android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: કાલુપુર સર્કલ પાસે બે મહિલાને રિક્ષાચાલકે અડફેટે લેતાં એકનું મોત
calendar_today January 8, 2026

Ahmedabad: કાલુપુર સર્કલ પાસે બે મહિલાને રિક્ષાચાલકે અડફેટે લેતાં એકનું મોત

કાલુપુર સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહેલી બે મહિલાને રિક્ષાચાલકે અડફેટે લેતા એકનું મોત નિપજ્યુ હતુ.જ્યારે બીજી મહિલાને સામાન્ય ઇજાઓ પહોચી હતી. ત્રણ મહિલાઓ ઘરવખરીના સામાનની ખરીદી કરવા માટે કાલુપુર આવી હતી અને તે સમયે અકસ્માત થયો હતો. આ અંગે ટ્રાફ્કિ પોલીસે અકસ્માત સર્જનાર રિક્ષાચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. નરોડામાં 45 વર્ષીય ગીતબેન મારવાડી પરિવાર સાથે રહે છે. ગત 7 જાન્યુઆરીએ સાંજના સમયે તેઓ ઘરનો સામાન ખરીદવા તેમના માસી મણીબેન તથા માતા ભદીબેન સાથે રિક્ષામાં કાલુપુર જવા નીકળ્યા હતા. કાલુપુર સર્કલ ખાતે ત્રણેય રિક્ષામાંથી ઉતરીને ફ્રૂટ માર્કેટ જવા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે પુરઝડપે આવી રહેલા રિક્ષાચાલકે મણીબેન અને ભદીબેનને ટક્કર મારી હતી. અકસ્માત થતા બંને ફ્ંગોળાઇને રોડ પર પટકાયા હતા. જેથી તેમને ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થતા રિક્ષાચાલક રિક્ષા મૂકીને ભાગી ગયો હતો અને ઇજાગ્રસ્ત બંને મહિલાઓને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મણીબેનનું મોત નીપજ્યું હતું. આ અંગે ગીતબેને રિક્ષાચાલક સામે ઈ-ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ખોખરામાં નવા બનાવેલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું
calendar_today January 8, 2026

Ahmedabad: ખોખરામાં નવા બનાવેલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું

સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પૂર્વ અમદાવાદના ખોખરા વોર્ડમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.ખોખરા સર્કલથી હાટકેશ્વર સર્કલને જોડતા મુખ્ય માર્ગ પર, સર્વોદય નગર ગુ.હા. બોર્ડ પાસે આવેલા શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના ગેટ પાસે છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ પડયું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ એ જ રોડ છે જેનું હાલમાં જ કરોડોના ખર્ચે રિસરફેસિંગ કરાયું હતું. આ કારણે હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આ જ સ્થળે અનેકવાર પાણી અને ગટરની લાઈનમાં ભંગાણ પડયું હતું. ત્યારે પણ તંત્રએ મોટા ખાડા ખોદ્યા હતા. માત્ર થીગડા મારવાની નીતિ અપનાવતા આજે ફરી એ જ પરિસ્થિતિ નિર્માણ પામી છે. નવો રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ ફરી તેને ખોદવાની નોબત આવતા જનતામાં રોષ છે. સ્થાનિક રહીશોની માંગ છે કે આ સમસ્યાનું માત્ર સમારકામ કરવાને બદલે તેનો કાયમી નિકાલ લાવવામાં આવે, જેથી વારંવાર નવા રસ્તાઓ ખોદીને સરકારી નાણાંનો વ્યય અટકે તે જરૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dwarka News: સલાયામાં લગ્નની જાનમાં આખલો ઘુસ્યો, 8 થી 10 લોકો ઇજાગ્રસ્ત
calendar_today January 8, 2026

Dwarka News: સલાયામાં લગ્નની જાનમાં આખલો ઘુસ્યો, 8 થી 10 લોકો ઇજાગ્રસ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં રખડતા ઢોરના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન નીકળેલી જાનમાં અચાનક એક આક્રમક આખલો ઘુસી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં જાનમાં આવેલા મહેમાનો અને સ્થાનિકો મળી અંદાજે 8 થી 10 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.ખુશીનો પ્રસંગ અફરાતફરીમાં ફેરવાયો મળતી માહિતી મુજબ, સલાયામાં જ્યારે લગ્નની જાન વાજતે-ગાજતે નીકળી રહી હતી, ત્યારે અચાનક ક્યાંકથી એક રઘવાયેલો આખલો જાનની વચ્ચે દોડી આવ્યો હતો. આખલાએ શિંગડા મારતા અને દોડધામ કરતા જાનમાં સામેલ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેમને વધુ સારવાર આપવામાં આવી રહી છે. રખડતા ઢોરના આતંકના કારણે લગ્ન જેવો મંગળ પ્રસંગ ડરમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે નગરપાલિકા અને તંત્ર દ્વારા રખડતા ઢોરના ડબ્બે પૂરવાની કામગીરી સત્વરે કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward