android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :   અમદાવાદના કાલુપુર અને અસારવામાં ડિમોલિશન,ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
calendar_today January 6, 2026

Gujarat Latest News Live : અમદાવાદના કાલુપુર અને અસારવામાં ડિમોલિશન,ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Rajkot: રોગચાળો કાબુમાં લેવા મનપાની ટીમો કામે લાગી
calendar_today January 6, 2026

Rajkot: રોગચાળો કાબુમાં લેવા મનપાની ટીમો કામે લાગી

ગુજરાતમાં હાલમાં પાટનગર ગાંધીનગર ટાઈફોઈડના રોગચાળા સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ તંત્ર જાગ્યું છે અને રોગચાળો કાબુમાં લેવા માટે કામગીરી શરૂ કરી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના 18 વોર્ડમાં તબક્કાવાર ફોગિંગની કામગીરી કરાશે. મચ્છરોના બ્રિડિંગનો નાશ કરવા કામગીરી શરૂ કરવામાં આવશે. રાજકોટમાં રોગચાળો કાબૂમાં લેવા મનપાની કામગીરી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના 18 વોર્ડમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા મચ્છરોના બ્રિડિંગ શોધીને તેનો નાશ કરવામાં આવશે. શહેરના અલગ અલગ વિસ્તારમાં મચ્છરના લાર્વા નાશક કામગીરી કરવામાં આવી છે. શહેરમાં દવા છંટકાવ અને ક્લીનીંગ કરવા ટીમો કામે લાગી છે. 132 રહેણાંક અને 30 કોમર્શિયલ મિલ્કતોનો નોટીસ આપવામાં આવી છે.  

Read Full Story arrow_forward
Patan: શેરબજારમાં રોકાણના નામે રાધનપુરના વેપારી સાથે 10.31 લાખની છેતરપિંડી, ચાર સામે ગુનો દાખલ
calendar_today January 6, 2026

Patan: શેરબજારમાં રોકાણના નામે રાધનપુરના વેપારી સાથે 10.31 લાખની છેતરપિંડી, ચાર સામે ગુનો દાખલ

પાટણ જિલ્લાના રાધનપુરના એક વેપારીને વધુ નફાની લાલચ આપી સાયબર ગઠિયાઓએ રૂપિયા 10.31 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ મામલે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.રાધનપુરના વેપારી સાથે 10.31 લાખની છેતરપિંડીઆ છેતરપિંડીનો ભોગ રાધનપુર ગંજ બજારના વેપારી વિકાસ સુરેશભાઈ ઠક્કર બન્યા છે. ઘટનાની શરૂઆત ગત 7 નવેમ્બર 2025ના રોજ થઈ હતી, જ્યારે તેમને 'વિવેક શર્મા' નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે શેરબજારમાં ટ્રેડિંગ દ્વારા મોટો નફો કરાવવાની ખાતરી આપી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે માત્ર ₹5,000 ટ્રાન્સફર કરાવ્યા બાદ, આરોપીઓએ 'WEALTH SECURITY' નામની એક શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.કરોડોના નફાની લાલચમાં લાખો ગુમાવ્યાઆરોપીઓએ ઓછી દલાલી અને વધુ વળતરની લાલચ આપી વેપારી પાસેથી ટુકડે-ટુકડે મોટી રકમ પડાવી હતી. 08/11/2025: રૂ. 1,00,000 ટ્રાન્સફર કરાવ્યા.10/11/2025: રૂ. 8,00,000 ટ્રાન્સફર કરાવ્યા.12/11/2025: રૂ. 2,31,000 ટ્રાન્સફર કરાવ્યા. કુલ રકમ રૂ. 10,31,000 અલગ-અલગ બેંક ખાતામાં જમા કરાવાઈ. આ છેતરપિંડીમાં વિવેક શર્માની સાથે રજત અને વાસુભાઈ પટેલ નામના શખ્સો પણ સામેલ હતા.વેપારીએ સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કર્યો વાસુ પટેલે વિશ્વાસ જીતવા માટે ફરિયાદીને રૂ. 2 લાખ રોકડા પણ મોકલ્યા હતા, પરંતુ અંતે જ્યારે એપ્લિકેશનના આઈડી-પાસવર્ડ બદલાઈ ગયા ત્યારે વેપારીને પોતે છેતરાયા હોવાની ખબર પડી હતી. છેતરપિંડીનો અહેસાસ થતા જ વેપારીએ સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કર્યો હતો. પાટણ સાયબર પોલીસે આ મામલે તપાસ કરીને વિવેક શર્મા, રજત, વાસુભાઈ પટેલ, ઓડેદરા સરમન મેહેન્દ્ર (બેંક ખાતા ધારક) ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.આ પણ વાંચો:ઉત્તરાયણ પર જીવલેણ દોરીથી વાહનચાલકોને બચાવવા 19 વર્ષથી બ્રિજો પર તાર બાંધતા મનોજ ભાવસાર

Read Full Story arrow_forward