android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : હર્ષ સંઘવીનો 41મો જન્મદિવસ. સ્વામિનારાયણ મંદિરે ગૌ-પૂજન કરી આશીર્વાદ મેળવ્યા
calendar_today January 8, 2026

Gandhinagar News : હર્ષ સંઘવીનો 41મો જન્મદિવસ. સ્વામિનારાયણ મંદિરે ગૌ-પૂજન કરી આશીર્વાદ મેળવ્યા

ગુજરાતના લોકપ્રિય નેતા અને મંત્રી હર્ષ સંઘવી આજે તેમનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસરે તેમણે ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ મંદિરે જઈને ભગવાનના દર્શન કર્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગૌ-પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. સોશિયલ મીડિયા પર સવારથી જ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. પોતાના જન્મદિવસના પાવન અવસરે ગૌ-સેવા અને ભક્તિનો માર્ગ અપનાવીને તેમણે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.જન્મદિવસના અવસરે હર્ષ સંઘવીની ભક્તિ જન્મદિવસની ઉજવણીની સાથે હર્ષ સંઘવીએ આગામી 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંગે પણ મહત્વપૂર્ણ વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે સોમનાથની અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આક્રમણખોરોએ ભલે મંદિરની ઇમારતો તોડી હોય, પરંતુ ભક્તોની આસ્થા ક્યારેય તોડી શક્યા નથી. આ મહોત્સવ અંતર્ગત આજથી 72 કલાકના અખંડ ઓમકાર જાપ શરૂ થયા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, 11 જાન્યુઆરીએ યોજાનારી ભવ્ય શૌર્ય યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાશે, જેમાં 108 અશ્વ અને 1000થી વધુ સાધુ-સંતોની ગરિમામય ઉપસ્થિતિ રહેશે. આ પણ વાંચો : Junagadh પોલીસનો સપાટો, અજમેરથી કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાની ધરપકડ

Read Full Story arrow_forward
Rajkot News : રાજકોટમાં 25 ચાઈનીઝ ફિરકી સાથે યુવક ઝડપાયો, દોરીના વેપારીને ત્યાં પોલીસે કર્યુ ચેકિંગ
calendar_today January 8, 2026

Rajkot News : રાજકોટમાં 25 ચાઈનીઝ ફિરકી સાથે યુવક ઝડપાયો, દોરીના વેપારીને ત્યાં પોલીસે કર્યુ ચેકિંગ

પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરાયું છે અને 25 ચાઈનીઝ ફિરકી સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે, ઉતરાયણના તહેવારને લઈને રાજકોટ પોલીસ દ્વારા પતંગ દોરીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને શહેરના પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ તુક્કલના વેચાણને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પોલીસ ટીમ દ્વારા સદર બજારમાં પતંગ-દોરી વેચાણની જગ્યાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું છે. 6 જાન્યુઆરી 2026ના રોજ જેતપુરમાં ચાઈનીઝના કારણે બાઈક સવાર યુવકનું ગળું કપાયું ઉત્તરાયણ પર્વ પૂર્વે જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી માસૂમ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. જેતપુરમાં આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું ચાઈનીઝ દોરીથી ગળું કપાઈ જતાં તે મોતના મુખમાંથી પરત આવ્યો છે. જેતપુરના બળદેવધાર વિસ્તારમાં રહેતો 27 વર્ષીય યુવાન સાગર પરમાર જ્યારે પોતાની બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની છે. ઉત્તરાયણ પહેલા હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ પ્રતિબંધિત વસ્તુઓના અમલ માટે કડક આદેશ આપ્યો છે, ચાઈનીઝ દોરી, તુક્કલ સહિતની વસ્તુઓના વેચાણ પર રોક અને વેચાણ અને સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે, સરકારે કરેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો છે અને 59 FIR નોંધી 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ સરકાર, 'ચાઈનીઝ વસ્તુઓ રાખનાર, વેચનાર સામે કાર્યવાહી કરાઇ અને ઉત્તરાયણ સંબંધિત વસ્તુઓના વેચાણને લઇ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે અને જિલ્લા પોલીસ વડાને ડે-ટુ-ડે રિપોર્ટ કરવા કોર્ટે આપ્યા નિર્દેશ. આ પણ વાંચો : Banaskantha News : 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 સુધી ત્રણ દિવસીય 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026'નું આયોજન કરાશે 

Read Full Story arrow_forward
Vadodara માં પાલિકાના ટ્રકની અડફેટે સાયકલચાલકનું મોત, વડસર રોડ પર જીવલેણ અકસ્માત
calendar_today January 8, 2026

Vadodara માં પાલિકાના ટ્રકની અડફેટે સાયકલચાલકનું મોત, વડસર રોડ પર જીવલેણ અકસ્માત

સૂર્યોદય થતા જ વડોદરા શહેરમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં પાલિકાના ટ્રકની અડફેટે એક સાયકલ સવારનું મોત નિપજ્યું છે.સાયકલ સવાર રસ્તો ક્રોસ કરી રહ્યો હતો આ ઘટના શહેરના વડસર રોડ પર બની હતી, જ્યાં સાયકલ સવાર રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે સામેથી આવતા ટ્રક સાથે અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા અકસ્માત થતાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. મામલાની જાણ થતાં પોલીસનો તાત્કાલિક કાફલો પહોંચી, મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી. વાહન ચાલક સામે કાયદેસર કાર્યવાહી શરુ પોલીસે વાહન ચાલક સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો---   Patan: રાધનપુરમાં હોટલ માલિક પર હુમલો કરનાર ઝડપાયા, 50 લાખની ઉઘરાણી મામલે હોટલ માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો

Read Full Story arrow_forward