android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: રાજ્ય સરકાર હસ્તકના 41 કામો માટે કેન્દ્ર સરકારે 1078 કરોડ મંજૂર કર્યા
calendar_today January 7, 2026

Gandhinagar News: રાજ્ય સરકાર હસ્તકના 41 કામો માટે કેન્દ્ર સરકારે 1078 કરોડ મંજૂર કર્યા

ભારત સરકારના સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી ગુજરાતને રાજ્ય સરકાર હસ્તકના માર્ગોના વિવિધ કામો માટે 1078.13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને સંગીન બનાવીને કનેક્ટિવિટી તથા ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનને વેગ આપવાનો અભિગમ ગુજરાતમાં રાજ્ય હસ્તકના માર્ગોના કામો માટે ફાળવાયેલી આ માતબર રકમથી આવનારા દિવસોમાં સાકાર કરી શકાશે.પી.એમ.ગતિશક્તિ અન્વયે લોજિસ્ટિક્સ પરિવહનમાં સરળતા થશે અને ઝડપી બનશે. રાજ્ય હસ્તકના માર્ગોના કામો માટે રકમ મંજૂર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માર્ગ પરિવહન-ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યના માર્ગો અને નેશનલ હાઇવે અંતર્ગતના પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે ગત નવેમ્બર-2025માં ગાંધીનગરમાં યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકની ફળશ્રુતિ રૂપે ગુજરાતને આ 1078.13 કરોડ રૂપિયાની રકમ રાજ્ય હસ્તકના માર્ગોના કામો હાથ ધરવા ફાળવવામાં આવી છે.સી.આઈ.આર.એફની આ જે રકમ રાજ્ય હસ્તકના માર્ગોના કામો માટે મંજૂર કરવામાં આવી છે તેમાંથી કુલ 564.57 કિલોમીટર લંબાઇમાં વિવિધ 41 કામો હાથ ધરાવાના છે. રાજ્યના આ વિસ્તારોમાં કામો હાથ ધરાશે તદ્અનુસાર, પાટણ, કચ્છ, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, છોટાઉદેપુર, વલસાડ, અમરેલી, જામનગર અને વડોદરા જિલ્લાઓમાં સ્ટેટ હાઇવેના વાઈડનીંગના 11 કામોમાં કુલ 229.20 કિલોમિટરમાં હાથ ધરવા રૂ. 636 કરોડ મંજુર થયા છે.રસ્તાઓના મજબૂતીકરણ અને રીસર્ફેસિંગના જે 23 કામો 335.37 કિલોમીટર લંબાઇમાં રૂ. 408.33 કરોડના ખર્ચે હાથ ધરાવાના છે તેમાં અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, તાપી, નવસારી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, સુરત અને જામનગર જિલ્લાઓના કામોનો સમાવેશ થશે.આ કામો ઉપરાંત સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી સ્ટ્રક્ચરના જે ૭ કામો માટે 33.80 કરોડ રૂપિયા મંજૂર થયા છે તેમાં તાપી, સુરત અને ડાંગ જિલ્લાઓના કામો આવરી લેવાશે. આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાતના બજેટની તૈયારીઓ શરૂ કરાઈ, વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતીની પુનઃ રચના કરાઈ

Read Full Story arrow_forward
Mehsana News: કચરાના ઢગલામાં લાગી આગ, અફરાતફરી
calendar_today January 7, 2026

Mehsana News: કચરાના ઢગલામાં લાગી આગ, અફરાતફરી

રાજ્યમાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. આ વચ્ચે મહેસાણામાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા આદુંદરા રોડ પર એક કચરાના ઢગલામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જે કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગવાને કારણે અફરાતફરી કડી શહેરના આદુંદરા રોડ પર કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. ડમ્પિંગ સાઇટની બાજુમાં કચરાના ઢગલામાં આગ લાગવાને કારણે અફરાતફરી સર્જાઈ હતી. આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતા કડી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ પણ વાંચો - Mahesana: મોં ઢાંકીને નીકળજો ! મહેસાણાની હવામાં પ્રદૂષણ વધ્યું, રિક્ષાચાલકો બેફામ બન્યા!

Read Full Story arrow_forward
Bhavnagar : રોટરી કલબ દ્વારા વિદ્યાર્થીઓને પતંગ-દોરીનું વિતરણ કરવામાં આવ્યું, જુઓ Photos
calendar_today January 7, 2026

Bhavnagar : રોટરી કલબ દ્વારા વિદ્યાર્થીઓને પતંગ-દોરીનું વિતરણ કરવામાં આવ્યું, જુઓ Photos

14 જાન્યુઆરીના રોજ આવનારા ઉત્તરાયણના તહેવારની આનંદમય ભાવનામાં Rotary Club of Bhavnagar Vibrant દ્વારા Shree Melakdi Primary School ખાતે હૃદયસ્પર્શી સમુદાય સેવા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું.

Read Full Story arrow_forward