android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: રાજ્યમાં કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો,કાલથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે
calendar_today January 6, 2026

Gujarat News: રાજ્યમાં કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો,કાલથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે

રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. કચ્છના નલીયામાં સૌથી ઓછું 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા નલીયા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે.આવતીકાલથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ પ્રમાણે 12 જાન્યુઆરી સુધીમાં ઠંડીમાં વધારો થશે. રાજ્યમાં કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં લઘુતમ તાપમાનમાં વધઘટ રહેશે. અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રી સુધી રહેશે. ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી નીચુ તાપમાન રહેશે. રાજ્યમાં 15થી 20 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનો અહેસાસ થશે.

Read Full Story arrow_forward
Valsad:  ભીલાડ હાઇવે પરથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો, SOGની ટીમે બાતમીના આધારે દબોચ્યો
calendar_today January 6, 2026

Valsad: ભીલાડ હાઇવે પરથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો, SOGની ટીમે બાતમીના આધારે દબોચ્યો

વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ હથિયારોની હેરાફેરી અટકાવવા માટે ચાલી રહેલી ડ્રાઈવ અંતર્ગત એક મહત્વની કામગીરી કરી છે. ભીલાડ હાઇવે પર નેશનલ હાઇવે નંબર 48 પરથી એક 26 વર્ષીય યુવકની દેશી બનાવટના તમંચા સાથે ધરપકડ કરવામાં આવી છે.ભીલાડ હાઇવે પર યુવકની દેશી તમંચા સાથે ધરપકડવલસાડ SOG ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક યુવક ગેરકાયદેસર હથિયાર સાથે ભીલાડ વિસ્તારમાં હિલચાલ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઉમરગામ તાલુકાના ભીલાડ-નરોલી રોડ પર ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. વાપીથી મુંબઈ તરફ જતા માર્ગ પર બાતમી મુજબનો યુવક દેખાતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી, જેમાં તેની પાસેથી 15,000 રૂપિયાની કિંમતનો હાથબનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો.મધ્યપ્રદેશ કનેક્શન ખુલ્યુંપોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે આ ઘાતક હથિયાર તેને મધ્યપ્રદેશના કટની જિલ્લાના એક અજાણ્યા શખ્સે આપ્યું હતું. આ હથિયાર કયા હેતુથી લાવવામાં આવ્યું હતું અને કટનીનો તે શખ્સ કોણ છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં હથિયાર સપ્લાય કરનાર આરોપી ફરાર છે જેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.આ પણ વાંચો: શેરબજારમાં રોકાણના નામે રાધનપુરના વેપારી સાથે 10.31 લાખની છેતરપિંડી, ચાર સામે ગુનો દાખલ

Read Full Story arrow_forward
Ahmedabadમાં મનપાનો સપાટો: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર
calendar_today January 6, 2026

Ahmedabadમાં મનપાનો સપાટો: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર

અમદાવાદ શહેરના ખાડિયા અને શાહીબાગ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી રોડ અને એસ્ટેટ પર દબાણ કરીને ખડકાયેલા બિનપરવાનગી બાંધકામોને તંત્રએ જમીનદોસ્ત કરી દીધા છે. ખાડિયા વોર્ડ હેઠળ આવતા કાલુપુરના મીરઘાવાડ અને પાંચકુવા દરવાજા પાસે મનપાના એસ્ટેટ વિભાગે કડક કાર્યવાહી કરી હતી. અહીં રોડ પર દબાણ કરીને બનાવાયેલી 7 કોમર્શિયલ દુકાનો તોડી પાડવામાં આવી હતી.7 કોમર્શિયલ દુકાનો તોડી પાડવામાં આવી ગ્રાઉન્ડ ફ્લોર પર પરવાનગી વગર કરવામાં આવેલા આ બાંધકામો દૂર કરી તંત્રએ અંદાજે 4200 ચોરસ ફૂટ જેટલી મોંઘીદાટ જમીન દબાણમુક્ત કરાવી છે. બીજી તરફ શાહીબાગ વોર્ડના અસારવા વિસ્તારમાં આવેલી અભિષેક એસ્ટેટ વિભાગ-1માં પણ ડિમોલિશન હાથ ધરાયું હતું. અહીં બીજા માળે કોઈ પણ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે 5 જેટલા મોટા ઇન્ડસ્ટ્રીયલ શેડ ઉભા કરી દેવામાં આવ્યા હતા. 4200 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાઈમનપા દ્વારા અગાઉ નોટિસ આપવા છતાં બાંધકામ દૂર ન કરાતા, આખરે તંત્રએ બુલડોઝરની મદદથી 5000 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ શેડ તોડી પાડ્યા હતા. તંત્રની આ આક્રમક કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મનપાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની ઝુંબેશ જારી રહેશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward