android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને મિલકત જાહેર કરવા આદેશ, પગાર અટકાવવાની ચીમકી
calendar_today January 6, 2026

Rajkot: મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને મિલકત જાહેર કરવા આદેશ, પગાર અટકાવવાની ચીમકી

રાજકોટમાં મહાનગર પાલિકાના મહેકમ વિભાગ દ્વારા વર્ગ એકથી ત્રણના કર્મચારીઓની મિલકત જાહેર કરવા તાકિદ કરવામાં આવી છે. જેના કારણે અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. જો અધિકારીઓ મિલકત જાહેર નહીં કરે તો તેમનો પગાર અટકાવી દેવાની પણ સૂચના આપવામાં આવી છે. સ્થાવર જંગમ મિલકતની યાદીનું પત્રક ભરવાની સૂચના રાજકોટમાં મહાનગર પાલિકાના અધિકારીઓની મિલકત જાહેર કરવા મહેકમ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. વર્ગ એકથી ત્રણ સુધીના કર્મચારીઓની સ્થાવર અને જંગમ મિલકતની યાદીનું પત્રક ભરવા મહેકમ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. આગામી 31મી જાન્યુઆરી સુધીમાં મિલકતની વિગતો ઓનલાઈન અપલોડ કરવા માટે તાકિદ કરવામાં આવી છે. જે અધિકારી કે કર્મચારી મિલકત જાહેર ના કરે તેનો પગાર અટકાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજકોટ મનપાના મહેકમ વિભાગનો આદેશ ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમઝોનના આરોપી અને પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી મળેલી બેનામી સંપત્તી બાદ ભ્રષ્ટાચાર અટકાવવા માટે મનપા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મનપાના મહેકમ વિભાગના આદેશને કારણે ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા નવા રજીસ્ટ્રાર, ડો. અજયસિંહ જાડેજા સંભાળશે વહીવટી સુકાન

Read Full Story arrow_forward
Rajkot: એન્જિનિયરને લાફો મારનાર કોન્ટ્રાક્ટર સામે લાલઆંખ, 48 કલાકમાં એજન્સી થશે બ્લેક લિસ્ટ
calendar_today January 6, 2026

Rajkot: એન્જિનિયરને લાફો મારનાર કોન્ટ્રાક્ટર સામે લાલઆંખ, 48 કલાકમાં એજન્સી થશે બ્લેક લિસ્ટ

રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયર ધવલ ગોલાણિયા પર કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયા દ્વારા જાહેરમાં ફડાકો મારવાની ઘટના બાદ વિવાદ વકર્યો છે. આ અપમાનજનક ઘટનાના વિરોધમાં RMC ના તમામ એન્જિનિયરો એકઠા થયા હતા અને મ્યુનિસિપલ કમિશનર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેનને ઉગ્ર રજૂઆત કરી હતી.કોન્ટ્રાક્ટરે એન્જિનિયરને લાફો મારી દીધોમળતી માહિતી મુજબ, કામગીરીના સ્થળે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ પટેલ કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ ફરજ પરના એન્જિનિયર ધવલ ગોલાણિયાને લાફો મારી દીધો હતો. આ ઘટનાના વીડિયો અને વાતો વાયુવેગે પ્રસરતા એન્જિનિયરોએ પોતાની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા હતા અને કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.48 કલાકમાં એજન્સી થશે બ્લેક લિસ્ટએન્જિનિયરોની રજૂઆત બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર મેદાને આવ્યા હતા. તેમણે આકરા શબ્દોમાં કોન્ટ્રાક્ટરની ઝાટકણી કાઢતા કહ્યું કે, "એજન્સી વાળા શું મારી જાય? આપણે પણ કાંઈ બંગડીઓ પહેરી નથી." તેમણે ખાતરી આપી હતી કે સરકારી કર્મચારી પર હાથ ઉપાડનાર કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં. પટેલ કન્સ્ટ્રક્શનને 48 કલાકની અંદર બ્લેક લિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.એન્જિનિયરોની સુરક્ષા માટે કડક પ્રોટોકોલ બનાવવાની ખાતરી આપવામાં આવી.આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા નવા રજીસ્ટ્રાર, ડો. અજયસિંહ જાડેજા સંભાળશે વહીવટી સુકાન

Read Full Story arrow_forward
Gandhinagarમાં રોગચાળાનો હાહાકાર: પાણીની લાઇન લીકેજ હોવાની આરોગ્ય સમિતિ ચેરમેનની કબૂલાત
calendar_today January 6, 2026

Gandhinagarમાં રોગચાળાનો હાહાકાર: પાણીની લાઇન લીકેજ હોવાની આરોગ્ય સમિતિ ચેરમેનની કબૂલાત

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલા રોગચાળા મામલે મોટો ખુલાસો થયો છે. ગાંધીનગર મનપાની આરોગ્ય સમિતિના ચેરમેન શૈલેષ પટેલે સંદેશ ન્યૂઝ સમક્ષ કબૂલાત કરી છે કે શહેરના અમુક વિસ્તારોમાં ફેલાયેલો રોગચાળો દૂષિત પાણીના કારણે થયો છે.દૂષિત પાણીએ લોકોની તબિયત બગાડી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, અંદાજે 4 થી 5 દિવસ પહેલા પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું હતું. આ લીકેજના કારણે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાથી લોકોની તબિયત બગડી હતી. હાલમાં આ તમામ લીકેજ બંધ કરી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચેરમેન અનુસાર, અત્યાર સુધી 8 થી 10 ગંભીર કેસ સામે આવ્યા છે, જ્યારે અન્ય સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને દવા આપી રજા આપવામાં આવી છે. જનતા બીમાર અને નેતાઓ મેદાનમાં ચોંકાવનારી વાત એ છે કે જ્યારે ગાંધીનગરની જનતા રોગચાળાથી પીડાઈ રહી છે, ત્યારે જવાબદાર નગરસેવકો અને આરોગ્ય કમિટીના ચેરમેન પોતે ભાવનગર ખાતે ક્રિકેટ મેચ રમવા પહોંચી ગયા છે. લોકોમાં રોષ છે કે સંવેદનશીલ હોવાને બદલે નેતાઓ રમતગમતમાં વ્યસ્ત છે. જોકે, શૈલેષ પટેલે ઉમેર્યું હતું કે આવતીકાલે મેચ રમીને તેઓ પરત ગાંધીનગર રવાના થઈ જશે. આ ખુલાસા બાદ ગાંધીનગર મનપાની પ્રી-મોન્સૂન અને મેન્ટેનન્સ કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward