Ahmedabad:ધ્રાંગધ્રા હાઈવેની 2 હોટલમાંથી પોષ ડોડાનો 15.42 લાખનો જથ્થો પકડાયો
બજાણા પોલીસની ટીમને માલવણ હાઈવે પર આવેલ 2 હોટલમાં 15.42 લાખનો પોષ ડોડવાનો જથ્થો જપ્ત કરી પાંચ સામે ફરિયાદ નોંધી છે.બજાણા પોલીસે હોટલ આલીશાનમાં પોષ ડોડવાનો જથ્થો હોવાની બાતમી મળતા રેડ કરી હતી. જેમાં હોટલનો સંચાલક મુળ રાજસ્થાનનો વનારામ નર્સીંગારામ શીયાગ હોટલના ધાબા ઉપરથી 82 કિલો અને 100 ગ્રામ પોષ ડોડવા સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછ કરતા આ જથ્થો 20-25 દિવસ પહેલા રાજસ્થાનનો ભીખારામ જુગતારામ આપી ગયો હતો. આ સાથે હોટલ રામદેવમાં પણ જથ્થો ઉતર્યો છે. આ જથ્થો હોટલ રામદેવના સંચાલક જયરામ પુરારામ સાથે મળીને પીપળીના ઈમરાન નસીબખાન મલેક અને સલીમ ઉર્ફે સલીયો અમીરખાન મલેકે મંગાવ્યો હતો. આથી પોલીસે હોટલ રામદેવમાં રેડ કરી ત્યાંથી જયરામને 20 કિલો 700 ગ્રામ જથ્થા સાથે પકડી પાડયો હતો. બન્નેની પુછપરછમાં બન્ને હોટલે આવતા ડ્રાઈવરોને વેચાણ કરતા હતા. પોલીસે રૂપીયા 15.42 લાખનો 102 કિલો 800 ગ્રામ પોષ ડોડવાનો જથ્થા સહિત 20.52 લાખની મત્તા જપ્ત કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward