android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat weather :  ગુજરાત બન્યું ઠંડુગાર, નલીયામાં સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન
calendar_today January 6, 2026

Gujarat weather : ગુજરાત બન્યું ઠંડુગાર, નલીયામાં સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન

રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. કચ્છના નલીયામાં સૌથી ઓછું 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા નલીયા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે.ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું રાજ્યની રાજધાની ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કંડલા એરપોર્ટ પર 9.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડીની અસર વધુ જોવા મળી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું છે, જેમાં ગત દિવસની સરખામણીમાં 3.3 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ડીસામાં 11.4 ડિગ્રી, રાજકોટમાં 10.9 ડિગ્રી અન્ય શહેરોમાં પણ ઠંડીનો પ્રભાવ યથાવત રહ્યો છે. ડીસામાં 11.4 ડિગ્રી, રાજકોટમાં 10.9 ડિગ્રી, કેશોદમાં 10.4 ડિગ્રી અને મહુવામાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  રાજસ્થાનના માઉન્ટઆબુમાં માઈનસ 2 ડિગ્રી દરમિયાન, રાજસ્થાનના માઉન્ટઆબુમાં માઈનસ 2 ડિગ્રી તાપમાન નોંધાતા કડાકા ભરી ઠંડી પડી છે. હવામાન વિભાગ મુજબ, આગામી દિવસોમાં વહેલી સવાર અને રાત્રે ઠંડી વધુ વધવાની શક્યતા છે, જેથી નાગરિકોને ગરમ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ પણ વાંચો----   Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ

Read Full Story arrow_forward
Navsari : ગણદેવી રોડ પર ST બસ ડિવાઇડર સાથે અથડાયા બાદ વૃક્ષ સાથે અથડાઇ,  મુસાફરોનો ચમત્કારિક બચાવ
calendar_today January 6, 2026

Navsari : ગણદેવી રોડ પર ST બસ ડિવાઇડર સાથે અથડાયા બાદ વૃક્ષ સાથે અથડાઇ, મુસાફરોનો ચમત્કારિક બચાવ

નવસારી જિલ્લાના ગણદેવી રોડ પર રાજ્ય પરિવહન નિગમની (ST) બસને અકસ્માત નડ્યો હતો. બસ ચાલકને આગળનો રસ્તો સ્પષ્ટ ન દેખાતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.બસ પહેલા રોડ પર આવેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી મળતી માહિતી મુજબ, બસ પહેલા રોડ પર આવેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી, બાદમાં બેકાબૂ બનેલી બસ નજીક આવેલા વૃક્ષ સાથે ટકરાઈ ગઈ હતી. અકસ્માતની ગંભીરતા છતાં બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે, જે રાહતની વાત છે. પોલીસ અને ST નિગમના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ST નિગમના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે બસને રસ્તા પરથી હટાવી વાહનવ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો----   Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ

Read Full Story arrow_forward
Valsad : ધમડાચી ગામે ટ્રક સાથે કારના ભયાનક અકસ્માતમાં મહિલાનું મોત, પિતા અને પુત્રીનો બચાવ
calendar_today January 6, 2026

Valsad : ધમડાચી ગામે ટ્રક સાથે કારના ભયાનક અકસ્માતમાં મહિલાનું મોત, પિતા અને પુત્રીનો બચાવ

વલસાડના ધમડાચી ગામે ગત મોડી સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર ટ્રક સાથે ટકરાઈ ભયાનક રૂપે નીચે ખાડામાં પડી હતી. ડિવાઇડર કુદીને આવેલા કન્ટેનરે કાર ચાલકને અડફેટ કરતાં અકસ્માત સર્જાયો હતો.કારમાં સવાર એક મહિલાનું મોત થયું આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલાનું મોત થયું હતું જ્યારે તેની પુત્રી અને પિતા ગંભીર ઈજાઓ થઇ હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અકસ્માત પછી તરત જ સ્થાનિક લોકો સ્થળ પર ભેગા થયા અને ઘટનાની જાણ પોલીસને કરી. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે કાર રસ્તાની નીચે ખાડામાં જઈ પડી ગઈ સ્થાનિકોનું કહેવું છે કે ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે કાર રસ્તાની નીચે ખાડામાં જઈ પડી ગઈ હતી, જેના કારણે અકસ્માતની ગંભીરતા વધી હતી. પોલીસ ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે. આ પણ વાંચો----  Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ

Read Full Story arrow_forward