Dahod: દારૂની રેડ કરવા ગયેલા પોલીસ જવાન પર બુટલેગરે કુહાડીથી જીવલેણ હુમલો કર્યો
ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યાં છે. હવે પોલીસ પણ બુટલેગરોના હુમલાનો શિકાર બની છે. દાહોદમાં દારૂની રેડ પાડવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર બુટલેગરે કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ કર્મીને માથામાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ પર કુહાડી વડે હુમલો દાહોદના રળિયાતી ગામમાં એક બેફામ બનેલા બુટલેગરને ત્યાં પોલીસ કોન્સ્ટેબલ સંતોષ ડામોર પર બુટલેગરે કુહાડીથી હુમલો કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન તેણે ઉશ્કેરાઈને પોલીસ પર કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં હેડ કોન્સ્ટેબલને માથામાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યાવાહી હાથ ધરી છે. આ પણ વાંચોઃ Kutch News: ભચાઉમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ
Read Full Story arrow_forward