android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News : જૂનાગઢ જિલ્લામાં રેશનકાર્ડમાં E-KYC બાદ મોટાપાયે કાર્યવાહી, પાત્રતા વગરના 33 હજારથી વધુ સભ્યોની યાદી રદ કરાઈ
calendar_today January 8, 2026

Junagadh News : જૂનાગઢ જિલ્લામાં રેશનકાર્ડમાં E-KYC બાદ મોટાપાયે કાર્યવાહી, પાત્રતા વગરના 33 હજારથી વધુ સભ્યોની યાદી રદ કરાઈ

જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સરકારી અનાજ યોજનાનો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકોને મળે તે હેતુથી હાથ ધરવામાં આવેલી ઈ-કેવાયસી (e-KYC) અને ડેટા ચકાસણીની કામગીરીમાં મોટી સફળતા મળી છે. જિલ્લામાં નોંધાયેલા કુલ ૯,૩૨,૦૦૦ NFSA સભ્યોમાંથી ૯ લાખથી વધુ સભ્યોનું આધાર લિંકિંગ અને ખરાઈની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન વિભાગને અંદાજે 1,37,000 જેટલા સભ્યોનો ડેટા શંકાસ્પદ જણાયો હતો સરકારના નિયત માપદંડો જેવા કે મર્યાદાથી વધુ જમીન ધરાવવી, વધુ આવક હોવી અથવા સભ્યનું અવસાન થયું હોવા છતાં નામ ચાલુ હોવા જેવી બાબતોને ધ્યાને રાખી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસના અંતે ૩૩,૬૭૮ સભ્યો યોજના માટે અપાત્ર ઠર્યા છે, જેમને તાત્કાલિક અસરથી NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) ની યાદીમાંથી દૂર કરી 'Non-NFSA' શ્રેણીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી પૂર્વે તમામ સભ્યોને ત્રણ વખત નોટિસ આપી પૂરતી તક આપવામાં આવી હતી જો કોઈ પાત્રતા ધરાવતા નાગરિકનું નામ ભૂલથી રદ થયું હોય, તો તેઓ મામલતદાર કચેરી ખાતે પુરાવા સાથે અરજી કરી શકે છે, જેની દર મહિને મળતી કમિટીમાં સમીક્ષા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ડમી અને અપાત્ર નામો દૂર કરી છેવાડાના સાચા લાભાર્થી સુધી અનાજ પહોંચાડવાનો છે. આમ પુરવઠા વિભાગે ગેરકાયદે રેશનકાર્ડ ધરાવતા લોકો સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવતા હતા તેમને દૂર કરી દેવામાં આવતા હવે યોગ્ય અને પાત્રતા ધરાવતા લોકોને સરકારી યોજનાનો લાભ મળી રહે છે. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં 25 ચાઈનીઝ ફિરકી સાથે યુવક ઝડપાયો, દોરીના વેપારીને ત્યાં પોલીસે કર્યુ ચેકિંગ

Read Full Story arrow_forward
Nasvadi ના ચામેઠા PHC ની બેદરકારી, હોસ્પિટલના રસોડામાં ધમધમે છે લેબોરેટરી, દર્દીઓ રામભરોસે
calendar_today January 8, 2026

Nasvadi ના ચામેઠા PHC ની બેદરકારી, હોસ્પિટલના રસોડામાં ધમધમે છે લેબોરેટરી, દર્દીઓ રામભરોસે

નસવાડી તાલુકાના ચામેઠા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. છેલ્લા 8 મહિનાથી કાર્યરત આ સરકારી દવાખાનામાં પાયાની જરૂરિયાતો સંતોષવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જગ્યાના અભાવે હોસ્પિટલના રસોડામાં લેબોરેટરી ચલાવવાની ફરજ પડી રહી છે. આ કેન્દ્ર પર આસપાસના 20થી વધુ ગામોના દર્દીઓ નિર્ભર છે, પરંતુ અહીં અપૂરતા બેડ અને યોગ્ય માળખાકીય સુવિધા ન હોવાથી ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ક્યાં કરાવી પ્રસૂતિ? ખાસ કરીને સગર્ભા મહિલાઓ માટે આ સ્થિતિ વધુ જોખમી બની છે. જ્યારે કોઈ સગર્ભા સ્ત્રી પ્રસૂતિ માટે દવાખાને આવે છે, ત્યારે બેડની અછતને કારણે તેની સારવાર ક્યાં કરવી તે એક મોટો પ્રશ્ન બની જાય છે. ગંભીર હાલતમાં પણ દર્દીઓને અન્ય ખાનગી હોસ્પિટલ કે દૂરના શહેરોમાં જવું પડે છે, જે આર્થિક અને શારીરિક રીતે જોખમી સાબિત થાય છે. આરોગ્ય વિભાગની આ ઘોર બેદરકારીને કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને સત્વરે સુવિધાઓ વધારવાની માંગ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો : Gandhinagar News : હર્ષ સંઘવીનો 41મો જન્મદિવસ. સ્વામિનારાયણ મંદિરે ગૌ-પૂજન કરી આશીર્વાદ મેળવ્યા

Read Full Story arrow_forward
Kheda: કઠલાલમાં ગળું કપાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા સનસનાટી, હત્યારાઓની શોધખોળ શરુ
calendar_today January 8, 2026

Kheda: કઠલાલમાં ગળું કપાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા સનસનાટી, હત્યારાઓની શોધખોળ શરુ

કઠલાલના સરખેજ ગામની સીમમાં ગૌચરની જમીન પરથી રાત્રિના રહસ્યમય સંજોગોમાં એક મહિલાનો ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક વણજારાવાસની 52 વર્ષીય ભાવનાબેન પ્રતાપસિંહ ડાભી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. બપોરે ભાવનાબેન કોઈ કામ અર્થે બહાર ગયા હતા પોલીસના જણાવ્યા મુજબ 06 જાન્યુઆરીના બપોરે ભાવનાબેન કોઈ કામ અર્થે બહાર ગયા હતા. સાંજ સુધી ઘરે પરત ન ફરતા અને તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. પરિવારે રાત્રિ દરમિયાન પણ ભારે શોધખોળ કરી હતી છતાં કોઈ ભાળ મળી ન હતી. દરમિયાન ગઇ કાલે સવારે સરખેજ ગામની સીમમાં વાત્રક નદીના પટ પાસે આવેલી ગૌચરની જમીનમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પરિવારના સભ્યો સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ કરતા મૃતદેહ ભાવનાબેનનો જ હોવાનું ખુલ્યું હતું. મહિલાના ગળાના ભાગે કોઈ પદાર્થ વડે ગંભીર ઈજાઓ કરી કરપીણ હત્યા પોલીસ તપાસમાં મહિલાના ગળાના ભાગે કોઈ પદાર્થ વડે ગંભીર ઈજાઓ કરી કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું. ગળામાં હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. સોનકરણ ચાવડાએ અજાણ્યા શખ્સ સામે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો મૃતકની પુત્રી સોનકરણ ચાવડાએ અજાણ્યા શખ્સ સામે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. આ મામલે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી છે અને હત્યામાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલુ છે. આ પણ વાંચો----   Patan: રાધનપુરમાં હોટલ માલિક પર હુમલો કરનાર ઝડપાયા, 50 લાખની ઉઘરાણી મામલે હોટલ માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો

Read Full Story arrow_forward