android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari News : નવસારીના વિજલપોર પોલીસ મથકના કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ, 2.75 લાખની કરી હતી માગણી
calendar_today January 7, 2026

Navsari News : નવસારીના વિજલપોર પોલીસ મથકના કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ, 2.75 લાખની કરી હતી માગણી

કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે. તે જ જ્યારે કાયદો હાથમાં લે ત્યારે સામાન્ય જનતા ક્યાં જાય? નવસારીના વિજલપોર પોલીસ મથકમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોલીસ કોન્સ્ટેબલ ભરત પાટીલ અને ચેતન પટેલ સામે ગંભીર આક્ષેપો થયા છે. રક્ષક જ બન્યા ભક્ષક આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે કોન્સ્ટેબલ ભરત પાટીલે એક યુવકને નિશાન બનાવ્યો. આરોપ છે કે ભરત પાટીલે ફરિયાદીના પુત્રને પકડી તેને ઢોર માર માર્યો હતો. માત્ર માર મારીને સંતોષ ન થયો હોય તેમ, યુવકને 'સાયબર ફ્રોડ'ના ખોટા ગુનામાં ફિટ કરી દેવાની અને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકી આપી હતી. આ ધરપકડ અને કાયદાકીય ગૂંચવણોમાંથી બચાવવા માટે કોન્સ્ટેબલે 2.75 લાખરૂપિયાની માતબર રકમની માંગણી કરી તોડ કર્યો હતો. પોલીસના ત્રાસથી લેખિત ફરિયાદ નોંધાવી પોલીસના ત્રાસ અને આર્થિક લૂંટથી કંટાળેલા ફરિયાદીએ હિંમત હારી બેસવાને બદલે નવસારીના જિલ્લા પોલીસ વડા (SP) રાહુલ પટેલનો સંપર્ક કર્યો અને લેખિત ફરિયાદ નોંધાવી. મામલાની ગંભીરતા જોતા, SP રાહુલ પટેલે તાત્કાલિક પગલાં ભર્યા હતા. પ્રાથમિક તપાસ બાદ શિસ્તભંગ અને સત્તાના દુરુપયોગ બદલ કોન્સ્ટેબલ ભરત પાટીલ અને તેને સાથ આપનાર ચેતન પટેલની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચાવી દીધી છે. ટેકનોલોજીના જમાનામાં સાયબર ફ્રોડનો ડર બતાવી સામાન્ય લોકોને લૂંટતા આવા પોલીસકર્મીઓ સામે કડક દાખલો બેસાડવો જરૂરી છે. હાલમાં આ મામલે વિભાગીય તપાસ તેજ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈ રક્ષક ભક્ષક બનવાની હિંમત ન કરે. આ પણ વાંચોઃ Gandhinagar : સેક્ટર-17 પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનો કરાયો પ્રારંભ,સવારે 8 થી સાંજે 6 સુધી મળશે સુવિધા

Read Full Story arrow_forward
Ahmedabad News: AMC એસ્ટેટ વિભાગનો મેગા સપાટો, બે દિવસમાં હજારો દબાણોનો કર્યો સફાયો
calendar_today January 7, 2026

Ahmedabad News: AMC એસ્ટેટ વિભાગનો મેગા સપાટો, બે દિવસમાં હજારો દબાણોનો કર્યો સફાયો

શહેરના વ્યસ્ત માર્ગો પર વધતા જતા દબાણો અને તેને કારણે સર્જાતી ટ્રાફિકની જટિલ સમસ્યાઓને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગે કમર કસી છે. નવા વર્ષની શરૂઆતમાં જ, એટલે કે 5 અને 6 જાન્યુઆરીના રોજ શહેરના તમામ 7 ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. 193 લારી-ગલ્લા જપ્ત કરાયા એસ્ટેટ વિભાગની ટીમોએ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોને આવરી લીધા હતા. ખાસ કરીને એસ.જી. હાઈવે, ગીતા મંદિર, કાલુપુર, અને માણેકચોક જેવા અતિ વ્યસ્ત વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કામગીરી દરમિયાન, રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા 193 લારી-ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા અને 312 જેટલી તાડપત્રીઓ દૂર કરી માર્ગો ખુલ્લા કરાયા હતા. આડેધડ પાર્કિંગ કરનારા 405 વાહનોને લોક મારવામાં આવ્યા શહેરની સુંદરતા બગાડતા અને વાહનચાલકોનું ધ્યાન ભટકાવતા 506 ગેરકાયદેસર જાહેરાત બોર્ડ કે બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા.રોડ પર આડેધડ પાર્કિંગ કરનારા 405 વાહનોને લોક મારી દેવામાં આવ્યા હતા, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત જોવા મળી હતી. દંડની પણ વસૂલાત કરાઇ માત્ર દબાણ હટાવવા પૂરતું મર્યાદિત ન રહીને, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક હાથે વહીવટી કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ બે દિવસીય મેગા ડ્રાઈવ દરમિયાન નિયમ ભંગ કરનારાઓ પાસેથી કુલ 2.44 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જાહેર રસ્તાઓ પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ AMC ની આ આક્રમક કાર્યવાહીથી ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવાના સંકેત આપવામાં આવ્યા છે. જેથી અમદાવાદીઓને ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે. આ પણ વાંચોઃ Navsari News : નવસારીના વિજલપોર પોલીસ મથકના કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ, 2.75 લાખની કરી હતી માગણી

Read Full Story arrow_forward
Dwarka News: ગૌ હત્યારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાઈ
calendar_today January 7, 2026

Dwarka News: ગૌ હત્યારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌવંશની કતલ અને ગૌ માંસના વેચાણમાં સંડોવાયેલા અસામાજિક તત્ત્વો સામે તંત્ર દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની રાહબરી હેઠળ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા 5 શખ્સો સામે પાસા હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.ગૌ વંશની કતલ કરનારા તત્વોમાં ફફડાટ છેલ્લા કેટલાક સમયથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરી તેનું માંસ વેચવાનું રેકેટ ચાલતું હોવાની માહિતી પોલીસને મળી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ શખ્સો ગૌવંશની હત્યા કરીને તેના માંસનું ખરીદ-વેચાણ કરતા હતા. હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતી ગાય માતાની ક્રૂર હત્યા કરનારા આ શખ્સો વિરૂદ્ધ કડક દાખલો બેસાડવા માટે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. ભાણવડ અને સલાયાના શખ્સો સામે એક્શન પોલીસની કાર્યવાહીમાં ઝડપાયેલા 5 આરોપીઓ પૈકી 4 શખ્સો ભાણવડ તાલુકાના સહિ દેવળીયા ગામના છે, જ્યારે 1 શખ્સ સલાયા પંથકનો રહેવાસી છે. દેવભૂમિ દ્વારકા LCB પોલીસ દ્વારા આ પાંચેય આરોપીઓને રાઉન્ડ અપ કરીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. પાસા હેઠળ કાર્યવાહી થતા આ તમામ આરોપીઓને અલગ-અલગ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. તંત્રનો કડક સંદેશ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવ્યું હતું કે, ગૌવંશ વિરૂદ્ધ આચરવામાં આવતા ગુનાઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આ કાર્યવાહી દ્વારા ગૌ હત્યા જેવી રાક્ષસી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય તત્ત્વોને પણ ચેતવણી આપવામાં આવી છે. લોકોએ પણ તંત્રની આ કડક કાર્યવાહીને આવકારી છે. આ પણ વાંચો - Dwarka News: શિવરાજપુર બિચ પર 11 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

Read Full Story arrow_forward