android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Agriculture News: દાંતીવાડા જળાશયથી પાણી લેવા અરજી કરવાની મુદત 20 જાન્યુઆરી સુધી લંબાવાઈ
calendar_today January 8, 2026

Agriculture News: દાંતીવાડા જળાશયથી પાણી લેવા અરજી કરવાની મુદત 20 જાન્યુઆરી સુધી લંબાવાઈ

દાંતીવાડા જળાશય યોજનાના સર્વે બાગાયતદારોને જણાવવામાં આવે છે કે, સને ૨૦૨૫- ૨૬ની રવિ સીઝન માટે જળાશયમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાને લઈ પાંચ પાણ સાથે કુલ ૧૮,૦૦૦ હેકટર વિસ્તારમાં સિંચાઈનું આયોજન કરવામાં આવ્યું છે. બાગાયતદારોને પાણી મેળવવા માટે નિયત નમૂના ફોર્મ પાણી લેવાની ઇચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના બાગાયતદારોને પાણી મેળવવા માટે નિયત નમૂના ફોર્મ- ૭માં જરૂરી વિગતો દર્શાવી અરજી કરવાની રહેશે. અગાઉ આ અરજી કરવાની અંતિમ તારીખ તા. ૩૧/૧૨/૨૦૨૫ નક્કી કરવામાં આવી હતી. પરંતુ સિંચાઈ માટે અરજીઓની સંખ્યા ઓછી આવવાથી તથા પેટા વિભાગ કચેરીઓ તરફથી મુદત લંબાવવા માંગણી થવાથી અરજી કરવાની મુદત હવે તા. ૨૦/૦૧/૨૦૨૬ સુધી લંબાવવામાં આવે છે. બાગાયતદારોએ પોતાની અરજી સંબંધિત વિસ્તારના સેકશનલ ઓફિસર/કારકુનને રૂબરૂમાં તા. ૨૦/૦૧/૨૦૨૬ સુધીમાં પહોંચાડવાની રહેશે. ચાલુ સીઝનનો આગોતરો સિંચાઈ પિયાવો પુરેપુરો ભરવો આ અરજી સાથે ખાતાની બાકી રકમ, પંચાયતની બાકી રકમ તેમજ ચાલુ સીઝનનો આગોતરો સિંચાઈ પિયાવો પુરેપુરો ભરવો ફરજિયાત રહેશે. આ સિવાયની અરજીઓ ગ્રાહ્ય ગણવામાં આવશે નહીં. ચાલુ સાલે પ્રતિ પાણ દીઠ રૂ. ૩૪૯.૦૦ તથા ૨૦ ટકા લોકલ ફંડ તરીકે રૂ. ૭૦.૦૦, આમ કુલ રૂ. ૪૧૯.૦૦ પ્રતિ હેકટર દીઠ ભરવાના રહેશે. ઉપર મુજબ અરજી કરી પાણીનો પાસ મેળવી લેવો ફરજિયાત રહેશે. પાણીના પાસ વિના પાણી આપવામાં આવશે નહીં. ઢાળિયા તૈયાર કરવાની જવાબદારી ખેડૂતોની પોતાની રહેશે. આ બાબતે કોઈ પણ પ્રકારની તકરાર અત્રેની કચેરી દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેમ કાર્યપાલક ઈજનેર ડીસા સિચાઇ વિભાગ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છેઆ પણ વાંચોઃ Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાહેડ પ્રોપર્ટી ઓલમ્પિયાડનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Read Full Story arrow_forward
Bilimora: અંબિકા નદી પર 50 કરોડના નવા મેજર બ્રિજના કામની મંજૂરી
calendar_today January 8, 2026

Bilimora: અંબિકા નદી પર 50 કરોડના નવા મેજર બ્રિજના કામની મંજૂરી

એરુ ચાર રસ્તા હાંસાપોર અબ્રામા અમલસાડ બીલીમોરા રોડ ઉપર અંબિકા નદી પર બીલીમોરા શહેર અને ભાઠા ગામની વચ્ચે અંબિકા નદી ઉપર ૧૯૭૧-૭૨ માં બનેલ હયાત બ્રિજ આશરે ૪૦૦ મીટરનો આવેલ છે. સદર રસ્તાની ડામરની પહોળાઈ ૧૦ મીટર છે અને બ્રિજની બહારથી બહારની પડે માત્ર ૦૭ જ મીટર હોય પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે.અંબિકા નદીમાં દર વર્ષે ચોમાસામાં બે થી ત્રણ વાર પૂરની પરિસ્થિતિ સર્જાય છે. જેને ધ્યાને લઈ સરકારના માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર દ્વારા રૂ.૫૦ કરોડના નવા મેજર બ્રિજના કામને મંજૂર કરવામાં આવેલ છે. પાઇલ ફાઉન્ડેશનનું કામ પ્રગતિ હેઠળ છે સદર રસ્તો નવસારી શહેરને એરુ, અબ્રામા, હાંસાપોર, મંદિર, અમલસાડ, કોથા, માસા, સુલતાનપુર, કનેરા, પનાર, કૃષ્ણપુર વગેરે ગામોને બીલીમોરા શહેર થઈ વાઘરેચ ધોલાઈ થઈ વલસાડ જિલ્લાને જોડતો અતિ મહત્વનો કોસ્ટલ હાઇવે છે જેને કારણે સદર રસ્તા ઉપર ટ્રાફિકનું ભારણ ખૂબ જ રહે છે હાલમાં સાદર કામમાં કોફર ડેમ તેમજ પાઇલ ફાઉન્ડેશનનું કામ પ્રગતિ હેઠળ છે.સદર મેજર બ્રીજની કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગ પર વાહનવ્યવહાર વધુ સુગમ અને સલામત બનશે. આવન-જાવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે ખાસ કરીને વરસાદી મૌસમ દરમિયાન અંબિકા નદી પર થતી આવન-જાવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. આ પુલ દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે સારો સંપર્ક સ્થાપિત કરશે, જેના પરિણામે મુસાફરીનો સમય ઘટશે અને પરિવહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ પ્રોજેક્ટથી એરુ, અબ્રામા, હાંસાપોર, મંદિર, અમલસાડ, કોથા, માસા, સુલતાનપુર, કનેરા, પનાર, કૃષ્ણપુર અને બિલીમોરા સહિત આસપાસના અનેક ગામોના નાગરિકો, ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોને સીધો લાભ મળશે. તેમજ, ઉદ્યોગો અને કૃષિ ઉત્પાદનોના ઝડપી અને સરળ પરિવહનથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. આ પણ વાંચોઃ Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાહેડ પ્રોપર્ટી ઓલમ્પિયાડનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Read Full Story arrow_forward
Somnathમાં 'સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ: PM મોદીના આગમન પૂર્વે સોમનાથ છાવણીમાં ફેરવાયું, 2000 થી વધુ જવાનો તૈનાત
calendar_today January 8, 2026

Somnathમાં 'સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ: PM મોદીના આગમન પૂર્વે સોમનાથ છાવણીમાં ફેરવાયું, 2000 થી વધુ જવાનો તૈનાત

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં ઐતિહાસિક 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાનના રોડ-શો અને વિશાળ જનસભાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળી લીધો છે. રાજ્યના પોલીસ વડા પણ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા સોમનાથ પહોંચ્યા છે.સંદેશ ન્યૂઝ સાથે જિલ્લા પોલીસ વડાની વાતચીત ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જનસભામાં અંદાજે એક લાખથી વધુની મેદની ઉમટી પડવાની શક્યતા છે, જેને પગલે ટ્રાફિક અને ભીડ નિયંત્રણ માટે વિશેષ પ્લાન તૈયાર કરાયો છે. અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા વડાપ્રધાનની સુરક્ષા માટે પોલીસ કાફલામાં ઉચ્ચ અધિકારીઓનો મોટો ફોજફાટો તૈનાત કરવામાં આવ્યો છે: અધિકારીઓ: 1 ADG, 3 IG, 3 DIG, અને 15 થી વધુ SP. ગ્રાઉન્ડ ફોર્સ: 50 DYSP, 100 PI, 150 PSI અને 2000 થી વધુ પોલીસ જવાનો. વધારાની કુમક: SRPની 3 કંપનીઓ અને સ્પેશિયલ સ્ટ્રાઈકિંગ ફોર્સ તૈનાત. આ સમગ્ર વિસ્તારને સીસીટીવી અને ડ્રોન મારફતે પણ મોનિટર કરવામાં આવી રહ્યો છે. સ્વાભિમાન પર્વને લઈ ભક્તો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward