android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: મહિધરપુરામાંથી 15 લાખની પ્રતિબંધિત E-સિગારેટ ઝડપાઈ, LCB એ મોબાઈલના વેપારીને દબોચ્યો
calendar_today January 6, 2026

Surat: મહિધરપુરામાંથી 15 લાખની પ્રતિબંધિત E-સિગારેટ ઝડપાઈ, LCB એ મોબાઈલના વેપારીને દબોચ્યો

શહેરના મહિધરપુરા ગલેમંડી વિસ્તારમાંથી ઝોન-3 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને પ્રતિબંધિત ઈ-સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે રૂપિયા 15 લાખની કિંમતની ઈ-સિગારેટ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યોઝડપાયેલા આરોપીની ઓળખ મહમંદ સાબિર તરીકે થઈ છે. તે સુરતના રાંદેર વિસ્તારનો રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શહેરના જાણીતા જનતા માર્કેટમાં મોબાઈલની દુકાન ધરાવે છે. મોબાઈલના વ્યવસાયની આડમાં તે આ પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ સાથે જોડાયેલો હતો.મુંબઈ કનેક્શન અને મોડસ ઓપરેન્ડીઆરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપી આ પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો મુંબઈથી લાવીને સુરતમાં સપ્લાય કરતો હતો.સુરતના યુવાધનને નશાના માર્ગે વાળવા માટે તે ગુપ્ત રીતે આ જથ્થો શહેરમાં વેચવાની ફિરાકમાં હતો. ઝોન-3 LCB ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મહિધરપુરા ગલેમંડી પાસે આ પ્રકારનો જથ્થો લાવવામાં આવ્યો છે, જેના આધારે વોચ ગોઠવીને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.આ પણ વાંચો: ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં ખાબકેલા બે વર્ષના માસૂમનું દિલધડક રેસ્ક્યું

Read Full Story arrow_forward
Gandhinagar News: શહેરમાં ટાઈફોઈડના વધુ 11 કેસ નોંધાયા, 16 ડોક્ટરની ટીમ કામે લાગી
calendar_today January 6, 2026

Gandhinagar News: શહેરમાં ટાઈફોઈડના વધુ 11 કેસ નોંધાયા, 16 ડોક્ટરની ટીમ કામે લાગી

ગાંધીનગરમાં ટાઈફોઈડના વધી રહેલા કેસોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં છે. તે ઉપરાંત મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ હાજર રહ્યાં છે. ગાંધીનગરમાં વધી રહેલા ટાઈફોઈડના કેસોને લઈને આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ ટાઈફોડઈના કેસો અંગે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આજે ટાઈફોઈડના નવા 11 કેસ નોંધાયા છે. 100થી વધુ પેરા મેડિકલ સ્ટાફ કામગીરીમાં જોડાયો ગાંધીનગરમાં સેક્ટર 24 અને આદિવાડા વિસ્તારમાં ટાઈફોઈડના નવા 11 કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં ટાઈફોઈડના 144 કેસ નોંધાયા છે. આ અંગે મહાનગર પાલિકાના કમિશનર જે એન વાઘેલાએ કહ્યું હતું કે, શહેરમાં આજે પાંચ નવા લીકેજ મળ્યા છે. ઈન્દિરાનગરમાં પાણીની લાઈન ઘણી જૂની છે. એમાં ક્યાંક લીકેજ થયું છે. તંત્ર દ્વારા 1018 જેટલા પાણીના સેમ્પલ લેવાયા હતાં. સેમ્પલ લેવાયા તે તમામ પાણી પીવા લાયક છે. અમે કોઈપણ કામગીરીમાં બાંધછોડ કરવા નથી માગતા. 16 ડોક્ટરોની ટીમ કામે લાગી છે. 100થી વધુ પેરા મેડિકલ સ્ટાફ કામગીરીમાં જોડાયો છે. પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન કરાયું ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીને કહ્યું કે,હવે કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા 85 સર્વે ટીમ બનાવીને 1 લાખ 58 હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ક્લોરિન ટેબલેટ્સ અને ORS પેકેટ પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યાં છે.લીકેજીસના રિપેરીંગ કામ અગ્રતાના ધોરણે હાથ ધરાયા છે તેમજ તમામ પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ Rajkot: મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને મિલકત જાહેર કરવા આદેશ, પગાર અટકાવવાની ચીમકી

Read Full Story arrow_forward
Budget 2026 : શું બદલાશે બજેટ રજૂ કરવાની તારીખ! શું છે સરકારની તૈયારી?
calendar_today January 6, 2026

Budget 2026 : શું બદલાશે બજેટ રજૂ કરવાની તારીખ! શું છે સરકારની તૈયારી?

દર વર્ષની જેમ આ વખતે પણ દેશના લોકો બજેટની રાહ જોઈ રહ્યા છે પણ આ વખતે તારીખને લઈને થોડી અસમંજસની સ્થિતિ બનેલી છે, કારણ કે આ વખતે 1 ફેબ્રુઆરીએ રવિવારનો દિવસ છે. સામાન્ય રીતે રવિવારે સરકારી કામગીરી બંધ રહે છે પણ શું દેશનું બજેટ રજૂ કરવા માટે રજાનો દિવસ પસંદ કરવામાં આવશે?7 જાન્યુઆરીએ યોજાશે મહત્વની બેઠક કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આગામી નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવા માટે તૈયાર છે. મળતી માહિતી મુજબ સરકાર આ વખતે 1 ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે, ભલે તે દિવસે રવિવાર હોય પણ. જો કે આની પણ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સસ્પેન્સને ખતમ કરવા માટે બુધવારે એક મહત્વની બેઠક યોજાવવાની છે. કેબિનેટ બેઠકમાં સંસદના બજેટ સત્રની તારીખોની સાથે સાથે બજેટ રજૂ કરવાના દિવસ પર પણ અંતિમ મહોર લાગશે. જો સમિતિ રજા આપશે તો તે દેશના ઈતિહાસમાં તે એક તક હશે કે જ્યારે રજાના દિવસે પણ સંસદ ચાલશે અને બજેટ રજૂ કરવામાં આવશે. આ પહેલા પણ વિશેષ પરિસ્થિતિઓમાં સરકારે રવિવારે બજેટ રજૂ કર્યું હતું, જેથી આ કોઈ અસંભવ વાત નથી. ક્યારે શરૂ થશે બજેટ સત્ર? બજેટ સત્રના કાર્યક્રમને લઈ જે સંભવિત બ્લુપ્રિન્ટ તૈયાર થઈ છે, તે ખુબ જ રસપ્રદ છે. મળતી માહિતી મુજબ બજેટ સત્રની શરૂઆત 28 જાન્યુઆરીથી થઈ શકે છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાની સાથે થશે. ત્યારબાદ 29 જાન્યુઆરીએ દેશનો આર્થિક સર્વે રજૂ કરવામાં આવી શકે છે, જે અર્થવ્યવસ્થાનું રિપોર્ટ કાર્ડ હોય છે. ત્યારબાદ 30 અને 31 જાન્યુઆરીએ રજા રહેવાની સંભાવના છે, ત્યારે જો સરકાર 1 ફેબ્રુઆરીની તારીખ પર અડગ રહે છે તો રવિવારના દિવસે દેશને નવું બજેટ મળી શકે છે. આ દિવસ સામાન્ય જનતા માટે ખાસ હશે, કારણ કરે રજા હોવાના કારણે લોકો ઘરમાં બેસીને નાણાપ્રધાનનું સંપૂર્ણ ભાષણ સાંભળી શકશે અને સમજી શકશે કે તેમના ખિસ્સા પર શું અસર પડવાની છે.  આ પણ વાંચો: Campa Sure Brand Ambassador: હવે પાણીની એડમાં દેખાશે અમિતાભ બચ્ચન, અંબાણીએ કરી મોટી જાહેરાત

Read Full Story arrow_forward