Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સંમતિથી છૂટાછેડા માટે હવે 6 મહિનાની રાહ જોવી જરૂરી નથી
ગુજરાત હાઈકોર્ટે સંમતિથી છૂટાછેડા લેવા માંગતા દંપતીઓ માટે એક ખૂબ જ મહત્વનો અને રાહતરૂપ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, જ્યારે પતિ અને પત્ની બંને પરસ્પર સંમતિથી અલગ થવા માંગતા હોય અને સંબંધ સુધરવાની કોઈ જ શક્યતા ન હોય, ત્યારે 6 મહિનાનો 'કૂલિંગ ઓફ પિરિયડ' કે વેઈટિંગ પિરિયડ રાખવો યોગ્ય નથી. અમદાવાદ ફેમિલી કોર્ટે અગાઉ એક દંપતીની અરજી આ 6 મહિનાના નિયમને ટાંકીને ફગાવી દીધી હતી, જેને હાઈકોર્ટે પડકારીને રદ કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદાનો હેતુ સંબંધો બચાવવાનો છે, પરંતુ જ્યાં સમાધાન અશક્ય હોય ત્યાં બિનજરૂરી વિલંબ ટાળવો જોઈએ.ફેમિલી કોર્ટનો નિર્ણય હાઈકોર્ટે બદલ્યો આ કેસની વિગત મુજબ, અમદાવાદની ફેમિલી કોર્ટે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ શકે તેવા હેતુથી છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. જોકે, હાઈકોર્ટે આ નિર્ણયને સુધારતા જણાવ્યું કે જો બંને પક્ષો સ્થિર મનથી અને પૂરી સમજદારીથી અલગ થવા સંમત હોય, તો તેમને ઝડપથી છૂટાછેડા મળવા જોઈએ. આ ચુકાદાથી હવે રાજ્યમાં સંમતિથી છૂટાછેડા લેતી વખતે દંપતીઓએ લાંબો સમય કોર્ટના ધક્કા ખાવા નહીં પડે. કોર્ટે માનવીય અભિગમ અપનાવીને જણાવ્યું કે પક્ષકારોના જીવનના કિંમતી સમયને વેડફવા કરતા તેમને નવેસરથી જીવન શરૂ કરવાની તક આપવી વધુ હિતાવહ છે. આ પણ વાંચો : Junagadh માં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1450 બોટલ નકલી દારૂ અને મશીનરી સાથે એકની ધરપકડ
Read Full Story arrow_forward