android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: ગુજરાતના બજેટની તૈયારીઓ શરૂ કરાઈ, વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતીની પુનઃ રચના કરાઈ
calendar_today January 7, 2026

Gandhinagar News: ગુજરાતના બજેટની તૈયારીઓ શરૂ કરાઈ, વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતીની પુનઃ રચના કરાઈ

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યુ ત્યાર બાદ આગામી સમયમાં પ્રથમ બજેટ સત્ર યોજાશે. આ બજેટ સત્ર અગાઉ સરકારના મંત્રીઓ એલર્ટ થયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ, ઉદ્યોગ અને પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આગામી બજેટ સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી હતી. બીજી તરફ વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતીની પુનઃ રચના કરવામાં આવી છે. બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરાઈ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરાઈ છે. વિધાનસભામાં કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના કરવામાં આવી છે. આ સમિતિમાં નવા સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ચાર નવા સભ્યોની નિયુક્તિ કરાઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કુંવરજી બાવળિયા અને મનિષાબેન વકીલની નિમણૂંક કરવામાં આવી છે. નવી નિયુક્તિ સાથે સલાહકાર સમિતિમાં નવ સભ્યો થયા છે. આ સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, બાલકૃષ્ણા શુક્લા અને કોંગ્રેસના તુષાર ચૌધરી પણ છે. આ પણ વાંચોઃ Rajkot News: મહાનગર પાલિકાની તિજોરી સફાચટ થઈ ગઈ, ખર્ચાઓને પહોંચી વળવા 200 કરોડની લોન લેવાશે

Read Full Story arrow_forward
Gujarat Police Bharti 2026: પોલીસ વિભાગમાં 950 જગ્યા માટે ભરતી જાહેર
calendar_today January 7, 2026

Gujarat Police Bharti 2026: પોલીસ વિભાગમાં 950 જગ્યા માટે ભરતી જાહેર

ગુજરાતના શિક્ષિત યુવાનો માટે પોલીસ વિભાગમાં જોડાવવાની ઉત્તમ તક આવી ગઈ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ષ 2025-26 માટે PSI (વાયરલેસ) અને મોટર ટ્રાન્સપોર્ટ (MT) વિભાગ માટે સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે. જેમાં પોલીસ સબ ઈન્સપેક્ટર(વાયરલેસ) 172, ટેકનિકલ ઓપરેટર 698, પોલીસ સબ ઈન્સપેક્ટર(મોટર ટ્રાન્સપોર્ટ) 35 અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર(મિકેનિકલ ગ્રેડ 1) 45 જગ્યા એમ કૂલ મળીને 950 જગ્યા માટે અરજી સ્વીકારવામાં આવશે.   કઈ પોસ્ટ માટે કેટલી લાયકાત?આ ભરતીમાં અલગ-અલગ ટેકનિકલ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવી છે: PSI (વાયરલેસ) અને ટેકનિકલ ઓપરેટર: Electronics, Communication, IT અથવા Computer Engineering માં માન્ય યુનિવર્સિટીમાંથી Bachelor Degree હોવી ફરજિયાત છે. PSI (મોટર ટ્રાન્સપોર્ટ): Automobile Engineering અથવા Mechanical Engineering માં Bachelor Degree અથવા Diploma ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. પગાર ધોરણ પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ સુધી સરકારના નિયમ અનુસાર ફિક્સ પગાર આપવામાં આવશે. પાંચ વર્ષની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, ઉમેદવારને 7મા પગાર પંચ મુજબ લેવલ-07 (રૂપિયા 39,900 થી રૂપિયા 1,26,600) ના સ્કેલમાં નિયમિત નિમણૂક આપવામાં આવશે. મહત્વપૂર્ણ તારીખો ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 9 જાન્યુઆરી, 2026 (બપોરે 2:00 કલાકથી) અરજી કરવાની છેલ્લી તારીખ: 29 જાન્યુઆરી, 2026 (રાત્રે 23:59 કલાક સુધી) અરજી કેવી રીતે કરવી? સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર જવું. વેબસાઇટ પર તા. 09.01.2026 ના રોજ અપલોડ થનારી વિગતવાર જાહેરાત કાળજીપૂર્વક વાંચવી. તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન ફોર્મ ભરવું. નોંધ: અરજી માત્ર ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે, રૂબરૂ કે ટપાલ દ્વારા મોકલેલી અરજી રદબાતલ ગણાશે. આ પણ વાંચો - Gandhinagar: ગુજરાત પોલીસે છેલ્લા 10 મહિનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 1163 લોકોની ફરિયાદોનો નિકાલ કર્યો

Read Full Story arrow_forward
Amreli : ખાંભાના ડેડાણા ગામે પૂલનું કામ રોડ-રસ્તાની વિરૂદ્ધ ત્રાંસુ કરવામાં આવ્યું, ગ્રામજનોમાં ભારે રોષ
calendar_today January 7, 2026

Amreli : ખાંભાના ડેડાણા ગામે પૂલનું કામ રોડ-રસ્તાની વિરૂદ્ધ ત્રાંસુ કરવામાં આવ્યું, ગ્રામજનોમાં ભારે રોષ

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે સુવિધા પથ યોજનામાંથી પૂલનું કામ રોડ અને રસ્તાને વિરુદ્ધ ત્રાંસુ કરવામાં આવતા ગ્રામજનો અને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. ખાંભા તાલુકાના ડેડાણ ગામે કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા વિકાસ પથ યોજનામાંથી ડેડાણ ગામમાં જવા માટેના રસ્તા પર રોડની વિરુદ્ધ અને ત્રાંસો પુલ બનાવવામાં આવ્યો છે, ત્યારે ગામજનો અને વેપારીઓ દ્વારા પુલનું કામ રસ્તાની લાઈનમા સીધું થાય તે માટે રજૂઆત કરી હતી.વેપારીઓના ધંધા રોજગાર પર પણ અસર પડી ખાંભા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિતમાં આવેદન પત્ર આપવા છતાં અધિકારીઓ દ્વારા રોડ રસ્તાની વિરુદ્ધ ત્રાંસો પુલ બનાવવામાં આવ્યો છે, ત્યારે ડેડાણ ગામોમાં છેલ્લા ત્રણ મહિનાથી એસટી બસ પણ અવરજવર કરી શકતી નથી અને વેપારીઓના ધંધા રોજગાર પર પણ અસર પડી છે. ડેડાણ ગામે પુલનું કામ ત્રણ મહિનાથી ચાલુ હોય અને પુલનું કામ રોડ અને રસ્તાથી વિરુદ્ધ ત્રાસુ થયું હોય જેનાથી વાહન વ્યવહાર અને બધી રીતે લોકો અને વેપારીઓને મુશ્કેલી ઊભી થઈ છે પણ તંત્ર દ્વારા આ કામને સરખું સુધારીને કરવામાં આવે તો કોઈ મુશ્કેલી આવતા સમયમાં થશે નહીં અને બાકી ડેડાણ ગામ અને વેપારીઓ ધંધા રોજગાર પર પણ ભારે અસર થઈ રહી છે. અધિકારીઓ પણ કોઈ વિઝિટ કરવા આવ્યા નથી ગામમાં એસટી બસ પણ આવી શકતી નથી, ત્યારે આ બાબતે અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અધિકારીઓ પણ કોઈ વિઝિટ કરવા આવ્યા નથી અને પુલનું કામ ચાલુ રહેશે તો અમારા ધંધા અને રોજગાર સાવ ભાંગી જશે, ત્યારે તંત્ર દ્વારા પુલનું કામ યોગ્ય કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ડેડાણ ગામ બંધ રાખવાની ચીમકી પણ વેપારી અગ્રણી સલીમભાઈ શેખે આપી હતી. વાહન વ્યવહાર ખોરંભે ચડશે ડેડાણ ગામે જવાના રસ્તા પર રોડની વિરુદ્ધ પુલ બનાવી નાખવા બાબતેના પ્રશ્ને ગત શનિવારે અમે વિઝીટ કરેલી હતી, જેમાં ગામ લોકોનો જે ઈસ્યુ છે સ્ટ્રક્ચર અને વોટર વિની જગ્યાએ મતલબ અલગ જગ્યાએ ક્રોસમા પુલ બનાવેલ છે તો સ્થળ સ્થિતિ ચકાસ્યા બાદ સ્ટ્રકચર બનેલું છે, બીજું ગામ લોકોની રજૂઆત હતી કે વાહન વ્યવહાર ખોરંભશે આ સ્ટ્રકચર બન્યા પછી ત્યાં સુવિધા પથની કામગીરી થવાની છે, જે હયાત ત્રણ 75 મીટરની જગ્યાએ પાંચ 50 મીટરનો રોડ બનશે. ઈન્ટેનબ્રિગેડ જેનાથી વાહન વ્યવહાર શું વ્યવસ્થિત બનશે અને સ્થળ સ્થિતિ પ્રમાણે પુલ સિપ્ટિંગ કરવું જોઈએ.આ પણ વાંચો: Gandhinagar News: ગુજરાતના બજેટની તૈયારીઓ શરૂ કરાઈ, વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતીની પુનઃ રચના કરાઈ

Read Full Story arrow_forward