android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : શહેરમાં ત્રિદિવસીય બાગાયત ખેડૂત હાટનું આયોજન, વિવિધ વસ્તુઓનું થશે વેચાણ
calendar_today January 6, 2026

Ahmedabad : શહેરમાં ત્રિદિવસીય બાગાયત ખેડૂત હાટનું આયોજન, વિવિધ વસ્તુઓનું થશે વેચાણ

અમદાવાદ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા શહેરના વસ્ત્રાપુર હાટ ખાતે બાગાયત ખેડૂત હાટ -2026નું આયોજન કરવામાં આવ્યું છે. 11થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ ત્રિદિવસીય બાગાયત ખેડૂત હાટમાં રાજ્યભરના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, બાગાયાતદારો સહભાગી થશે.આ વસ્તુઓનું થશે વેચાણ બાગાયત ખેડૂત હાટ -2026માં પ્રાકૃતિક બાગાયત ઉત્પાદનો, મૂલ્યવર્ધિત બાગાયતી પેદાશો, શહેરી ખેતીમાં ઉપયોગી સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ સાથે સંકળાયેલા ખેડૂતો અને સંસ્થાઓ ભાગ લેશે. બાગાયત ખેડૂત હાટમાં રાજ્યના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પન્ન થયેલ ફળ અને શાકભાજીનું વેચાણ, સામાન્ય રીતે પકવેલા ફળ અને શાકભાજીનું વેચાણ, મૂલ્યવર્ધિત બાગાયતી પેદાશો(જેવી કે જામ, જેલી, શરબત, અથાણાં, કેચઅપ વિગેરે), ગૃહ ઉદ્યોગ અંગેની ફૂડ પ્રોસેસિંગ મશીનરીનું નિદર્શન, શહેરી ખેતીમાં ઉપયોગી સામગ્રી (કુંડા, રોપા, કોકોપીટ, સાધનો, ગ્રો બેગ વગેરે)નું પ્રદર્શન અને વેચાણ યોજાશે. સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી મેળો યોજાશે આ ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને બાગાયત કૃષિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત, વિવિધ લાઇવ બાગાયતી પેદાશો પણ જોવા મળશે. સવારે 10થી રાત્રિના 9 કલાક સુધી વસ્ત્રાપુર હાટ, અમદાવાદ ખાતે આ વેચાણ કમ પ્રદર્શન મેળો યોજાશે. આ પણ વાંચો: PM Kisan Yojana : 2000 રૂપિયાનો હપ્તો લેવા માટે ખેડૂતોએ બનાવવું પડશે આ 'ખાસ આઈડી', જાણો વિગત

Read Full Story arrow_forward
Kutch: અસામાજિક તત્વોને ભાઇગીરી ભારે પડી, પોલીસે આતંક મચાવનારની શાન ઠેકાણે લાવી
calendar_today January 6, 2026

Kutch: અસામાજિક તત્વોને ભાઇગીરી ભારે પડી, પોલીસે આતંક મચાવનારની શાન ઠેકાણે લાવી

કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ખાસ કરીને માળીયા હાઇવે પર છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવતી અરાજકતા સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે બે રીઢા ગુનેગારોની હથિયારો સાથે ધરપકડ કરીને તેમની શાન ઠેકાણે લાવી દીધી છે. શું છે સમગ્ર માહિતી મળતી માહિતી મુજબ, માળીયા હાઇવે પર સિકંદર ત્રાયા અને ઇમરાન ત્રાયા નામના બે શખ્સો ખુલ્લેઆમ હથિયારો લઈને ફરી રહ્યા હતા. આ શખ્સો પાસે ધારદાર છરી અને લાકડાના ધોકા હતા, જેના દમ પર તેઓ સ્થાનિકો અને હાઇવે પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ પેદા કરી રહ્યા હતા. રસ્તા વચ્ચે હથિયારો લહેરાવીને તેઓ પોતાની 'ભાઈગીરી'નો રોફ જમાવતા હતા, જેને કારણે સામાન્ય નાગરિકોમાં ફાળ પડી હતી. પોલીસે દાદાગીરી કરતા ઇસમોને દબોચ્યા પોલીસની કાર્યવાહી જ્યારે આ અરાજકતાની જાણ પોલીસને થઈ, ત્યારે તુરંત જ એક ટીમ બનાવીને ઘટનાસ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને આવતી જોઈને આ તત્વોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસકર્મીઓએ કોર્ડન કરીને સિકંદર અને ઇમરાન બંનેને દબોચી લીધા હતા. તેમની પાસેથી ગુનામાં વપરાયેલા છરી અને લાકડાના ધોકા જપ્ત કરવામાં આવ્યા છે.અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપ્યો કાયદાકીય સકંજો પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જાહેરનામાના ભંગ અને હથિયારબંધીના કાયદા હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી હાઇવે પર રંજાડ કરતા અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે અથવા નિર્દોષ નાગરિકોને ડરાવવાનો પ્રયાસ કરશે તો તેને બક્ષવામાં આવશે નહીં.આ પણ વાંચોઃ Gir Somnath: સોમનાથમાં મળશે ગુજરાત ભાજપની બેઠક, PM મોદીના પ્રવાસની તૈયારીઓને લઈ કરાશે ચર્ચા

Read Full Story arrow_forward
Jetpur: જેતલસરમાં કાળજું કંપાવતી ઘટના, પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત
calendar_today January 6, 2026

Jetpur: જેતલસરમાં કાળજું કંપાવતી ઘટના, પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામે હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક કારખાનામાં મજૂરી કામ કરતા પરપ્રાતીય દંપતીની માત્ર દોઢ વર્ષની દીકરીનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ બનાવને પગલે શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.દીકરીનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી મોત જેતલસર-મંડલીકપૂર રોડ પર આવેલા 'સિગનોલ પોલી કેપ' નામના પ્લાસ્ટિકના કારખાનામાં એક પરપ્રાતીય મજૂર દંપતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની દોઢ વર્ષની માસૂમ પુત્રી અનન્યા પીન્ટુભાઇ રાજપૂત કારખાનાના પરિસરમાં રમી રહી હતી. રમતા-રમતા બાળકી અચાનક નજીકમાં આવેલી પાણીની ખુલ્લી કુંડીમાં ખાબકી હતી.શોધખોળ દરમિયાન કુંડીમાંથી મળી બાળકીબાળકી લાંબા સમય સુધી ન દેખાતા માતા-પિતા અને આસપાસના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન માસૂમ અનન્યા કુંડીના પાણીમાં પડેલી જોવા મળી હતી. તેને તાત્કાલિક બહાર કાઢી ગંભીર હાલતમાં જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા જ જેતપુર તાલુકા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી આવી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: રેલવે સ્ટેશન નજીક ડીઝલ ટેન્કરે લારી ચાલક શ્રમિકને કચડ્યો, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

Read Full Story arrow_forward