Ahmedabad: ‘ગેસ્ટ્રિક પુલ-અપ' સર્જરીથી 5 વર્ષની માસૂમ બાળકીએ પહેલી વખત મોંઢાથી કોળિયો લીધો
ખેડાની પાંચ વર્ષની બાળકી દ્વિજા જન્મજાત 'ઈસોફેઝિયલ એટ્રેશિયા' (અન્નનળીનો અભાવ) નામની ગંભીર બીમારી હતી. આ ગંભીર બીમારી ચાર હજારે એકમાં જોવા મળતી હોય છે.અમદાવાદ સિવિલના તબીબોે અત્યંત જટિલ 'ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી' સફ્ળતાપૂર્વક પાર પાડી તેને નવજીવન આપ્યું છે. ખેડાનાં શિક્ષક દંપતી વૈભવભાઈ અને કોકિલાબેનની પુત્રી દ્વિજાને જન્મથી જ અન્નનળી ન હોવાથી પેટમાં ટયૂબ દ્વારા ખોરાક અપાતો હતો. જોકે, માતા-પિતાની અથાક મહેનતથી બાળકીનું સ્વાસ્થ્ય સુધરતા અંતે સિવિલના તબીબોએ સર્જરીનો નિર્ણય લીધો હતો. ગત 17 ડિસેમ્બર, 2025ના રોજ પીડિયાટ્રિશન વિભાગના તબીબોએ આ ઓપરેશન પાર પાડતા દ્વિજાએ પાંચ વર્ષે પ્રથમ વાર મોં વાટે ભોજન લીધું હતું. શું છે આ જટિલ સર્જરી સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, આ સર્જરીમાં હોજરીને ઉપર ખેંચીને નવી અન્નનળી બનાવવામાં આવે છે. વર્ષ 2025માં આવી આ ત્રીજી સફ્ળ સર્જરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward