android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vaishno Devi: જોજો બુકિંગ કરી ન દેતા, નહી તો પૈસા ગયા સમજો, વૈષ્ણવદેવી શ્રાઇન બોર્ડે શ્રદ્ધાળુઓને ચેતવ્યા
calendar_today January 7, 2026

Vaishno Devi: જોજો બુકિંગ કરી ન દેતા, નહી તો પૈસા ગયા સમજો, વૈષ્ણવદેવી શ્રાઇન બોર્ડે શ્રદ્ધાળુઓને ચેતવ્યા

માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે યાત્રાળુઓને મહત્વપૂર્ણ સલાહ આપી છે. બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ચેતવણી આપી છે કે તેઓ નકલી મેસેજ, ફોન કોલ્સ અથવા વોટ્સએપ ફોરવર્ડ દ્વારા લલચાવતી જાહેરાત પર ધ્યાન ન આપે અને કોઇ ચૂકવણી પણ ન કરે. આવા સંદેશાઓ ઘણીવાર માતા વૈષ્ણોદેવી યાત્રા માટે બુકિંગ અથવા સંબંધિત સેવાઓ ઓફર કરવાનો ખોટો દાવો કરે છે. બોર્ડે યાત્રાળુઓને સ્પષ્ટપણે સલાહ આપી હતી કે તેઓ અનધિકૃત વેબસાઇટ્સ અથવા વ્યક્તિઓ તરફથી મળતી છેતરપિંડીભરી જાહેરાતોથી સાવધ રહે.બોર્ડે યાત્રાળુઓને અપીલ શ્રાઈન બોર્ડ અનુસાર બધી સત્તાવાર બુકિંગ ફક્ત તેની વેબસાઇટ દ્વારા જ કરવામાં આવે છે. હેલિકોપ્ટર ટિકિટ, પૂજા, દર્શન સ્લિપ, રૂમ અથવા અન્ય સેવાઓ બુક કરવા માટે ફક્ત આ વેબસાઇટનો ઉપયોગ કરો. બોર્ડે યાત્રાળુઓને કોઈપણ ચુકવણી કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરવા વિનંતી કરી. જો શંકા હોય તો પુષ્ટિ કરવા માટે શ્રાઈન બોર્ડના હેલ્પડેસ્ક નંબરનો સંપર્ક કરો. યાત્રાળુઓની વધતી જતી સંખ્યા વચ્ચે આ ચેતવણી આપવામાં આવી છે. https://x.com/OfficialSMVDSB/status/2008518602463604898નકલીથી સાવધાન આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે માતા વૈષ્ણોદેવીની મુલાકાત લેનારા યાત્રાળુઓની સંખ્યા વધી રહી છે. શિયાળાની યાત્રાની મોસમ શરૂ થઈ ગઈ છે, અને લાખો યાત્રાળુઓ કટરા પહોંચી રહ્યા છે. આનો લાભ લઈને છેતરપિંડી કરનારાઓ સક્રિય થઈ ગયા છે. તેઓ નકલી વેબસાઇટ બનાવીને અથવા સોશિયલ મીડિયા પર જાહેરાતો આપીને લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. આવા નકલી મેસેજમાં ઘણીવાર એવો દાવો કરે છે કે ખાસ પૂજા અથવા પ્રાથમિકતા દર્શન માટે બુકિંગ ઉપલબ્ધ છે, પરંતુ આવું કંશું હોતુ નથી. આવા લોકોને પેમેન્ટ કર્યા બાદ તેઓ ગાયબ થઇ જાય છે. કોઇ કોન્ટેક્ટ તેમનો થતો નથી. યાત્રાળુઓને સતર્ક રહેવાની સલાહ શ્રાઇન બોર્ડે યાત્રાળુઓને સતર્ક રહેવા અને સલામત મુસાફરી કરવાની સલાહ આપી છે. બોર્ડ જણાવે છે કે સત્તાવાર વેબસાઇટ પર બુકિંગ સંપૂર્ણપણે સુરક્ષિત અને પારદર્શક છે, જે બધી સેવાઓ માટે સચોટ માહિતી અને દર પ્રદાન કરે છે. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો અથવા અજાણ્યા નંબરો પરથી આવતા કોલ પર વિશ્વાસ કરવાનું ટાળો. માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ યાત્રાળુઓની સુવિધા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યરત છે. તાજેતરમાં નવા ટ્રેક અને સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બોર્ડ તરફથી આ ચેતવણી યાત્રાળુઓને છેતરપિંડીથી બચાવવા અને તેમની યાત્રાને સરળ બનાવવા માટે છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદના ન્યૂ મણિનગરમાં મજૂરનું દટાતા મોત, ડ્રેનેજનું ખોદકામ કરતા સમયે બની ઘટના
calendar_today January 7, 2026

Gujarat Latest News Live : અમદાવાદના ન્યૂ મણિનગરમાં મજૂરનું દટાતા મોત, ડ્રેનેજનું ખોદકામ કરતા સમયે બની ઘટના

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Patan News : પાટણમાં રાધનપુરમાં પ્રવાસ દરમિયાન શિક્ષકનું હાર્ટ એટેકથી મોત, અંબાજીમાં ગબ્બરથી નીચે ઉતરતા બની ઘટના
calendar_today January 7, 2026

Patan News : પાટણમાં રાધનપુરમાં પ્રવાસ દરમિયાન શિક્ષકનું હાર્ટ એટેકથી મોત, અંબાજીમાં ગબ્બરથી નીચે ઉતરતા બની ઘટના

પાટણના રાધનપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમણ પરમારને પ્રવાસ દરમિયાન આવ્યો હાર્ટ એટેક અને વલ્લભનગર પ્રાથમિક શાળામાં બજાવતા હતા ફરજ અને અંબાજીમાં ગબ્બરથી નીચે ઉતરતા આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ ખસેડાતા હાજર તબીબે મૃત જાહેર કર્યા છે. શિક્ષકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. હાર્ટ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ. શું છે હાર્ટ એટેક જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો. હાર્ટ એટેકનાં લક્ષણો ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે. આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથના સદભાવના ગ્રાઉન્ડમાં PM નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાશે, 108 અશ્વો વચ્ચે PM મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે

Read Full Story arrow_forward