android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath : DYCM હર્ષ સંઘવી સહિત મંત્રીઓ ગીર સોમનાથમાં, PMના કાર્યક્રમ માટે બેઠક
calendar_today January 6, 2026

Gir Somnath : DYCM હર્ષ સંઘવી સહિત મંત્રીઓ ગીર સોમનાથમાં, PMના કાર્યક્રમ માટે બેઠક

ગીર સોમનાથ જિલ્લામાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓએ સર્કિટ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠકમાં આવતા દિવસોમાં વડા પ્રધાનના પ્રવાસને લઈ તમામ તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લા વહીવટીતંત્રને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું DYCM હર્ષ સંઘવીએ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું અને આગામી બે દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવા સુચના આપી. જિલ્લા વહીવટીતંત્રને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે, જેથી PMના કાર્યક્રમ દરમિયાન કોઈ અવરોધની શક્યતા ન રહે. વ્યવસ્થા, સુરક્ષા સહિત બાબતોના આયોજન પર વિશેષ ધ્યાન બેઠકમાં કાર્યક્રમની વ્યવસ્થા, સુરક્ષા સહિત બાબતોના આયોજન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ પણ વાંચો----  Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ

Read Full Story arrow_forward
Surat : ઉધના વિસ્તારમાં ભંગારિયાઓએ કરેલી ચોરીનો ભાંડો ફૂટ્યો, સોશિયલ મીડિયા રીલથી પોલીસને મળી સફળતા
calendar_today January 6, 2026

Surat : ઉધના વિસ્તારમાં ભંગારિયાઓએ કરેલી ચોરીનો ભાંડો ફૂટ્યો, સોશિયલ મીડિયા રીલથી પોલીસને મળી સફળતા

સુરતના ઉધના વિસ્તારમાં ચોરી કરનાર ભંગારિયાઓને પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લઈને ઝડપી પાડ્યા છે. ઉધના વિસ્તારમાં આવેલી ઇસ્ટ એન્જીનીરીંગ કંપનીમાંથી 11.70 લાખ રૂપિયાની ચોરી કરનાર ભંગારિયાઓએ ચોરી કર્યા પછી સોશિયલ મીડિયા પર “Going to Mumbai”ના કૅપ્શન સાથે રીલ પોસ્ટ કરી હતી.ચોરોએ ચોરીની કુલ રકમમાંથી ચાર લાખ રૂપિયા બિયર બારમાં ઉડાવી દીધા પોલીસના સૂત્રો મુજબ, ચોરોએ ચોરીની કુલ રકમમાંથી ચાર લાખ રૂપિયા બિયર બારમાં ઉડાવી દીધા હતા, જ્યારે અન્ય ચોરે રકમ રેતીમાં દાબી દીધી હતી. CCTV ફૂટેજ અને સોશિયલ મીડિયા એક્શનની તપાસ પછી ઉધના પોલીસને ચોરોની સચોટ ઓળખ મળી CCTV ફૂટેજ અને સોશિયલ મીડિયા એક્શનની તપાસ પછી ઉધના પોલીસને ચોરોની સચોટ ઓળખ મળી. પોલીસે તરત જ તપાસ હાથ ધરી અને મુંબઈમાં જઈને મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો. આરોપી પાસે તપાસ દરમિયાન 6.05 લાખ રૂપિયા કબ્જે કરવામાં આવ્યા છે. અન્ય સંડોવાયેલા ચોરોની તપાસ શરુ પોલીસે જણાવ્યું છે કે આગળની તપાસમાં બાકી રહેલ ચોરીની રકમ અને અન્ય સંડોવાયેલા ચોરોની ઓળખ પણ સામે આવશે. આ પણ વાંચો----    Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ
calendar_today January 6, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward