Surat : ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફૂલ, હોળી પૂર્વે એડવાન્સ બુકિંગમાં જ તમામ સીટો ભરાઈ
હોળીના તહેવારને લઈ સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગ ખૂલતાની સાથે જ મોટાભાગની ટ્રેનો હાઉસફૂલ થઈ ગઈ છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તાપ્તીગંગા એક્સપ્રેસ અને દાનાપુર એક્સપ્રેસ જેવી મહત્વની ટ્રેનોમાં વેઇટિંગ રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર તાપ્તીગંગા એક્સપ્રેસ અને દાનાપુર એક્સપ્રેસ જેવી મહત્વની ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ મળવી પણ મુશ્કેલ બની ગઈ છે. કેટલીક ટ્રેનોમાં તો મુસાફરીની તારીખથી 60 દિવસ પહેલાં જ તમામ ટિકિટો બુક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. વતન જવા માટે મોટી સંખ્યામાં લોકો રેલવે પર નિર્ભર ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં કામ કરતા શ્રમિકો અને વેપારીઓ તહેવાર દરમિયાન પોતાના વતન જવા માટે મોટી સંખ્યામાં રેલવે પર નિર્ભર રહે છે. હોળી નજીક આવતા મુસાફરોની સંખ્યા વધતા રેલવે તંત્ર પર પણ દબાણ વધ્યું છે. વધારાની સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવે મુસાફરોએ માંગ કરી છે કે વધારાની સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવે, જેથી તહેવાર દરમિયાન પ્રવાસ વધુ સરળ બની શકે. આ પણ વાંચો---- United States ભારતની આગેવાની હેઠળના સોલાર એલાયન્સ સહિત 65 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી બહાર નિકળી ગયું
Read Full Story arrow_forward