android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સ્ટાફને બહાર કાઢી તપાસ તેજ
calendar_today January 7, 2026

Palanpur કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સ્ટાફને બહાર કાઢી તપાસ તેજ

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અજાણ્યા શખ્સ દ્વારા કલેક્ટર કચેરીના સત્તાવાર આઈડી પર ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં કચેરી પરિસરમાં વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ગંભીર બાબતની જાણ થતા જ સુરક્ષાના કારણોસર તાત્કાલિક અસરથી આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી. કલેક્ટર કચેરીમાં હાજર તમામ અધિકારીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યો હતો.બનાસકાંઠામાં હડકંપ ધમકીભર્યા મેસેજને પગલે સમગ્ર કલેક્ટર કચેરી પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા કચેરીના ખૂણેખૂણામાં ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બીજી તરફ, સાયબર ક્રાઈમની ટીમ આ ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે, તે દિશામાં ટેકનિકલ તપાસ ચલાવી રહી છે. આ ઘટનાને કારણે કચેરીના કામકાજ માટે આવેલા અરજદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો. હાલમાં પોલીસ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે અને અફવાઓથી બચવા લોકોને અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો : Ahmedabad News : ગણેશ જાડેજાને મોટી રાહત, રાજકુમાર જાટ હત્યા કેસમાં નાર્કો ટેસ્ટમાં મળી ‘ક્લીનચીટ’

Read Full Story arrow_forward
Surat News: યુવક પર હુમલો કરનાર બે આરોપી ઝડપાયા
calendar_today January 7, 2026

Surat News: યુવક પર હુમલો કરનાર બે આરોપી ઝડપાયા

સુરત શહેર હવે ક્રાઇમ કેપિટલ બની રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. શહેરમાં મારામારી અને હત્યાના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં એક યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ડર સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેમાં આવેલા ઉધના વિસ્તારના સોનલ ઇન્સ્ટ્રિયલ એસ્ટેટમાં યુવક પર જીવલેણ હુમલો થયો છે. આ યુવકનું નામ રાજા બિહારી છે.સોનલ ઇન્સ્ટ્રિયલ એસ્ટેટમાં બની ઘટના આ હુમલાની ઘટનામાં રાજા બિહારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જે કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ હુમલો જૂની અદાવતમાં હુમલો થયો હોવાનું અનુમાન છે.આ બનાવ સોનલ ઇન્સ્ટ્રિયલ એસ્ટેટમાં બન્યો હતો. સુરત પોલીસ દ્વારા CCTVના આધારે આ ઘટનામાં બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અસામાજિક તત્વોનો આતંક આ હુમલામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જે હાલ સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોનલ ઇન્સ્ટ્રિયલ એસ્ટેટમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે. પોલીસ હાલ CCTV ફૂટેજના આધારે કાર્યવાહી કરી રહી છે. આ પણ વાંચો - Surat Crime News: બાઈક ધીમે ચલાવવાનું કહેતા લોહિયાળ જંગ

Read Full Story arrow_forward
Budget 2026: બજેટમાં ખેડૂતોને રાહતની અપેક્ષા, શું કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારાશે?
calendar_today January 7, 2026

Budget 2026: બજેટમાં ખેડૂતોને રાહતની અપેક્ષા, શું કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારાશે?

કેન્દ્રીય બજેટ 2026 રજૂ થવામાં હવે વધુ સમય બાકી નથી. પરિણામે દેશના કૃષિ ક્ષેત્રનો એક મોટો વર્ગ આગામી બજેટ પર નજીકથી નજર રાખી રહ્યો છે. વધતા ખેતી ખર્ચ અને મોંઘવારીના દબાણ વચ્ચે, ખેડૂતો સરકાર પાસેથી રાહતની આશા રાખી રહ્યા છે. રકમમાં વધારો થવાની આશા ખેડૂતોને આશા છે કે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી સહાયમાં વધારો કરશે. હાલમાં ખેડૂતોને આ યોજના હેઠળ વાર્ષિક ₹6,000 મળે છે. જોકેહાલના સંજોગોમાં આ રકમ તેમને અપૂરતી લાગે છે. તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર બજેટ 2026 માં આ રકમ વધારીને ₹10,000 કરવાની જાહેરાત કરી શકે છે. વધારાની માંગ કેમ થઈ રહી છે ? ખેડૂતોના મતે છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીનો ખર્ચ ઝડપથી વધ્યો છે. ખાતર, બીજ, જંતુનાશકો, ડીઝલ અને કૃષિ સાધનો પહેલા કરતા ઘણા મોંઘા થઈ ગયા છે. આવા સંજોગોમાં ₹6,000 ની વાર્ષિક સહાય જરૂરી કરતાં ઘણી ઓછી છે. જો સરકાર આ રકમમાં વધારો કરે છે તો તે ખેડૂતોને કૃષિમાં વધુ સારું રોકાણ કરવામાં અને ઉત્પાદન વધારવામાં મદદ કરી શકે છે. આ સંદર્ભમાં દેશભરના ખેડૂતો આ વર્ષના બજેટ અંગે ખૂબ જ આશાવાદી છે. જો સરકાર નાણાકીય સહાય વધારવાનો નિર્ણય લે છે, તો તેનો સીધો ફાયદો સાથી ખેડૂતોને થશે. વધુમાં, તેમના હાથમાં વધુ પૈસા હોવાથી, ખેડૂતોની ખર્ચ કરવાની ક્ષમતા વધશે, જેના કારણે સમગ્ર ગ્રામીણ અર્થતંત્રમાં વૃદ્ધિ થશે. આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ડિસેમ્બર 2018 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ નાના ખેડૂતો અને મર્યાદિત ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની સહાય મળે છે. ભંડોળ સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

Read Full Story arrow_forward