android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Makar Sankranti-2026 : ગુજરાતના આ નગરમાં 14 જાન્યુવારીએ નથી ઉડતા પતંગ , કારણ છે વર્ષો જૂની પરંપરા અને રાજાનું નિધન
calendar_today January 6, 2026

Makar Sankranti-2026 : ગુજરાતના આ નગરમાં 14 જાન્યુવારીએ નથી ઉડતા પતંગ , કારણ છે વર્ષો જૂની પરંપરા અને રાજાનું નિધન

મકરસંક્રાંતિ 2026 નજીક આવી રહી છે. ગુજરાતમાં આ તહેવાર માત્ર તહેવાર નથી, પરંતુ એક લાગણી છે. પતંગો, ફિરકીઓ, ધાબા પર પરિવાર સાથેની મસ્તી, ચીકી અને ઉંધિયાની મજા, આ બધું ઉત્તરાયણની ઓળખ છે. 14 જાન્યુઆરીના દિવસે ગુજરાતનું આકાશ જાણે રંગબેરંગી કેનવાસ બની જાય છે. પરંતુ ગુજરાતની એક એવો જિલ્લો જ્યાં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવામાં આવતી નથી. સિદ્ધપુર મગરમાં અલગ જ દ્રશ્ય ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર નગરમાં આ દિવસે એક અલગ જ દ્રશ્ય જોવા મળે છે. અહીં 14 જાન્યુઆરીએ ન તો પતંગ ઉડે છે, ન તો ઉત્તરાયણની ધમાલ જોવા મળે છે. મકર સંક્રાંતિ 2026માં પણ સિદ્ધપુર પોતાની સદી જૂની પરંપરાને યથાવત્ જાળવી રાખશે. આ પરંપરા પાછળનો ઇતિહાસ માત્ર એક ઘટના નથી, પરંતુ રાજા, શ્રદ્ધા અને શોક સાથે જોડાયેલી એક ભાવનાત્મક કહાની છે. સિદ્ધપુર: માત્ર નગર નહીં, પરંતુ એક જીવંત ઇતિહાસ સરસ્વતી નદીના ડાબા કાંઠે વસેલું સિદ્ધપુર ગુજરાતના સૌથી પવિત્ર અને ઐતિહાસિક સ્થળોમાંનું એક છે. પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ “શ્રીસ્થળ” તરીકે કરવામાં આવ્યો છે. ઋગ્વેદમાં પણ સિદ્ધપુરનો ઉલ્લેખ મળે છે. માતૃ શ્રાદ્ધ માટે અહીં દેશભરથી લોકો આવે છે, જેના કારણે સિદ્ધપુરને “માતૃ ગયા” તરીકે પણ ઓળખવામાં આવે છે. બિંદુ સરોવર, કપિલ મુનિ આશ્રમ, સહસ્ત્રકળા માતાનું મંદિર અને રુદ્રમહાલય જેવી જગ્યા સિદ્ધપુરની ધાર્મિક અને ઐતિહાસિક ઓળખ છે. માન્યતા મુજબ સાંખ્ય દર્શનના રચિયતા કપિલ મુનિની જન્મભૂમિ પણ સિદ્ધપુર છે. મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હતા એવી માન્યતા પણ પ્રચલિત છે. જા સિદ્ધરાજ જયસિંહ અને ઉત્તરાયણનો શોક ઈસવીસન 12મી સદીમાં સોલંકી વંશના મહાન શાસક રાજા સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરને પોતાની રાજધાની બનાવી. તેમના શાસનકાળ દરમિયાન સિદ્ધપુરે સુવર્ણયુગ જોયો. તેમણે ભવ્ય શિવ મંદિર—રુદ્રમહાલયનું નિર્માણ કરાવ્યું, જે તેની શિલ્પકલા માટે આખા દેશમાં પ્રસિદ્ધ હતું. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે રાજા સિદ્ધરાજ જયસિંહે ઉત્તર દિશામાંથી, એટલે કે ઔદિચ્ય બ્રાહ્મણોને આમંત્રિત કર્યા હતા. કુલ 1023 બ્રાહ્મણોને સિદ્ધપુરમાં વસાવવા માટે જમીન અને સુવિધાઓ આપવામાં આવી. આ બ્રાહ્મણો સરસ્વતી નદીના કિનારે પૂજા-અર્ચના કરતા હતા. પરંતુ લોકકથા અનુસાર, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી થોડા જ સમયમાં, 14 જાન્યુઆરીના દિવસે રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું. રાજાના અવસાનથી આખું નગર શોકમાં ડૂબી ગયું. રાજા પ્રત્યેના આદર અને શ્રદ્ધાના પ્રતીક તરીકે સિદ્ધપુરના લોકોએ નક્કી કર્યું કે આ દિવસે ક્યારેય ઉત્તરાયણ ઉજવાશે નહીં. આ નિર્ણય માત્ર તાત્કાલિક નહોતો. આ પરંપરા પેઢી દર પેઢી ચાલતી ગઈ અને આજે મકર સંક્રાંતિ 2026માં પણ એ જ રીતે પાલન થાય છે. ઉત્તરાયણ નહીં તો પતંગ ક્યારે? ઉત્તરાયણ નહીં તો પતંગ ક્યારે? એવો પ્રશ્ન સહજ રીતે મનમાં આવે કે જો સિદ્ધપુરમાં 14 જાન્યુઆરીએ પતંગ નથી ઉડાડાતા, તો શું અહીં પતંગ ઉડાડવાની પરંપરા જ નથી? હકીકત એવી નથી. સિદ્ધપુરમાં પતંગ ઉડાડવાની પરંપરા આજે પણ જીવંત છે, પરંતુ તેનો દિવસ અલગ છે. અહીં ઉત્તરાયણની જગ્યાએ દશેરાના દિવસે પતંગ ઉડાડવામાં આવે છે. દશેરાનો દિવસ વિજયનું પ્રતિક માનવામાં આવે છે અને શોકના દિવસને બદલે વિજયના દિવસે આનંદ વ્યક્ત કરવાની ભાવનાથી સિદ્ધપુરના લોકોએ આ પરંપરાને અપનાવી છે. તેથી જ દશેરાના દિવસે સિદ્ધપુરનું આકાશ રંગબેરંગી પતંગોથી છલકાઈ જાય છે. દશેરાએ ઉત્તરાયણ: વિજયનો દિવસ દશેરાને વિજય દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણ પર વિજય મેળવ્યો હતો. સિદ્ધપુરના લોકોએ વિચાર્યું કે શોકના દિવસે ઉત્સવ મનાવવાને બદલે વિજયના દિવસે આનંદ વ્યક્ત કરવો યોગ્ય રહેશે. આથી નક્કી થયું કે ઉત્તરાયણ દશેરાના દિવસે મનાવવામાં આવશે. ધીમે ધીમે આ પરંપરા સંસ્કૃતિનો ભાગ બની ગઈ. આજે પણ દશેરાના દિવસે સિદ્ધપુરનું આકાશ પતંગોથી ભરાઈ જાય છે. બાળકો, યુવાનો અને વૃદ્ધ લોકો આ અનોખી ઉત્તરાયણ માણે છે. બદલાતા સમય છતાં અડગ પરંપરા સમય સાથે ઘણી પરંપરાઓ બદલાઈ ગઈ છે. સિદ્ધપુરથી માત્ર 24 કિલોમીટર દૂર આવેલ પાટણ શહેરમાં પણ એક સમયે ઉત્તરાયણ ન ઉજવવાની પરંપરા હતી. પરંતુ સમય બદલાયો અને આજે પાટણમાં 14 જાન્યુઆરીએ પતંગ ઉડાડવામાં આવે છે. પરંતુ સિદ્ધપુર આજે પણ પોતાના ઇતિહાસ અને રાજા સિદ્ધરાજ જયસિંહ પ્રત્યેના આદરને ભૂલ્યું નથી. મકર સંક્રાંતિ 2026માં પણ અહીં ઉત્તરાયણ નહીં ઉજવાય, પરંતુ દશેરાએ પતંગ ઉડશે—એ જ રીતે, એ જ ભાવના સાથે. મકર સંક્રાંતિ 2026 અને સંસ્કૃતિનો સંદેશ મકર સંક્રાંતિ 2026 આપણને આનંદ, એકતા અને ઉત્સવની યાદ અપાવે છે. પરંતુ સિદ્ધપુરની પરંપરા આપણને એ પણ શીખવે છે કે તહેવારો માત્ર મોજ-મસ્તી નથી, પરંતુ સ્મૃતિ, સંસ્કૃતિ અને આદરનો પ્રતિબિંબ છે. જ્યાં આખું ગુજરાત પતંગ ઉડાવે છે, ત્યાં સિદ્ધપુર શાંતિથી પોતાના ઇતિહાસને નમન કરે છે. આ પણ વાંચો : Makar Sankranti 2026 : સૂર્ય કરશે શનિની રાશિમાં પ્રવેશ, પિતા-પુત્રનો આ રાશિ પર રહેશે પ્રભાવ

Read Full Story arrow_forward
Rajkot: ભોમેશ્વર ફાટક પાસે 40 વર્ષીય પ્રૌઢની કરપીણ હત્યા, ફ્લેટમાંથી મળી લોહીલુહાણ છરી
calendar_today January 6, 2026

Rajkot: ભોમેશ્વર ફાટક પાસે 40 વર્ષીય પ્રૌઢની કરપીણ હત્યા, ફ્લેટમાંથી મળી લોહીલુહાણ છરી

રાજકોટ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ભોમેશ્વર ફાટક પાસે આવેલ એક રહેણાંક ફ્લેટમાં 40 વર્ષીય પ્રૌઢની નિર્મમ હત્યા થતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.ભોમેશ્વર ફાટક પાસે યુવકની હત્યામળતી વિગતો મુજબ, રાજકોટના ભોમેશ્વર ફાટક પાસે આવેલા 'બાબજી એવન્યુ' નામની બિલ્ડિંગમાં આ લોહીયાળ ઘટના બની હતી. અહીં ભાડેથી રહેતા અબ્બાસભાઈ (ઉંમર 40 વર્ષ) નામના વ્યક્તિની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. અબ્બાસભાઈ આ ફ્લેટમાં છેલ્લા કેટલા સમયથી રહેતા હતા અને તેમની સાથે અન્ય કોઈ હતું કે કેમ, તે દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે.ઘટનાસ્થળેથી મળી આવી છરીહત્યાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન પોલીસને મૃતદેહની તદ્દન નજીકથી એક તીક્ષ્ણ છરી મળી આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ જ છરી વડે અબ્બાસભાઈ પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું જણાય છે. એફએસએલ (FSL) ની ટીમ દ્વારા પણ નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો:Ahmedabad માં પાણીજન્ય રોગચાળાનો હાહાકાર, ડિસેમ્બરમાં ટાઈફોઈડના 180 અને ઝાડા-ઉલટીના 239 કેસ

Read Full Story arrow_forward
Vadodara : વડોદરા પોલીસને મળી સફળતા, મકાન ભાડે રાખી ચોરી કરતી ગેંગ ઝડપાઇ
calendar_today January 6, 2026

Vadodara : વડોદરા પોલીસને મળી સફળતા, મકાન ભાડે રાખી ચોરી કરતી ગેંગ ઝડપાઇ

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાત અનેક બનાવોએ માથું ઉંચક્યુ હતું. ખાસ કરીને અટલાદરા, ગોત્રી અને અકોટા જેવા પોશ વિસ્તારોમાં બંધ મકાનોમાં ત્રાટકતી ગેંગ પોલીસ માટે પડકાર બની હતી. વડોદરા પોલીસે બાતમીના આધારે આ મામલે તપાસ તેજ કરી અને આખરે દાહોદની એક રીક્ષા ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ચોરી કરવાની અનોખી પદ્ધતિ અપનાવી આ ગેંગના સભ્યો વડોદરામાં જ મકાન ભાડે રાખીને રહેતા હતા જેથી કોઈને શંકા ન જાય. ગેંગનો મુખ્ય પ્લાન એ હતો કે તેઓ દિવસે રિક્ષા ચલાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા હતા. રિક્ષા ચલાવવાના બહાને તેઓ એવા મકાનોની રેકી કરતા જે બંધ હોય અથવા જ્યાં લોકોની અવરજવર ઓછી હોય. રાત પડતા જ આ રીક્ષાચાલકો 'તસ્કર' બની જતા અને બંધ મકાનોના તાળા તોડી હાથફેરો કરતા હતા. 16 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસે આ ગેંગના ત્રણ મુખ્ય સાગરીતો જયંતિ મંદોર, રાજેશ નીનામા અને વિશાલ ડામોરની ધરપકડ કરી છે. તેમની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ટોળકીએ વડોદરાના વિવિધ વિસ્તારોમાં કરેલી કુલ ૬ જેટલી ચોરીના ભેદ ઉકેલાયા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસને મોટી માત્રામાં સોના અને ચાંદીના દાગીના મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, તેમની પાસેથી કુલ 16 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી આ ગેંગ પકડાતા વડોદરાના રજિસ્ટર્ડ અને ભાડે રહેતા લોકોની તપાસ બાબતે પણ ફરી ચર્ચા જાગી છે. હાલમાં પોલીસ આ ગેંગના અન્ય કોઈ સાગરીતો સંડોવાયેલા છે કે કેમ અને અગાઉના કોઈ ગુનામાં તેમનો હાથ હતો કે નહીં તે દિશામાં તપાસ ચલાવી રહી છે. આ પણ વાંચોઃ Ahmedabad વાસણામાં પ્રેમનો કરૂણ અંજામ, પ્રેમીના મોત બાદ યુવતીનો પણ આપઘાત

Read Full Story arrow_forward