકને કહેતા હું શુ કરૂ કહીને સંબંધ તોડી નાખ્યો હતો. આ અંગે સગીરાની માતાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward