android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો
calendar_today January 8, 2026

Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો

અમદાવાદમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, રાજકોટમાં 10.1 ડિગ્રી, કંડલામાં 10.7 ડિગ્રી, કેશોદમાં 11.8 ડિગ્રી, ભુજમાં 11.8 ડિગ્રી, ડીસામાં 12.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી, મહુવામાં 13.9 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 14.7 ડિગ્રી, મુન્દ્રામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છેછેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ કરીને રાત અને સવારના સમયે શીતલહેરનો પ્રભાવ વધુ તીવ્ર બનશે. પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી બરફબારીનો અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે અને ઠંડીનો અહેસાસ વધુ વધી ગયો છે. અનેક રાજ્યો માટે શીતલહેર અને ધુમ્મસની ચેતવણી IMDએ અનેક રાજ્યો માટે શીતલહેર અને ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ‘કોલ્ડ ડે’ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું રહેશે. જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં સવારના સમયે ઘનથી અતિઘન ધુમ્મસ છવાવાની શક્યતા છે. આ પણ વાંચો : Gujarat Latest News Live : PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ પોલીસ કર્મચારી-અધિકારીઓની રજાઓ રદ 

Read Full Story arrow_forward
Gir Somnath News : વિનાશ સામે આસ્થાના વિજયની અમર ગાથા, ગઝનવીના આક્રમણથી લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આધુનિક વિઝન સુધીની વિકાસયાત્રા
calendar_today January 8, 2026

Gir Somnath News : વિનાશ સામે આસ્થાના વિજયની અમર ગાથા, ગઝનવીના આક્રમણથી લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આધુનિક વિઝન સુધીની વિકાસયાત્રા

સોમનાથ મંદિરની ભવ્યતા અને સમૃદ્ધિ જ પ્રાચીન સમયમાં આક્રમણખોરો માટે આકર્ષણનું કારણ બની હતી. ઈ.સ. 1025–26માં અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતના સુલતાન મહમદ ગઝનવીએ સોમનાથ પર તેનું સૌથી વિનાશક આક્રમણ કર્યું હતું. તે સમયે સોમનાથ અતિ સમૃદ્ધ ધાર્મિક કેન્દ્ર હતું, જેને લૂંટવા માટે ગઝનવીએ રણપ્રદેશના કઠિન માર્ગો પાર કર્યા હતા. સ્થાનિક શાસકો અને પ્રજાએ વીરતાપૂર્વક પ્રતિકાર કર્યો, પરંતુ ગઝનીએ મંદિરને ભારે નુકસાન પહોંચાડી સંપત્તિની લૂંટ ચલાવી. તેમ છતાં, ગઝની આસ્થાને ખતમ કરવામાં નિષ્ફળ રહ્યો. તેના ગયા બાદ તુરંત જ ચૌલુક્ય (સોલંકી) શાસકોએ મંદિરનું પુનઃનિર્માણ કરી સંસ્કૃતિને જીવંત રાખી હતી. સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ગૌરવનું પુનઃસ્થાપન ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરનું નવસર્જન એ રાષ્ટ્રીય આત્મગૌરવનો વિષય બન્યો હતો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં મંદિરને તેના મૂળ ગૌરવ સાથે પુનઃનિર્મિત કરવાનો સંકલ્પ કર્યો. તેમના માર્ગદર્શન હેઠળ પ્રખ્યાત શિલ્પકાર પ્રભાશંકર સોમપુરાએ પરંપરાગત ચાલુક્ય શૈલીમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. ઈ.સ. 1951માં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યારે મંદિરનું લોકાર્પણ થયું, ત્યારે તેમણે તેને ભારતની સાંસ્કૃતિક પુનર્જાગૃતિનું પ્રતીક ગણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન અને આધુનિક વિકાસની નવી ક્ષિતિજો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથના વિકાસમાં એક નવો આધુનિક અધ્યાય શરૂ થયો છે. તેમના દૂરંદેશી આયોજન હેઠળ મંદિર પરિસરને વૈશ્વિક કક્ષાનું પર્યટન સ્થળ બનાવવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ માટે ડિજિટલ દર્શન, સુરક્ષા અને સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો કરાયો છે. આજે સોમનાથ મંદિર એ પરંપરાગત મૂલ્યો અને આધુનિક વિકાસના સુમેળનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીને વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને રાષ્ટ્રીય આત્મગૌરવનું જીવંત પ્રતીક બનીને ઊભું છે. ભારતની સાંસ્કૃતિક પુનર્જાગૃતિનું પ્રતીક પ્રોમેનાડ (વોક-વે): સમુદ્ર કિનારે બનેલો સુંદર પદયાત્રી માર્ગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ટેકનોલોજી: ભવ્ય 'લાઈટ એન્ડ સાઉન્ડ શો' દ્વારા ઇતિહાસને જીવંત રાખવાના પ્રયાસો થયા છે. સંરક્ષણ: દરિયાઈ ક્ષાર અને કાટથી મંદિરને બચાવવા માટે વિશેષ તકનીકી પગલાં લેવામાં આવ્યા છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો 

Read Full Story arrow_forward
Gandhinagar: સરગાસણના વૃદ્ધ ડિજિટલ એરેસ્ટ કરીને ગઠિયાએ રૂ.35.25 લાખ પડાવી લીધા
calendar_today January 7, 2026

Gandhinagar: સરગાસણના વૃદ્ધ ડિજિટલ એરેસ્ટ કરીને ગઠિયાએ રૂ.35.25 લાખ પડાવી લીધા

સરગાસણના એક વૃધ્ધને સાયબર ગઠિયાઓએ એક સપ્તાહ સુધી ડિઝીટલ એરેસ્ટ રાખી 35.25 લાખ પડાવી લીધા હતા.છેતરપીંડીનો ભોગ બનેલા વૃધ્ધ હરિકિશોર રામાસીસ ઠાકુર સરગાસણ સિધ્ધિ વિનાયક પાર્ક સોસાયટીમાં રહે છે. તેઓ મુળ બિહારના વતની છે. ગત તા. 11ના રોજ તેઓને વોટ્સએપ પર ટ્રાઇના અધિકારી તારા નિમ્બુઝ તરીકે ઓળખ આપનાર મહિલાએ ફોન કરીને તેઓની સામે આધારકાર્ડનો ખોટો ઉફયોગ, વાયોલન્સ સેન્ટીંગ, હેરેસમેન્ટ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી, જુગાર જેવા ઘણા કેસો હોવાની વાત કરી ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વૃધ્ધે આ બાબત ખોટી હોવાનું કહેતા આ વ્યક્તિએ ખેલ નાખ્યો હતો. તેણે મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમમાં વાત કરાવું તેમ કહીને શંકર પાટીલ નામના પોલીસ સબ ઇન્સપેક્ટરની ઓળખ આપનાર વ્યક્તિ સાથે ફોન પર સંપર્ક કરાવ્યો હતો. શંકર પાટીલે તેમની સામે મનીલોન્ડરીંગનો કેસ હોવાનું કહી સુપ્રિમ કોર્ટનો ઓર્ડર વોટ્સએપ કર્યો હતો. ત્યારબાદ મુંબઇ ક્રાઇમ બ્રાંચના ડીસીપી એસ.કે. જયસ્વાલ હોવાનું કહીને અન્ય એક શખસ સંપર્કમાં આવ્યો હતો. તેણે 90 દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે તેમ કહીને વૃધ્ધને સતત સાત દિવસ સુધી ફોન પર ડરાવ્યા હતા. આથી વૃધ્ધડરી ગયા હતા અને તેઓએ એફડી સહિતના રોકાણ કરેલા પૈસા પરત પોતાના એકાઉન્ટમાં મેળવી 35.25 લાખ જેટલી માતબર રકમ સાયબર ગઠિયાઓએ આપેલ બેંક એકાઉન્ટમાં ત્રણ ટ્રાન્જેક્શન મારફત જમા કરાવી દીધા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward