android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં બોમ્બ મુક્યાની ધમકી, કોર્ટ પરિસરને ખાલી કરાવાયું
calendar_today January 6, 2026

Gujarat Latest News Live : સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં બોમ્બ મુક્યાની ધમકી, કોર્ટ પરિસરને ખાલી કરાવાયું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Junagadh ના ભવનાથમાં વનરાજની દહાડ, કાર પાછળ સિંહે દોડ લગાવતા પ્રવાસીઓના જીવ અધ્ધર
calendar_today January 6, 2026

Junagadh ના ભવનાથમાં વનરાજની દહાડ, કાર પાછળ સિંહે દોડ લગાવતા પ્રવાસીઓના જીવ અધ્ધર

જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ વિસ્તારમાં ફરી એકવાર સિંહના વિચરણનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે ટ્રાફિકથી ધમધમતા ભવનાથના મુખ્ય રસ્તા પર એક સિંહ અચાનક આવી ચડ્યો હતો. આ સિંહે ત્યાંથી પસાર થઈ રહેલી એક કારની પાછળ દોડ લગાવી હતી, જેને જોઈને કારમાં સવાર લોકો અને આસપાસના અન્ય વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સિંહ રસ્તાની વચ્ચે બિન્ધાસ રીતે દોડતો જોવા મળે છે.જૂનાગઢમાં ફરી સિંહોનું વિચરણ નોંધનીય છે કે ભવનાથ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સિંહોની અવરજવર વધી ગઈ છે. ગત દિવસે પણ બે સિંહો રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા હતા અને આજે ફરી એક સિંહે કાર પાછળ દોડ લગાવીને પ્રવાસીઓને ચોંકાવી દીધા હતા. ભવનાથ એ ગિરનાર જંગલને અડીને આવેલો વિસ્તાર હોવાથી અહીં અવારનવાર વન્ય પ્રાણીઓ જોવા મળે છે, પરંતુ ટ્રાફિકની વચ્ચે આ રીતે સિંહનું હિંસક વલણ જોઈને સ્થાનિકો અને મુલાકાતીઓમાં સલામતીને લઈને ચિંતા જોવા મળી રહી છે. આ પણ વાંચો : Ahmedabad News : RBI નો ચોંકાવનારો ખુલાસો, લોકો પાસે હજુ પણ પડી છે રૂ. 5,699 કરોડની 2 હજારની નોટો

Read Full Story arrow_forward
Gandhinagar : દૂષિત પાણીથી હાહાકાર, 7 વર્ષીય બાળકીનું સિવીલમાં દાખલ બાદ 4 દિવસમાં મોત
calendar_today January 6, 2026

Gandhinagar : દૂષિત પાણીથી હાહાકાર, 7 વર્ષીય બાળકીનું સિવીલમાં દાખલ બાદ 4 દિવસમાં મોત

ગાંધીનગરમાં દૂષિત પાણી અને પાણીજન્ય રોગચાળાની સમસ્યાની ગંભીરતા ફરી સામે આવી છે. શહેરમાં 7 વર્ષીય બાળકી સાજલ કનોજિયાનું છેલ્લા ચાર દિવસ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા પછી મોત નીપજ્યું છે.છેલ્લા 15 દિવસથી તેને તાવ અને બીમારી હતી બાળકીને પિતા જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસથી તેને તાવ અને બીમારી હતી. આરંભમાં તેને અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર માટે લઈ જવાઈ હતી, જ્યાં ટાઇફોઇડનો નિકળ્યો હતો. ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીના ટાઇફોઇડ રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર, બાળકીના ટાઇફોઇડ રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી, અને ટાઇફોઈડથી જ મૃત્યુ થયું છે એવું નિશ્ચિત કહી શકાતું નથી. આ પણ વાંચો----   Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ

Read Full Story arrow_forward