android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sayla: સુદામડા હાઈવે પર ટ્રક બાઇક વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મોત
calendar_today January 6, 2026

Sayla: સુદામડા હાઈવે પર ટ્રક બાઇક વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મોત

સાયલા - સુદામડા હાઈવે પર જતા એક બાઇક ને સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલા એક આયશર ટ્રકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઇક સવાર યુવાનને ગંભીર ઇજાઓ થતાં તુરંત સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમ્યાન તેનું કમકમાટીભર્યું મોત નીપજતા પરિવારમાં ગમગીની સાથે શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.મૃતક પચ્ચીસ વર્ષીય યુવાન મુકેશ ધીરાભાઈ ગોહીલ ની મળતી વિગતો મુજબ તે સાયલા તાલુકાના સાંગોઈ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આશાસ્પદ યુવાનના મોતથી પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો હતો.સવારના સમયે બનેલા બનેલા બનાવની જાણ થતા યુવાનના સગા સ્નેહીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવા સાથે પુષ્કળ લોહી વહી જતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.અક્સ્માત બાદ હોસ્પિટલ તેમજ પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા અને યુવાનની જિંદગી હણી લેનાર ટ્રક ચાલક સામે આક્રોશજોવા મળ્યો હતો.ગોઝારો અક્સ્માત સર્જી ટ્રક લઈ તેનો ચાલક સાયલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જે બાબતે સાયલા પોલીસ દ્વારા આ બાબતે ભોગ બનનાર ના પરિવારની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: પાટીદાર સમાજ ભવનનું લોકાર્પણ
calendar_today January 6, 2026

Surendranagar: પાટીદાર સમાજ ભવનનું લોકાર્પણ

સુરેન્દ્રનગર શહેરમાં માનવ મંદિર પાસે કડવા પાટીદાર સમાજ દ્વારા સામાજિક પ્રસંગો માટે ભૂમિદાતાએ આપેલી રૂ. 9 કરોડની કિંમતની જમીન ઉપર બનેલ વિશાળ સમાજ ભવનનું સંતો, આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરાયુ હતું.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર હાલ જમીનના ટુકડા માટે કે 5-10 ફૂટ જમીનની વધઘટ થઇ હોય તો સગાભાઇ કોર્ટના દ્વારા ખખડાવતા હોય છે.ત્યારે હાલની વધતી જતી જમીનની કિમતોના કારણે સૌથી મોટુ અને મોંઘુ ભૂમીદાન ગણાય છે.ત્યારે સુરેન્દ્રનગરમાં 2500 જેટલા પાટીદાર સમાજના પરીવારજનો વસવાટ કરે છે જે સમાજના સામાજીક પ્રસંગો,ધાર્મીક પ્રસંગો અને પરીવારમાં આવતા પ્રસંગો માટે મોંઘાદાટ પાર્ટીપ્લોટના ખર્ચ ન કરવા પડે એ માટે સમાજ ભવન બનાવવા માટે વિચારણા કરાઇ હતી.જેમાં સૌથી પહેલા કમલેશભાઇ ઉર્ફે છોટુભાઇ પટેલે હાલ 9 કરોડ રૂપીયા જેટલી કિમતની માનવમંદિર પાસેની મોકાની જગ્યા સમાજ માટે દાનમાં આપી સૌથી પહેલા ભૂમીદાનની શરૂઆત કર્યા બાદ વિવિધ દાતાઓએ બાંધકામ માટે દાન કર્યુ હતુ. આમ કડવા પાટીદાર સમાજનું સમાજ ભવન તૈયાર થતા સંતો, ભૂમીદાતા કમલેશભાઇ ઉર્ફે છોટુભાઇ પટેલ, પ્રમુખ હિતેશભાઇ બજરંગ, પરસોતમભાઇ પટેલ, શંકરભાઇ પટેલ, આર.ડી.પટેલ, આર.જી.પટેલ, સુનીલભાઇ મોટકા સહિતના આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરાયુ હતુ. આમ હાલના સમય પ્રમાણે ઘર, પરીવાર અને સમાજની એકતા જાળવવી ખુબ જરૂરી દેખાઇ રહી છે ત્યારે સુરેન્દ્રનગરનો પાટીદાર સમાજ છોટુભાઇ જેવા ભૂમીદાતાની મદદથી શિક્ષણ અને ધર્મની સાથે સાથે સામાજીક સંગઠન અને એકતા જાળવવાનું કામ કરી રહયો છે. શહેરમાં ત્રીજા સમાજ ભવનનું લોકાર્પણ કરાયુ હતું. જ્યારે આવતા વર્ષે મેમકા રોડ ઉપર તૈયાર થઇ રહેલા ચોથા સમાજનું લોકાર્પણ કરવાની જાહેરાત થતા ચાર ચાર સમાજ ભવનનો સુરેન્દ્રનગર શહેરમાં વસતા પાટીદાર સમાજને લાભ મળશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dholka: કોલેજોમાં ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાનનું આયોજન
calendar_today January 6, 2026

Dholka: કોલેજોમાં ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાનનું આયોજન

ગુજરાતના યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે ગુજરાત NSUIએ રાજ્યવ્યાપી સ્તરે ડ્રગ્સ વિરોધી અભિયાનને વધુ તેજ બનાવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં ધોળકા ખાતેની રાય યુનિવર્સિટી તેમજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધતા NSUIના નેતાઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના લોહીમાં શિક્ષણ અને સંસ્કાર હોવા જોઈએ, નશો નહીં. કાર્યક્રમમાં હાજર સેંકડો વિદ્યાર્થીઓએ એકસાથે નશા મુક્ત ગુજરાતના શપથ લીધા અને ડ્રગ્સ સામે લડત લડવાનો સંદેશ આપ્યો હતો. અભિયાન અંતર્ગત એનએસયુઆઈના યુવા નેતાઓ તેમજ કોલેજના છાત્રો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward