Vadodara News : ડભોઈમાં ખનીજ માફિયાઓનો બેફામ ખેલ, ઓરસંગ નદીમાં બોટ મૂકી લાખોની રેતી ચોરીનો પર્દાફાશ
વડોદરાના ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ગેરકાયદે રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. લીઝધારક નિર્મલસિંહ જાદવ દ્વારા નદીના પટમાં ગેરકાયદેસર રીતે બોટ મૂકીને પાણીના ઉંડાણમાંથી રેતી કાઢવામાં આવી રહી હતી. સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવા પહોંચી અને કેમેરામાં આ દ્રશ્યો કેદ થવા લાગ્યા, ત્યારે ફફડાટમાં આવેલા કામદારો અને લીઝધારકે ઉતાવળે પાણીમાંથી બોટ બહાર કાઢી લીધી હતી. સરકારી નિયમો મુજબ નદીમાં બોટ મૂકીને ખનન કરવું ગુનો હોવા છતાં, અહીં લાખો રૂપિયાની ખનીજ ચોરી ખુલ્લેઆમ ચાલી રહી છે.વહેતી નદીમાં બોટ વડે રેતી ખનન ઓરસંગ નદીના પટમાં જે રીતે યાંત્રિક સાધનોનો ઉપયોગ કરીને રેતી કાઢવામાં આવે છે તેનાથી નદીના કુદરતી પ્રવાહ અને પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. લીઝધારકો પોતાની મર્યાદા બહાર જઈને લાખો રૂપિયાની સરકારી સંપત્તિની ચોરી કરી રહ્યા છે, તેમ છતાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો ઉઠ્યા છે. સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા આ પુરાવા બાદ હવે તંત્ર આ લીઝધારક સામે દંડનીય કાર્યવાહી કરશે કે પછી હંમેશની જેમ આંખ આડા કાન કરશે, તે જોવું રહ્યું. આ પણ વાંચો : Ahmedabad માં પાણીજન્ય રોગચાળાનો હાહાકાર, ડિસેમ્બરમાં ટાઈફોઈડના 180 અને ઝાડા-ઉલટીના 239 કેસ
Read Full Story arrow_forward