android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kalol: કલોલ પંચવટી વિસ્તારમાં ગંદા પાણીથી બાળકો બીમાર
calendar_today January 7, 2026

Kalol: કલોલ પંચવટી વિસ્તારમાં ગંદા પાણીથી બાળકો બીમાર

કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા શ્રીજી કૃપા સોસાયટીમાં પીવાના પાણી સાથે ગટરના પાણી ભળી જતા રોગચાળાનો ખતરો ઉભો થવા પામ્યો છે.અહીં નળ વાટે ગટરનું દુષિત અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગંદા પાણીના કારણે અહીં રોગચાળો ફેલાવવાની શકયતાઓ ઉભી થઈ છે. નગરપાલિકા તંત્ર દોડી ગયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ સમસ્યા બાદ બાળકો બીમાર પડવા લાગ્યા છે. ગાંધીનગરમાં દુષિત પાણીના કારણે ટાઈફોઈડના રોગચાળાએ ભરડો લીધો છે. અનેક લોકો આ રોગચાળામાં સપડાયા છે. નળ વાટે દુષિત પાણી આવતું હોવાથી રોગચાળો ફેલાયો હતો. ત્યારે આવી જ સ્થિતિનો કલોલ પર ખતરો તોળાઇ રહ્યો છે. કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં ઔડા ગાર્ડન પાસે ગટરની લાઈનમાં ભંગાણ થતાં ગટરો ઉભરાવાની સમસ્યા સહિત નળ વાટે ગટરના પાણી આવતા હોવાની બુમરાડ ઉઠી છે. પંચવટી વિસ્તારમાં આવેલ શ્રીજી કૃપા સોસાયટીમાં નળ વાટે ગટરનું દુષિત અને દુર્ગંધ મારતું પાણી આવતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. દુષિત અને દુર્ગંધ મારતા પાણીના કારણે અહી રોગચાળો ફેલાવવાની દહેશત વચ્ચે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર દુષિત પાણીના કારણે કેટલાક બાળકો પણ બીમાર પડયા છે. નગરપાલિકા તંત્ર દ્વારા તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા શુદ્ધ પાણીનો પુરવઠો પુરો પાડવા અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: બાપુનગરમાં સિગારેટ આપવાની ના પાડતા બે યુવકો પર છરી વડે જીવલેણ હુમલો કરાયો
calendar_today January 7, 2026

Ahmedabad: બાપુનગરમાં સિગારેટ આપવાની ના પાડતા બે યુવકો પર છરી વડે જીવલેણ હુમલો કરાયો

બાપુનગરમાં ગઇકાલે સામાન્ય બાબતે બે શખ્સોએ બે યુવકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી દીધા હોવાની ઘટના સામે આવી છે. બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.મેઘાણીનગરમાં રહેતા કપિલભાઈ લખારા બાપુનગરમાં કપડાની દુકાનમાં નોકરી કરે છે. 6 જાન્યુઆરીના રોજ તેમના શેઠની નવી દુકાનનું ઉદઘાટન હોવાથી કપિલભાઈ અને તેમનો મિત્ર ક્રિષ્ણા ઉર્ફે છોટુ રાત્રે મોડે સુધી કામ અર્થે રોકાયા હતા. રાત્રિના આશરે 11:45 વાગ્યે જ્યારે બંને મિત્રો પોતાની બાઈક લેવા ગયા હતા, ત્યારે રાહુલ પટણી અને વિકાસ નામનો અન્ય એક યુવક તેમની પાસે આવ્યા હતા. વિકાસે ક્રિષ્ણા પાસે સિગારેટ માંગી હતી.પરંતુ ક્રિષ્ણાએ સિગારેટ આપવાની ના પાડતા મામલો ગરમાયો હતો. બંને શખ્સોએ બિભત્સ ગાળો બોલતા કપિલભાઈએ ગાળો બોલવાની ના પાડી હતી. તે સમયે રાહુલે પોતાની કમરમાંથી છરો કાઢી કપિલભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કપિલભાઈને જમણા હાથના અંગૂઠા અને આંગળીઓ પર ઈજા પહોંચી હતી. બીજી તરફ્, આરોપી વિકાસે ક્રિષ્ણાના બરડાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર ઝીંકી દીધું હતું. ઈજાગ્રસ્ત યુવકોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.જેથી હુમલાખોરો નાસી છૂટયા હતા. લોહીલુહાણ હાલતમાં કપિલભાઈ અને ક્રિષ્ણાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાપુનગર પોલીસે આ મામલે કપિલભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી સીસીટીવી સહિતની તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ભાટ ગામના કેફેમાં નજીવી બાબતે ઝઘડો થતાં 4 શખ્સોએ યુવકનો હાથ તોડી નાખ્યો
calendar_today January 7, 2026

Ahmedabad: ભાટ ગામના કેફેમાં નજીવી બાબતે ઝઘડો થતાં 4 શખ્સોએ યુવકનો હાથ તોડી નાખ્યો

શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભાટ ગામના એક કેફેમાં મોડી રાત્રે લોહિયાળ જંગ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. નજીવી બાબતે ચાર શખ્સોએ એક યુવક પર લાકડીઓ વડે હુમલો કરતા તેનો જમણો હાથ ભાંગી ગયો છે.સરદારનગરમાં રહેતા ગૌરવ રાજુભાઈ શર્મા ગત 6 જાન્યુઆરીની મોડી રાત્રે તેમના મિત્રો વરુણ ભાટિયા અને રાહુલ હિરવાણી સાથે ભાટ ગામમાં આવેલા કેફેમાં ગયા હતા. રાત્રિના અંદાજે 2:30 વાગ્યાના સુમારે કેફેમાં હાજર કેટલાક શખ્સો થિયેટર રૂમમાં અત્યંત મોટા અવાજે ગીતો વગાડી રહ્યા હતા. ગૌરવભાઈએ ત્યાં હાજર સાગર ભરવાડ નામના શખ્સને અવાજ ધીમો કરવા વિનંતી કરતા સાગર ભરવાડ અને સાહિલ ચૌધરી ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. તકરાર વધતા આ બંને શખ્સોએ અન્ય બે અજાણ્યા શખ્સોને બોલાવી લીધા હતા. તેઓએ પોતાની બાઈક અને એક્ટિવામાં રાખેલી લાકડીઓ કાઢી ગૌરવ અને તેના મિત્રોને માર માર્યો હતો. હુમલા દરમિયાન સાગર ભરવાડે ગૌરવના જમણા હાથ પર લાકડીના ફટકા ઝીંકી દીધા હતા, જેના કારણે તેને ફેક્ચર થયું હતું. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકની ફરિયાદને આધારે એરપોર્ટ પોલીસે સાગર ભરવાડ, સાહિલ ચૌધરી અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward