android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
‘Hello Sir, This Is Microsoft…’ એક કોલ અને બેંક ખાતું ખાલી! જાણો
calendar_today January 7, 2026

‘Hello Sir, This Is Microsoft…’ એક કોલ અને બેંક ખાતું ખાલી! જાણો

કોલ સેન્ટર છેતરપિંડી આજના સમયમાં સૌથી ખતરનાક સાયબર ગુનાઓમાંની એક બની ગઈ છે. આ છેતરપિંડી એટલા પ્લાનિંગથી કરવામાં આવે છે કે સામાન્ય વ્યક્તિ માટે સાચું અને ખોટું ઓળખવું મુશ્કેલ બની જાય છે. આ રીતે છેતરપિંડી કલ્પના કરો, અમેરિકાના એક શહેરમાં રહેતા વૃદ્ધ વ્યક્તિ પોતાના લેપટોપ પર કામ કરી રહ્યા છે. અચાનક સ્ક્રીન પર સંદેશ આવે છે – “તમારી સિસ્ટમ હેક થઈ ગઈ છે, તાત્કાલિક Microsoft Support ને ફોન કરો.” ડરીને તેઓ આપેલ નંબર પર કોલ કરે છે. સામે તરફથી બહુ જ પ્રોફેશનલ રીતે અવાજ આવે છે – “Hello Sir, This is Microsoft Technical Support.” અહીંથી છેતરપિંડીની શરૂઆત થાય છે. એજન્ટોને તાલીમ આપવામાં આવે આ નકલી કોલ સેન્ટરો સામાન્ય BPO જેવી જ વ્યવસ્થા ધરાવે છે. કમ્પ્યુટર, હેડસેટ, શિફ્ટ, ટાર્ગેટ અને સ્ક્રિપ્ટ – બધું વ્યવસાયિક રીતે ગોઠવેલું હોય છે. એજન્ટોને ખાસ તાલીમ આપવામાં આવે છે કે કેવી રીતે ડર પેદા કરવો, વિશ્વાસ જીતવો અને માનસિક દબાણ ઉભું કરવું. અંગ્રેજી નામ સાથે ઓળખ આપે એજન્ટો પોતાને ઑસ્ટિન, માર્કસ કે ક્રિસ્ટીન જેવા અંગ્રેજી નામે ઓળખાવે છે અને બ્રિટિશ અથવા અમેરિકન ઉચ્ચારણમાં વાત કરે છે. પછી પીડિતને AnyDesk કે TeamViewer જેવી રિમોટ એપ ઇન્સ્ટોલ કરાવવામાં આવે છે. એકવાર કમ્પ્યુટરનો કાબૂ મળી જાય પછી નકલી ભૂલો, ખોટા બેંક ટ્રાન્ઝેક્શન અને ફર્જી ચેતવણીઓ બતાવવામાં આવે છે. વ્યક્તિમાં ડરનો માહોલ ડર એટલો વધારવામાં આવે છે કે વ્યક્તિ વિચારી પણ શકતો નથી. પછી કહેવામાં આવે છે કે જો તાત્કાલિક પૈસા ન ચૂકવ્યા તો બેંક ખાતું ફ્રીઝ થશે કે કાનૂની કાર્યવાહી થશે. ચુકવણી માટે ગિફ્ટ કાર્ડ, ક્રિપ્ટોકરન્સી અથવા વાયર ટ્રાન્સફર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેથી પૈસા ટ્રેસ કરવું મુશ્કેલ બને. એજન્સીઓ સમયાંતરે નેટવર્ક્સ પર કાર્યવાહી ભારત અને વિદેશની તપાસ એજન્સીઓ સમયાંતરે આવા નેટવર્ક્સ પર કાર્યવાહી કરે છે, પરંતુ સમસ્યા એટલી મોટી છે કે ફક્ત દરોડાથી ઉકેલ આવતો નથી. સરકારે 1930 હેલ્પલાઇન અને સાયબર ક્રાઇમ પોર્ટલ શરૂ કર્યું છે. અધિકારીઓ કહે છે કે છેતરપિંડીની શંકા થાય ત્યારે તરત ફરિયાદ કરવી સૌથી મહત્વપૂર્ણ છે. જાગૃતિ, સાવચેતી અને માહિતી જ આ પ્રકારની ડિજિટલ છેતરપિંડી સામે સૌથી મોટું શસ્ત્ર છે.આ પણ વાંચો : 10 દીકરીઓ પછી દીકરાનો જન્મ થયો... 19 વર્ષમાં 11મી વખત માતા બની સુનિતા

Read Full Story arrow_forward
Aanand : બોરસદ આણંદ રૂટ પર નવી બસોનો પ્રારંભ,ધારાસભ્યએ બસ ચલાવીને કર્યું નવા રૂટનું લોકાર્પણ
calendar_today January 7, 2026

Aanand : બોરસદ આણંદ રૂટ પર નવી બસોનો પ્રારંભ,ધારાસભ્યએ બસ ચલાવીને કર્યું નવા રૂટનું લોકાર્પણ

આણંદ જિલ્લાના બોરસદ વિસ્તારના નાગરિકો માટે પરિવહન ક્ષેત્રે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. બોરસદ-આણંદ રૂટ પર લાંબા સમયથી નવી બસોની જે માંગ હતી, તેને સંતોષતા એસટી વિભાગ દ્વારા નવી અત્યાધુનિક બસો ફાળવવામાં આવી છે. જોકે, આ લોકાર્પણ કાર્યક્રમ માત્ર રીબીન કાપવા સુધી સીમિત ન રહ્યો, પણ ધારાસભ્ય યોગેશ પટેલના અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.બોરસદ આણંદ રૂટ પર નવી બસોનો પ્રારંભ સ્ટેયરિંગ પર હાથ અને ચહેરા પર સ્મિત નવા રૂટની બસોના લોકાર્પણ પ્રસંગે બોરસદના ધારાસભ્ય યોગેશ પટેલે પરંપરાગત રીતે પૂજા અર્ચના કર્યા બાદ કંઇક નવું કરવાનું વિચાર્યુ. તેમણે પ્રોટોકોલ બાજુ પર મૂકીને પોતે જ ડ્રાઇવરની સીટ સંભાળી લીધી હતી. ધારાસભ્યએ ઉત્સાહપૂર્વક બસનું સ્ટેયરિંગ પકડીને બસ ચલાવી હતી અને નવા રૂટનું વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ધારાસભ્ય યોગેશ પટેલ જાતે બસ ચલાવી આનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ધારાસભ્ય દ્વારા બસ ચલાવવાનો આ વીડિયો સામે આવતા જ લોકોમાં કુતૂહલ જોવા મળ્યુ હતું. આ કાર્ય બાદ તેમની આસપાસ કાર્યકરો અને એસટી વિભાગના કર્મચારીઓ પ્રોત્સાહન આપી રહ્યા છે. લોકોએ તેમના આ સાદગીભર્યા અને ઉત્સાહી અભિગમને બિરદાવ્યો હતો. મુસાફરોને મળશે રાહત આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, બોરસદ અને આણંદ વચ્ચે દરરોજ હજારો વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓ અવરજવર કરે છે. જૂની બસોને કારણે મુસાફરોને પડતી હાલાકી હવે દૂર થશે. નવી બસો આવવાથી મુસાફરી વધુ સુખદ અને સમયસર બનશે.બોરસદમાં નવી બસોના પ્રારંભ સાથે ધારાસભ્યના ડ્રાઈવિંગ કૌશલ્યે આ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.આ પણ વાંચોઃ Rajkot: પોલીસે આરોપીઓની શાન ઠેકાણી લાવી, જે સ્થળે આતંક મચાવ્યો ત્યાં જ સરઘસ કાઢ્યું

Read Full Story arrow_forward
Surat News: ડમ્પર અને એક્ટિવા વચ્ચેના અકસ્માતમાં એકનું મોત
calendar_today January 7, 2026

Surat News: ડમ્પર અને એક્ટિવા વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

સુરત શહેરમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં એક એક્ટિવા ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મધુરમ સર્કલ પાસે પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.ઘટનાસ્થળે જ તોડ્યો દમ ઘટનાની મળતી માહિતી અનુસાર, ડિંડોલીના વ્યસ્ત એવા મધુરમ સર્કલ પાસેથી એક્ટિવા ચાલક પસાર થઈ રહ્યો હતો, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેને અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, એક્ટિવા ચાલક ડમ્પરના ટાયર નીચે આવી ગયો હતો અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ડમ્પર ચાલકને દબોચ્યો આ ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જી ભાગવાની પેરવીમાં રહેલા ડમ્પર ચાલકને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે ડમ્પર કબ્જે કરીને ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વારંવાર બનતી આવી ડમ્પર અકસ્માતની ઘટનાઓથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો - Surat Crime News: બાઈક ધીમે ચલાવવાનું કહેતા લોહિયાળ જંગ

Read Full Story arrow_forward