android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar:જિલ્લામાં મતદારયાદીમાં નામ ઉમેરવા માટે 19 હજારથી વધુ લોકોની અરજી
calendar_today January 6, 2026

Gandhinagar:જિલ્લામાં મતદારયાદીમાં નામ ઉમેરવા માટે 19 હજારથી વધુ લોકોની અરજી

ગાંધીનગર સહિત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ચાલી રહી છે. જેમાં 19 ડિસેમ્બરના મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે બાદ હવે 18 જાન્યુઆરી સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત સહિતની સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે. જે અંતર્ગત અત્યાર સુધી નવા મતદાર તરીકે નામ ઉમેરવા માટે 19 હજારથી વધુ ફોર્મ મળ્યા છે.રાજ્યના તમામ જિલ્લાઓમાં મતદારોની સુલભતા માટે ખાસ કેમ્પના પણ આયોજન કરવામાં આવ્યા હતા. જ્યાં ઉપસ્થિત સ્ટાફે નાગરિકોને નવા મતદાર તરીકે જોડાવવા માટે ફૉર્મ નં 6, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફૉર્મ નં 7 અને નામ ટ્રાન્સફર તથા અન્ય સુધારા માટે ફૉર્મ નં 8 ભરવામાં મદદ કરી હતી. જેમાં અત્યાર સુધી નવા મતદાર તરીકે નામ ઉમેરવા માટે અંદાજે 19250 ફોર્મ, નામ કમી કરાવવા માટે અંદાજે 1633 ફોર્મ જ્યારે, નામ ટ્રાન્સફર તથા અન્ય સુધારા માટે 16,700 જેટલા ફોર્મ મળ્યા છે. SIR અંતર્ગત થયેલી કામગીરીમાં જિલ્લાના કુલ 13,89,712 મતદારોમાંથી 2,15,786 મતદારોના નામ મતદારયાદીમાંથી કમી થઈ ગયા છે. જ્યારે 11,73,926 મતદારોનો સમાવેશ મુસદ્દા મતદારયાદીમાંથી થયો છે. જેમાં 6,05,622 પુરૂષ મતદારો, 5,68,259 સ્ત્રી મતદારો તથા 45 અન્ય મતદારોના સમાવેશ થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli:ખાતર પણ નકલી : અમરેલીમાં નકલી ખાતરની ફેક્ટરી પકડાઈ
calendar_today January 6, 2026

Amreli:ખાતર પણ નકલી : અમરેલીમાં નકલી ખાતરની ફેક્ટરી પકડાઈ

અમરેલી નજીક ગેરકાયદેસર રીતે નકલી ખાતર બનાવવાની ફેક્ટરી ચાલી રહી હોવાની વાતને આધારે પોલીસે દરોડો પાડી આખે આખી ફેક્ટરી ઝડપી પાડી છે. જોકે ફેક્ટરી સંચાલક કે કામ કરનારા કોઈ પણ કર્મચારીઓ પોલીસની ઝપટે હજુ સુધી ચડયા નથી જેના કારણે આશ્ચર્ય સર્જાયું છે.અમરેલી જિલ્લામાં આવા બનાવટી ખાતર બનાવી અને ખેડૂતોને વેચાણ કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ટીમ દ્વારા તપાસ ચાલી રહી હતી. બાબરા તાલુકાના ખંભાળા ગામે ફર્ટિલાઈઝર એગ્રોના વિક્રેતા પાસેથી બનાવટી ઇફ્કો કંપનીના માર્કાવાળી પ્લાસ્ટિકની બેગમાં હલકી ગુણવત્તાવાળું ખાતર ભરી વેચાણ કરવા અંગેનો ગુનો નોંધાયેલો હતો. જેની તપાસ ચાલુ હતી. તપાસ દરમિયાન અમરેલીના મોટા આંકડિયા પીપળલગ રોડ ઉપર આવેલ નિરીમા એગ્રી પ્રોડક્સ નામની ફેક્ટરીમાંથી ડુપ્લીકેટ ખાતર બનતું હોવાની બાતમી મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે દરોડો પાડયો હતો. આ ફેક્ટરીમાંથી પોલીસને હલકી ગુણવત્તાનું એમોનીયમ સલ્ફેટ ખાતર ભરેલ પ્લાસ્ટિકની બેગ-50 કિલો નંગ-502, રૂ.4.76.900, ખાતર ભરેલ પ્લાસ્ટિકની બેગ-25 કિલો, નંગ-720, કિ.રૂ.6,84,000, સરોવર-સરદાર ઈમ્પોર્ટેડ બાય ગુજરાત સરદાર ફર્ટીલાઇઝર કોર્પોરેશન લખેલ પ્લાસ્ટિકની ખાતર ભરવા ઉપયોગમાં લેવાતી ખાલી બેગ નંગ-5600, કિ. રૂ.14,000, હલકી ગુણવત્તાનું ખાતર બનાવવા તથા ભરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ મશીનરી નંગ-3. રૂ. રૂ.8,50,000 મળીને રૂ.16.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ફેક્ટરીનો સંચાલક ભરત ચીમનભાઈ ધાનાણી રહે.લાલાવદર, તા.જી.અમરેલી, હાલ રહે.સુરત વાળો મળ્યો નથી કે અહીં કામ કરનારા અન્ય કોઈ વ્યક્તિ પણ હજુ સુધી પોલીસના હાથ લાગ્યા નથી. ફેક્ટરીમાં અનેક લોકોની સંડોવણીની શક્યતા અમરેલી નજીકથી પોલીસને નકલી ખાતર બનાવવાની આખે આખી ફેક્ટરી મળી આવી છે તેમાં માત્ર એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તે વ્યક્તિ પણ હાલ ફરાર છે. જ્યારે આ આખી ફેક્ટરીમાં અનેક લોકો કામ કરતા હોવાની શક્યતા છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં તેના જુદા જુદા અને તેનો વેચાણ કરનારા અનેક લોકોના નામ આમાં ખુલે તેમ છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Opinion:ચકાસો કે તમે પાણી નહીં ઝેર પી રહ્યા છો કે શું?
calendar_today January 6, 2026

Opinion:ચકાસો કે તમે પાણી નહીં ઝેર પી રહ્યા છો કે શું?

લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે દેશનાં દરેક નાગરિકનો અબાધિત અધિકાર છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં લોકોને પીવા માટે દૂષિત પાણી મળી રહ્યું છે. સત્તાવાળાઓ દ્વારા નાગરિકનાં જીવન અને જિંદગી સાથે ચેડાં કરાઈ રહ્યા છે.છેલ્લા 7-8 વર્ષથી સ્વચ્છ શહેર તરીકેનો સતત એવોર્ડ જીતતા આવતા ઈન્દોરનાં લોકોને સ્વપ્નેય પણ ખ્યાલ નહીં હોય કે દૂષિત અને વિષાણુયુક્ત પાણીનો ધોધ અનેકની જિંદગી છીનવી લેશે કે તેને બેહાલ કરી દેશે. આમ જોવા જઈએ તો કેટલાક સમયથી ઈન્દોરનાં લોકો દૂષિત પાણીની ફરિયાદો કરી રહ્યા હતા પણ સત્તાવાળાઓનાં બહેરા કાને અથડાઈને આ ફરિયાદો પાછી વળતી હતી. કોઈ સત્તાવાળાઓ કે અધિકારીઓએ ઈન્દોરનાં લોકોની ફરિયાદો સામે આંખ આડા કાન કર્યા જેનાં પરિણામે ત્યાં 15 જેટલા લોકોની જિંદગી પર પાણી ફરી વળ્યું. ચોખ્ખું સ્વચ્છ પાણી મેળવવાનાં સપના પર દૂષિત પાણી ફરી વળ્યું. હવે ત્યાં દૂષિત પાણીનાં કારણે કેટલાં મોત થયા તેનાં આંકડા પર રાજકારણ રમાઈ રહ્યું છે. ગ્રેટર નોઇડાનાં પણ આવા જ હાલ થઈ રહ્યા છે. સત્તાવાળાઓની બેદરકારીને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ બધી ઘટનાઓ પછી તમામ રાજ્ય સરકારો તેમજ સત્તાવાળાઓએ લોકોને પીવાનું સ્વચ્છ પાણી આપવા તાકીદે પગલાં લેવાની જરૂર છે. લોકોની સુખાકારીનાં મામલે કોર્ટોએ દખલગીરી કરવી પડે તે સૌના માટે શરમની વાત છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં મામલો ગયો તો ત્યાં મુખ્ય સમસ્યા દૂર કરવા ચર્ચા થવાને બદલે મોતનાં ખોટા આંકડાઓ પર દલીલબાજી ચાલી. આ પણ મુખ્ય મુદ્દાથી લોકોને ભટકાવવાની વાત થઈ. ઈન્દોરનાં સત્તાવાળા 10નાં મૃત્યુ થયાનું ગાણું ગાઈ રહ્યા છે ત્યારે બિનસત્તાવાર આંકડો 15નાં મોતની પુષ્ટિ કરી રહ્યો છે. 200થી વધારે લોકો હોસ્પિટલમાં સારવાર કરી રહ્યા છે. તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમની પાસે રહેલા પાણીનાં તમામ સ્ત્રોતોનો ઉપયોગ કરીને સૌને પીવાનું શુદ્ધ પાણી આપવું એ તેમની ફરજ છે. કેન્દ્ર સરકારે પણ આ દિશામાં કામગીરી કરવા રાજ્યોને સૂચના આપીને લોકોને શુદ્ધ પાણી પહોંચતું કરવા તાકીદ કરવાની જરૂર છે. એક અભ્યાસ મુજબ દેશમાં દરેક 1લાખની વસ્તી દીઠ સરેરાશ 35 લોકોનું દૂષિત પાણી પીવાથી મૃત્યુ થાય છે. ગ્લોબલ એવરેજની સરખામણીમાં આ આંકડો 3 ગણો છે. સરકાર દ્વારા જળ જીવન મિશન નામનું મંત્રાલય શરૂ કર્યું છે. લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. 81 ટકા ગ્રામિણ ઘરોમાં પીવાનું શુદ્ધ જળ નળ દ્વારા અપાઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે નળ સે જળની ઝુંબેશ ચલાવવામાં આવી છે.

Read Full Story arrow_forward