android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  રાજકોટમાં વાહનચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે બબાલ, કારમાં વ્યક્તિ બેઠી હોવા છતાં લોક માર્યું
calendar_today January 6, 2026

Gujarat Latest News Live : રાજકોટમાં વાહનચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે બબાલ, કારમાં વ્યક્તિ બેઠી હોવા છતાં લોક માર્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar: ખાળ કૂવામાં પડેલા બાળકનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું
calendar_today January 6, 2026

Gandhinagar: ખાળ કૂવામાં પડેલા બાળકનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાનો કહેર વર્તાયો છે. આરોગ્ય તંત્રની ટીમ દોડધામ કરી રહી છે. તેવામાં શહેરમાં ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન પાસે એક બાળક રમતાં રમતાં ખાળ કૂવામાં ખાબક્યું હતું. આ બાળકને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. બાળકને બહાર કાઢીને તેને સારવાર અર્થે ખસેડાયું હતું. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. શ્રમિકોને રહેવા માટે લેબર કોલોની બનાવાઈ હતી ગાંધીનગર શહેરમાં ગિફ્ટ સિટી પાસે શ્રમિકો માટે લેબર કોલોની બનાવવામાં આવી છે. આ કોલોનીમાં રહેતા શ્રમિકો માટે કોલોનીમાં ગટરનું પાણી જવા દેવા માટે ખાળકૂવો બનાવવામાં આવ્યો હતો. જ્યાં એક છ વર્ષનું બાળક રમતાં રમતાં ખાળકૂવામાં ખાબક્યું હતું. બાળકને બચાવવા માટે લોકો ભેગા થયા હતાં. ફાયર વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે બાળકને ખાળકૂવામાંથી બહાર કાઢ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત ત્યાર બાદ બાળકને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. જ્યાં સારવાર દરમિયાન આ બાળકનું મોત નિપજ્યું છે. બાળકનું મોત થતાં શ્રમિક પરિવારના માથે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.ગાંધીનગરના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનું નિવેદન ગાંધીનગરના ફાયર ઓફિસરે રાજેશ પટેલે કહ્યું હતું કે, વલાદ ગામની સીમમાં બિલ્ડકોન કંપનીની લેબર કોલોનીમાં આ બનાવ બન્યો હતો. 4:59 કલાકે 112માંથી અમને કોલ મળ્યો હતો.તાત્કાલિક પહોંચી બાળકને રેસ્ક્યૂ કર્યું હતું. 15-20 ફૂટ ઊંડા ખાળકૂવામાં બાળક ગરકાવ થયું હતું. સિવિલ હોસ્પિટલમાં બાળકને મૃત જાહેર કરાયું છે.આ પણ વાંચોઃ Gandhinagar News: શહેરમાં ટાઈફોઈડના વધુ 11 કેસ નોંધાયા, 16 ડોક્ટરની ટીમ કામે લાગી

Read Full Story arrow_forward
Gir Somnath: સોમનાથમાં મળશે ગુજરાત ભાજપની બેઠક, PM મોદીના પ્રવાસની તૈયારીઓને લઈ કરાશે ચર્ચા
calendar_today January 6, 2026

Gir Somnath: સોમનાથમાં મળશે ગુજરાત ભાજપની બેઠક, PM મોદીના પ્રવાસની તૈયારીઓને લઈ કરાશે ચર્ચા

ગુજરાતની પવિત્ર ભૂમિ સોમનાથમાં આગામી દિવસોમાં યોજાનારા પ્રસંગને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૧ જાન્યુઆરીના સોમનાથ પ્રવાસને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. આ પ્રવાસના સુવ્યવસ્થિત આયોજન માટે આવતીકાલે એટલે કે 7 જાન્યુઆરીએ સોમનાથના કાજલી APMC ખાતે એક અત્યંત મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળશે બેઠક જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મહામંથન આ બેઠકની વિશેષતા એ છે કે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પોતે આ બેઠકની કમાન સંભાળશે. તેઓ સૌરાષ્ટ્ર ઝોનના પાયાના સંગઠનથી લઈને ઉચ્ચ નેતૃત્વ સાથે સીધો સંવાદ કરશે. બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખોને હાજર રહેવા આદેશ અપાયા છે. આ બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન સુરક્ષા, જનમેદની અને કાર્યક્રમોના સુચારુ સંચાલન અંગેની રણનીતિ ઘડવાનો છે. PM મોદીના પ્રવાસની તૈયારીઓને લઈ મળશે બેઠક 11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના શરણે આવશે. તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના મંદિરે વિશેષ પૂજા-અર્ચના અને જળાભિષેક કરશે. ત્યારબાદ, સોમનાથના માર્ગો પર એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન પોતે ભાગ લેશે. આ શોભાયાત્રાને ઐતિહાસિક બનાવવા માટે ભાજપ દ્વારા અત્યારથી જ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. સોમનાથ મંદિરે પૂજા અર્ચના કરી શોભાયાત્રામાં લેશે ભાગ સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વડાપ્રધાન મોદી જ્યારે સોમનાથ આવે છે ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન બંને માટે આ પ્રતિષ્ઠાનો વિષય બની જાય છે. કાજલી APMC ખાતે મળનારી આ બેઠકમાં ભીડ એકત્રિત કરવાથી લઈને શોભાયાત્રાના રૂટના સુશોભન સુધીની તમામ જવાબદારીઓ સોંપવામાં આવશે. સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરી સૂચવે છે કે આ પ્રવાસ આગામી સમય માટે રાજકીય રીતે પણ મહત્વનો બની રહેશે. આ પણ વાંચોઃ Sabarkantha:લાલોડા મંડળીમાં 53 લાખની ઉચાપતનો પર્દાફાશ, સેક્રેટરી અને ટેસ્ટર સામે નોંધાઇ ફરિયાદ

Read Full Story arrow_forward