android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh: જિલ્લામાં કોઈપણ પ્રોપર્ટી પોલીસને જાણ કર્યા સિવાય ભાડે આપી શકાશે નહીં
calendar_today January 6, 2026

Junagadh: જિલ્લામાં કોઈપણ પ્રોપર્ટી પોલીસને જાણ કર્યા સિવાય ભાડે આપી શકાશે નહીં

જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ મકાન,ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડસ્ટોરેજના માલિક સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જાણ કર્યા સિવાય કોઈને મકાન ભાડે આપે શકાશે નહીં. એ માટેનું જૂનાગઢ જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પડાયું જૂનાગઢ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતના માણસો કામધંધા અર્થે આવે છે.આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ સ્થાનીકે ભાડેથી મકાન કે અન્ય એકમ લઈ સ્થાનિક માણસો સાથે ભળી જઈ બદ ઈરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીની પગલા આવશ્યક જણાય છે.જે અન્વયે જૂનાગઢ જિલ્લા અધિક કલેક્ટર બી.એસ.બારડ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર આ જાહેરનામાં મુજબ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જ્યારે મકાન,ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડસ્ટોરેજ ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને ભાડેથી આપી શકશે નહીં. ભાડે આપેલ મકાન કે અન્ય એકમની વિગત ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નજીકના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. આ પણ વાંચોઃ Surat: જિલ્લામાં મકરસંક્રાંતિને લઈ કડક પ્રતિબંધો અંગે જાહેરનામું બહાર પડાયુ

Read Full Story arrow_forward
Gandhinagar News: વિવાદ વધતા ક્રિકેટનું મેદાન છોડી મેયર પરત ફર્યા, હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી
calendar_today January 6, 2026

Gandhinagar News: વિવાદ વધતા ક્રિકેટનું મેદાન છોડી મેયર પરત ફર્યા, હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી

ગાંધીનગર શહેરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડ અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી ગંભીર પરિસ્થિતિમાં શહેરની સુરક્ષા કરવાને બદલે મેયર અને મનપાના હોદ્દેદારો ભાવનગર ખાતે ક્રિકેટ મેચ રમવા પહોંચી જતાં સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં આ બાબતની આકરી ટીકા થતા જ મોવડી મંડળ દ્વારા તેમને તાત્કાલિક પરત આવવા માટે સૂચના આપવામાં આવી હતી.પરત ફરતાની સાથે જ સિવિલની મુલાકાત ભાવનગરથી પરત આવ્યા બાદ મેયર સીધા જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ટાઈફોઈડના દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૃચ્છા કરી હતી. મેયરે સિવિલના તબીબો સાથે ચર્ચા કરીને દર્દીઓને પૂરતી સુવિધા મળી રહે તે માટે સૂચના આપી હતી. રોગચાળો અટકાવવા તંત્ર સજ્જ પાણીની લાઈનમાં લીકેજને કારણે આ રોગચાળો ફેલાયો હોવાની કબૂલાત બાદ હવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. મેયરે ખાતરી આપી હતી કે લીકેજ સાંધવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે સર્વે કરી રહી છે. જોકે, નેતાઓની આ 'ક્રિકેટ ડિપ્લોમસી' એ શહેરના રહીશોમાં તંત્રની ગંભીરતા પ્રત્યે અનેક સવાલો ઉભા કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Aravalli: નેચરલ સાબુ બનાવી 30થી વધુ બહેનો બની આત્મનિર્ભર, 50 હજારની લોન લઈ વ્યવસાય શરૂ કર્યો
calendar_today January 6, 2026

Aravalli: નેચરલ સાબુ બનાવી 30થી વધુ બહેનો બની આત્મનિર્ભર, 50 હજારની લોન લઈ વ્યવસાય શરૂ કર્યો

અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ઉમિયા સખી મંડળ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. મંડળ દ્વારા નેચરલ સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે, જેમાં હાલ 30 થી 40 બહેનો સક્રિય રીતે જોડાયેલી છે. તમામ બહેનો મળીને સંપૂર્ણ નેચરલ અને કેમિકલમુક્ત સાબુનું ઉત્પાદન કરી રહી છે, જેની બજારમાં સારી માંગ જોવા મળી રહી છે. 50 હજારની લોન લઈ વ્યવસાય શરૂ કર્યો ઉમિયા સખી મંડળની બહેનો દ્વારા લીમડા, તુલસી, એલોવેરા, ગુલાબ, કેસુડો, મસૂર, સેન્ડલ, કોફી સહિત કુલ 20 થી 25 પ્રકારના વિવિધ નેચરલ સાબુ બનાવવામાં આવે છે. આ સાબુ ત્વચા માટે લાભદાયી હોવાથી ગ્રાહકોમાં વિશેષ લોકપ્રિય બન્યા છે. સાબુ બનાવવાની શરૂઆત પહેલાં બહેનોને જરૂરી તાલીમ આપવામાં આવી હતી, ત્યારબાદ સરકારશ્રીના ગ્રામ સંગઠનમાંથી રૂ.50 હજારની લોન મેળવી આ વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે.સખી મંડળની મહિલાઓ દ્વારા મેઘરજ, મોડાસા, અમદાવાદ સહિત આસપાસના વિવિધ વિસ્તારોમાં સ્ટોલ લગાવીને સાબુનું વેચાણ કરવામાં આવે છે. મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ મેળા, પ્રદર્શનો તથા સ્થાનિક કાર્યક્રમોમાં પણ બહેનો પોતાના ઉત્પાદનો રજૂ કરી રહી છે, જેના કારણે આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.આ વ્યવસાયના પરિણામે આજે ઉમિયા સખી મંડળની બહેનો પોતાના પગ પર ઊભી રહી આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બની છે. સાથે સાથે પરિવારની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો છે. મહિલાઓની આ સંઘબદ્ધ મહેનત અને સ્વરોજગારની પહેલ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે અને ગ્રામિણ વિસ્તારોમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પણ વાંચોઃ Pinaka Rocket સિસ્ટમને કરાશે અપગ્રેડ, ટાટા ગ્રુપની કંપનીને મળ્યો ઓર્ડર

Read Full Story arrow_forward