Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલનો વીજચોરો પર સપાટો, એક જ સપ્તાહમાં રૂ.2.51 કરોડનો દંડ ફટકારાયો
તારીખ ૨૯.૧૨.૨૦૨૫ થી ૦૩.૦૧.૨૦૨૬ દરમિયાન સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા વિવિધ ગામોમાં વીજ તંત્રની ટીમોએ વ્યાપક તપાસ હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન ઘર વપરાશના ૩૨૧૨, વાણિજ્યના ૫૬ અને ખેતીવાડીના ૨૩ મળી કુલ ૩૨૯૧ વીજ જોડાણોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કુલ 565 વીજ જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડી હતી જેમાં ઘર વપરાશના ૫૫૦, વાણિજ્યના ૧૦ અને ખેતીવાડીના ૦૫ કનેક્શનનો સમાવેશ થાય છે. આ પૈકી ૨૯૯ જેટલા કિસ્સાઓ તો એવા હતા કે, જેમાં વીજ જોડાણ વગર જ સીધી રીતે વીજળીની ચોરી કરવામાં આવતી હતી. આ તમામ કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ રૂ.૨૫૧.૧૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્તુળ કચેરી સુરેન્દ્રનગર દ્વારા તમામ વીજ ગ્રાહકો અને નાગરિકો માટે વીજ સલામતી અંગેની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર પતંગ ચગાવતી વખતે જો પતંગ કે દોરી વીજળીના થાંભલા અથવા જીવંત તારમાં ફસાઈ જાય, તો તેને કાઢવા માટે ક્યારેય થાંભલા પર ચઢવું નહીં કે વીજળીના તાર કે કેબલને અડકવાનો પ્રયત્ન કરવો નહીં. વીજળીના તાર પર ફસાયેલા પતંગને કાઢવા માટે લોખંડના લંગર કે લાકડીઓ નાખવી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આવું કરવાથી વીજળીના તાર એકબીજા સાથે અથડાતા મોટા ધડાકા થઈ શકે છે, તાર તૂટી શકે છે અથવા શોર્ટ સર્કિટને કારણે ઘરના વીજ ઉપકરણો બળી જવાની અને જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ પણ વાંચો : Rajkotમાં નશાના દૂષણને ડામવા SOGની કવાયત, જુઓ Video
Read Full Story arrow_forward