Gandhinagar માં વધતા ટાઈફોઈડના કેસો વચ્ચે મેયર બેફિકર, ભાવનગર ક્રિકેટ રમવા પહોંચ્યા તો કમિશનરે ઉડાઉ જવાબ આપ્યો
ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસો વચ્ચે શહેરના મેયર મીરા પટેલ બેફિકર વલણને કારણે ચર્ચામાં આવ્યા છે. ગાંધીનગરની ટીમ સાથે મેયર ભાવનગર ક્રિકેટ રમવા પહોંચ્યા હોવાની ઘટનાએ રાજકીય ગરમાવો ઊભો કર્યો છે.શહેરમાં રોગચાળો કંટ્રોલમાં આવી રહ્યો છે ટાઈફોઈડના કેસોને લઈને મેયર મીરા પટેલે નિવેદન આપતાં જણાવ્યું કે શહેરમાં રોગચાળો કંટ્રોલમાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે, “તમામ દર્દીઓ ટાઈફોઈડમાંથી બહાર આવી ગયા છે,” અને “જેનાં રિપોર્ટ બાકી હતા તે પણ હવે આવી રહ્યા છે.” કોંગ્રેસનું કામ ભાજપના કામ પર પાણી ફેરવવાનું છે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર પ્રતિક્રિયા આપતાં મેયરે કહ્યું કે, “કોંગ્રેસનું કામ ભાજપના કામ પર પાણી ફેરવવાનું છે.” તેમણે તંત્રની કામગીરી પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યો છે. પદાધિકારીઓ ક્રિકેટમાં મશગૂલ રહેતા હોવાના મુદ્દે નાગરિકોમાં અસંતોષ આ તરફ, ટાઈફોઈડના કહેર વચ્ચે મેયર અને પદાધિકારીઓ ક્રિકેટમાં મશગૂલ રહેતા હોવાના મુદ્દે નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની પ્રાથમિકતાઓ અંગે સવાલો ઉઠી રહ્યા છે. “12-13 લોકો ક્રિકેટ રમે તો આખું તંત્ર ઠપ્પ થઈ જતું નથી ક્રિકેટ રમવાના મુદ્દે મનપા કમિશનરે ઉડાઉ જવાબ આપતા જણાવ્યું કે, “12-13 લોકો ક્રિકેટ રમે તો આખું તંત્ર ઠપ્પ થઈ જતું નથી,” તેમજ ભાવનગરમાં બધી મનપાની ટીમો બોલાવાઈ હોવાનો દાવો કર્યો. મીડિયા જ ખોટી રીતે મોટો મુદ્દો બનાવી રહ્યું છે. આ તરફ, સંદેશ ન્યૂઝના સવાલ પર એક કોર્પોરેટરે બેશરમીપૂર્વક જવાબ આપતા કહ્યું કે, “મીડિયા જ ખોટી રીતે મોટો મુદ્દો બનાવી રહ્યું છે.” કોર્પોરેટરે વધુમાં જણાવ્યું કે, “અમે માત્ર 11 જણની ટીમ જ અહીં આવ્યા છીએ,” અને “બાળકીનું મોત શંકાસ્પદ બિમારીથી થયું છે, ટાઈફોઈડથી નહીં.” અન્ય કોર્પોરેટરો અને ભાજપના કાર્યકરો ગાંધીનગરમાં કામગીરી કરી રહ્યા છે કોર્પોરેટરે એવો પણ દાવો કર્યો કે અન્ય કોર્પોરેટરો અને ભાજપના કાર્યકરો ગાંધીનગરમાં કામગીરી કરી રહ્યા છે અને “રમવા માટે બધા જ આવ્યા છે, અમે એકલા નથી.” નાગરિકોમાં ભારે નારાજગી આ સમગ્ર ઘટનાએ નાગરિકોમાં ભારે નારાજગી ફેલાવી છે. ટાઈફોઈડના કહેર વચ્ચે અધિકારીઓ અને પદાધિકારીઓ ક્રિકેટ રમવામાં મશગૂલ રહેતા તંત્રની સંવેદનશીલતા પર સવાલો ઉઠી રહ્યા છે. આ પણ વાંચો---- Gujarat Latest News Live : રાજ્યની કોર્ટને RDXથી ઉડાવવાની ધમકી, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
Read Full Story arrow_forward